________________
વાયુભૂતિ]
જીવ શરીર
[૫૭
તેથી આવા અનુમાનમાં હેતુને અસિદ્ધ કહેવાય છે. પણ મેં આપેલ અનુમાનમાં તેમ નથી તેથી હેતુને અસિદ્ધ કહી શકાય નહિ. (૧૬૬૧)
અન્ય પણ અનુમાન છે તે આ પ્રમાણે—મલકમાં જે પ્રથમ સ્તનપાનાભિલાષા છે તે અન્ય અભિલાષાપૂર્વક છે, કારણ કે એ અનુભવ છે. જેમ સાંપ્રતિક અભિલાષા એ અનુભવ છે તેથી સાંપ્રતિક અભિલાષાની પહેલાં કાઈ અભિલાષા હતી, તે જ પ્રમાણે ખાલકની પ્રથમ અભિલાષાની પહેલાં પણ કાઈ અભિલાષા હાવી જોઈ એ.
અથવા ઉક્ત અનુમાનને પ્રયેગ આ પ્રમાણે પણ કરી શકાય—ખાલકની પ્રથમ સ્તનપાનાભિલાષા અન્ય અભિલાષાપૂર્વક છે, કારણ કે તે અભિલાષા છે. જે જે અભિલાષા હાય છે તે અન્ય અભિલાષાપૂર્વક હાય છે; જેમ સાંપ્રતિક અભિલાષા. બાલકને પ્રથમ જે અભિલાષા થાય છે તે ગુ અભિલાષા છે તેથી તેની પહેલાં પણ અન્ય અભિલાષા છે તે શરીરથી તે ભિન્ન હોવી જોઈએ, કારણ કે શરીરના પરિત્યાગ છતાં તે ટકે છે અને બાલકની પ્રથમ સ્તનાભિલાષામાં કારણ બને છે, વળી અભિલાષા એ પણ જ્ઞાનગુણુ જ છે તેથી તેને કોઈ ગુણી તા હાવા જોઈએ. નષ્ટ શરીર ગુણી સભવે નહિ, માટે શરીરથી ભિન્ન એવા વિદ્યમાન આત્માને જ તે અભિલાષારૂપ ગુણુના સ્વતંત્ર આધાર માનવા જોઈ એ.
વાયુભૂતિ—કારણ કે તે અભિલાષા છે' એ આપે આપેલ હેતુ વ્યભિચારી છે, કારણ કે મોક્ષ માટેની અભિલાષા મેાક્ષાભિલાષાપૂર્વક હાતી નથી, છતાં તે અભિલાષા તેા છે જ; માટે અભિલાષાપૂર્ણાંક જ હાય ઍવે નિયમ નથી.
ભગવાન--ઉક્ત નિયમનું તાત્પર્ય એવુ' નથી જ કે જેવી અભિલાષા હાય તેના પહેલાં તેવી જ અભિલાષા હોવી જોઈએ. પર`તુ અભિલાષાની પહેલાં તેવી કે અન્ય પ્રકારની કોઈ અભિલાષા હાવી જોઈએ - અર્થાત્ અભિલાષા સામાન્ય વિવક્ષિત છે, અભિલાષા વિશેષ વિવક્ષિત નથી. તેથી મે ક્ષાભિલાષાપૂર્વક ન હોય, પશુ મેાક્ષની અભિલાષા પહેલાં કેઈન કોઈ પ્રકારની અભિલાષા તા હતી જ એ અસદિગ્ધ છે. તેથી ઉક્ત હેતુ વ્યભિચારી નથી. (૧૬૬૨)
અન્ય પણ અનુમાન છે તે આ પ્રમાણે-ખાલ શરીર દેહાન્તરપૂર્વક છે, કારણ કે તે ઇન્દ્રિયાદિથી યુક્ત છે. જે ઇન્દ્રિયાદિથી યુક્ત હાય છે તે શરીરાન્તરપૂર્વીક હાય છે; જેમ યુવાનનુ શરીર ખાલશરીપૂર્વક છે. જે શરીર આ બાલકના શરીરની પહેલાં છે તે પૂર્વાંભીય ઔદ્યારિક શરીર તા સંભવે નહિ, કારણ કે તે તે નષ્ટ થયેલ છે.
૧. પ્રસ્તુત હેતુ મૂળમાં નથી આપ્યું; ટીકાકારે સૂચન્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org