________________
વાયુભૂતિ
જીવ–શરીર આ પ્રકારે વાસનાના બળે પણ સર્વવસ્તુની ક્ષણિકતા સિદ્ધ થઈ શકતી નથી. (૧૬૭૭)
વિજ્ઞાનને એકાંત ક્ષણિક માનવા છતાં જે સર્વ ક્ષણિકતાનું જ્ઞાન કરવું હોય તે પૂર્વોક્ત પ્રકારે નીચેના દોષોની આપત્તિ છે–
૧. એક સાથે અનેક વિજ્ઞાનની ઉત્પત્તિ માનવી પડે છે અને એ બધાં વિજ્ઞાનોનો આશય એવો એક આત્મા પણ માનવું પડે છે, અથવા
૨. એક વિજ્ઞાનનો એક જ વિષય નહિ, પણ એક જ વિજ્ઞાન અનેક વિષયને જાણી શકે છે–તેમ માનવું પડે છે, અથવા
૩. વિજ્ઞાનને અવસ્થિત–અક્ષણિક માનવું પડે છે, જેથી તે સર્વ વસ્તુને, ક્રમશઃ જાણી શકે. આ પ્રકારનું વિજ્ઞાન અને આત્મામાં માત્ર નામને ભેદ છે; તેથી વસ્તુતઃ ક્ષણિક વિજ્ઞાન નહિ, પણ આત્મા જ માનવો પડે.
૪. ઉક્ત આત્મા માનવાથી તે બૌદ્ધસંમત પ્રતીત્યસમુત્પાદવાદનો જ વિઘાત થાય. કારણની અપેક્ષાથી કાર્ય ઉત્પન્ન થાય છે, કારણ કેઈ પણ પ્રકારે કાર્યાવસ્થામાં અન્વય નથી–આ પ્રકારનું પ્રતીત્યસમુત્પાદવાદ છે. પરંતુ આ વાદ માનવાથી તે મરણાદિ સમસ્ત વ્યવહારોને ઉછેદ માને પડે, કારણ કે અતીત સંકેતાદિનો આશ્રય એવી કઈ વસ્તુ સ્મરણાદિ જ્ઞાનરૂપ પરિણામને પામે અર્થાત્ ઉત્તર કાલમાં પણ તેને જે અન્વય રહે તે જ સ્મરણાદિ વ્યવહાર ઘટી શકે, અન્યથા નહિ. આવી અન્વયી વસ્તુ તે જ આત્મા છે. એટલે સ્મરણાદિ વ્યવહારની ઉપપત્તિ માટે આત્માને જે સ્વીકારવામાં આવે તે પ્રતીત્યસમુત્પાદવાદને વિઘાત થઈ જાય - વિજ્ઞાનને એકાંત ક્ષણવિનાશી માનવા જતાં ઉક્ત અને બીજા પણ ઘણા દેશની આપત્તિ છે–પરંતુ ઉત્પાદ. વ્યય-ધ્રૌવ્યવાળા વિજ્ઞાનમય આત્માને માનવામાં આમાંને એક પણ દોષ નથી. આવો આત્મા માનવાથી જ સમસ્ત વ્યવહારની સિદ્ધિ પણ થાય છે; માટે ક્ષણિક વિજ્ઞાન નહિ, પણ શરીરથી ભિન્ન એવો આત્મા જ માનવો જોઈએ. (૧૬૭૮-૭૯)
વાયુભૂતિ–ઉક્ત આત્માને કેવાં જ્ઞાન હોય છે અને તે શાથી થાય છે?
ભગવાન–એ આત્મામાં મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ-અવધિજ્ઞાનાવરણ અને
મન:પર્યયજ્ઞાનાવરણનો જ્યારે ક્ષોપશમ થાય છે ત્યારે મતિજ્ઞાન, જ્ઞાનના પ્રકારો શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન ૫ર્યાયરાન ઉત્પન્ન થાય છે અને કેવલ
જ્ઞાનાવરણના ક્ષયથી કેવલ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે વિચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org