________________
૧૩૪ નામે ઓળખાય છે અને અનેક જન્મનાં કર્મોના સંસ્કારની જે પરંપરા છે તે વાસના કહેવાય છે. કમીશય ના વિપાક અદષ્ટજમવેદનીય અને દષ્ટિજમવેદનીય એમ બે પ્રકારે સંભવે છે. અર્થાત પરજન્મમાં જેનો વિપાક મળે છે તે અદષ્ટજમવેદનીય અને આ જન્મમાં જેને વિપાક મળે છે તે દષ્ટજમવેદનીય. વિપાક જાતિ અર્થાત્ જન્મ આયુ અને ભેગ એ ત્રણે પ્રકારને છે, અર્થાત અદષ્ટજન્મવેદનીયનું ફળ નો જન્મ, તે જન્મનું આયુ અને તે જન્મના ભેગે એ ત્રણે છે. પણ દૃષ્ટજન્મવેદનીય કર્ભાશયને વિપાક આયુ અને ભોગ અથવા તે માત્ર ભાગ છે, પણ જન્મ નથી, કારણ કે જન્મને વિપાક માનવામાં તો તે અદૃષ્ટજન્મવેદનીય જ થઈ જાય છે. નહુષ એ દેવ છતાં અર્થાત દેવજન્મ અને દેવાયુ ચાલુ છતાં અમુક સમય માટે સર્પ બનીને તેણે દુઃખ ભેગવ્યું અને ફરી પાછો દેવ બની ગયે. આ દૃષ્ટજન્મ. વેદનીય ભોગનું ઉદાહરણ છે; અને નદીશ્વર મનુષ્ય છતાં દેવાયુ અને દેવભેગને પામે, પણ તેને જન્મ તે મનુષ્ય જ ચાલુ રહ્યો.
પરંતુ વાસનાને વિપાક તે અસંખ્ય જન્મ, આયુ અને ભોગોને માનવામાં આવ્યાં છે, કારણ કે વાસનાની પરંપરા તે અનાદિ છે.
યોગદર્શનમાં જેમ શુકલકર્મને કૃષ્ણકર્મ કરતાં બળવાન માનવામાં આવ્યું છે અને કહ્યું છે કે શુકલકર્મના ઉદય હોય ત્યારે કણકર્મને નાશ ફળ દીધા વિના થઈ જાય છે, તે જ રીતે બૌદ્ધોએ પણ કુશલકર્મને અકુશલકર્મ કરતાં બળવાન માન્યું છે, પણ નાશક નથી માન્યું. આ લોકમાં પાપીને અનેક પ્રકારનાં સજા અને દુ:ખ જે ભેગવવાં પડે છે અને પુણ્યશાલીને તેના પુણ્યનું ફળ ઘણી વાર આ જ લોકમાં નથી મળતું તેનું કારણ જણાવ્યું છે કે પાપ એ પરિમિત છે તેથી તેને વિપાક શીધ્ર પતી જાય છે; પણ કુશલ એ વિપુલ હોવાથી તેને પરિપાક દીર્ઘકાલે થાય છે. વળી કુશલ અને અકશલ એ બનનું ફળ પરલોકમાં મળે છતાં અકુશલ વધારે સાવદ્ય છે તેથી તેનું અહીં પણ ફળ મળી જાય છે. જે પાપ કરતાં પુણ્ય બહુતર શા માટે છે તેને ખુલાસે પણ કરવામાં આવ્યો છે કે પાપ કરીને મનુષ્યને પસ્તાવો થાય છે કે અરે મેં પાપ કર્યું, તેથી તેની વૃદ્ધિ થતી નથી, પણ સારું કામ કરીને મનુષ્યને પસ્તાવો નથી થતે પણ પ્રમોદ થાય છે તેથી તેનું પુણ્ય ઉત્તરોત્તર વૃદ્ધિને પામે છે.
બૌદ્ધોને મત કૃત્ય કરીને કર્મના જે ચાર ભેદ કરવામાં આવ્યા છે તેમાં એક જનક કર્મ છે અને બીજું તેનું ઉલ્લંભક છે. જનક કર્મ તો નવા જન્મને ઉત્પન્ન કરીને વિપાક આપે છે, પણ ઉર્થંભક પિતાને વિપાક આપતું નથી, પણ બીજાના વિપાકમાં અનુકૂળ બની જાય છે. ત્રીજુ ઉપપીડક છે જે બીજા કર્મના વિપાકમાં બાધક બની જાય છે. અને ચોથું ઉપધાતક તો અન્ય કર્મના વિપાકને ઘાત કરીને પોતાને જ વિપાક દર્શાવે છે.*
પાકદાનના ક્રમને લક્ષીને બૌદ્ધમાં જે ચાર પ્રકાર કરવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે – ગરક, બહુલ અથવા આચિણ, આસન અને અભ્યસ્ત કર્મ. આમાં ગરુક અને બહુલ એ બીજાના વિપાકને રોકીને પ્રથમ પોતાનું ફળ આપી દે છે. આસ એટલે કે મરણકાલે કરાયેલ. તે પણ પૂર્વકમ કરતાં
૧. એગદર્શન ૨, ૧૩ પૃ. ૧૭૧
૨. મિલિન્દ પ્રશ્ન ૪, ૮. ૨૪-૨૯, પૃ. ૨૮૪, ૩. મિલિન્દ પ્રશ્ન ૩. ૩૬ ૪. અભિધમ્પત્યસંગ્રહ ૫. ૧૯. વિશુદ્ધિમગ્ર ૧૯. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org