________________
ગણધરેવાદ
(ગણધર જીવ અનુમાનથી કહેવું પણ બરાબર નથી, કારણ કે અનુમાન એ પણ પ્રત્યક્ષપૂર્વક સિદ્ધ નથી જ હોય છે.-જે વસ્તુનું કદી પ્રત્યક્ષ થયું જ ન હોય તે વસ્તુ
અનુમાનથી પણ જાણી શકાતી નથી. આપણે અનુભવ છે કે જ્યારે આપણે પરાક્ષ અગ્નિનું અનુમાન કરીએ છીએ ત્યારે પ્રથમ ધૂમરૂપ લિંગહેતુનું પ્રત્યક્ષ હેય જ છે, એટલું જ નહિ પણ પ્રથમથી પ્રત્યક્ષ પ્રમાણ વડે નિશ્ચિત કરેલ લિંગ-હેતુ અને લિંગી-સાધ્યના અવિનાભાવ સંબંધનું–અર્થાત પ્રત્યક્ષથી નિશ્ચિત એવા ધૂમ અને અગ્નિના આ અવિનાભાવ સંબંધનું સ્મરણ થાય છે ત્યારે જ ધૂમના પ્રત્યક્ષથી અગ્નિનું અનુમાન કરી શકાય છે, અન્યથા નહિ. (૧૫૫૦)
“પ્રસ્તુતમાં જીવની બાબતમાં તો જીવના કોઈ પણ લિંગનો જીવ સાથે સંબંધ પ્રત્યક્ષ પ્રમાણથી પૂર્વગૃહીત છે જ નહિ કે જેથી લિંગનું પુનઃપ્રત્યક્ષ થવાથી તે સંબંધનું સમરણ થાય અને જીવનું અનુમાન કરી શકાય.
કઈ એમ કહે કે સૂર્યની ગતિ પ્રત્યક્ષ કદી થઈ નથી છતાં તેની ગતિનું અનુમાન થઈ શકે છે, જેમ કે સૂર્ય એ ગતિશીલ છે, કારણ કે તે કાલાન્તરે દેશાન્તરમાં પ્રાપ્ત થાય છે, દેવદત્તની જેમ. જેમ દેવદત્ત સવારે અહીં હોય પણ સાંજે અન્યત્ર હોય તો તે તેના ગમન વિના સંભવે નહિ, તેમ સૂર્ય પ્રાતઃકાલમાં પૂર્વ દિશામાં હોય છે અને સાયંકાલમાં પશ્ચિમ દિશામાં હોય છે... આ પણ સૂર્યની ગતિશીલતા વિના સંભવે નહિ.-આ પ્રકારના સામાન્યતે–દષ્ટ અનુમાનથી સર્વથા અપ્રત્યક્ષ એવી સૂર્યની ગતિની સિદ્ધિ થઈ શકે છે, તે જ પ્રમાણે સામાન્યત-દષ્ટ અનુમાનથી સર્વથા અપ્રત્યક્ષ એવા જીવનું પણ અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે.
“આનો ઉત્તર એ છે કે ઉપર જે દેવદત્તનું દષ્ટાંત છે તેમાં તે સામાન્યરૂપે દેવદત્તનું દેશાંતરમાં હોવું એ ગતિપૂર્વક જ છે. આ વસ્તુ પ્રત્યક્ષ સિદ્ધ છે, તેથી દષ્ટાંતથી સૂર્યની ગતિ અપ્રત્યક્ષ છતાં દેશાંતરમાં સૂર્યને જોઈને સૂર્યની ગતિનું અનુમાન થઈ શકે છે પણ પ્રસ્તુતમાં જીવના અસ્તિત્વ સાથે અવિનાભાવી એવા કોઈપણ હેતન પ્રત્યક્ષ જ નથી, જેથી જીવનું એ હેતુના પુનર્દશનથી અનુમાન થઈ શકે; એટલે ઉક્ત સામાન્યત-દષ્ટ અનુમાનથી પણ જીવનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. (૧૫૫૧) આગમ પ્રમાણથી પણ જીવની સિદ્ધિ થઈ શકતી નથી; વસ્તુતઃ આગમ એ
અનુમાનથી જુદું પ્રમાણ નથી. તે અનુમાનરૂપ છે. તે આ રીતે જીવ આગમ આગમના બે ભેદ છે: એક દષ્ટાર્થવિષયક, અર્થાત પ્રત્યક્ષ પ્રમાણથી પણ પદાર્થનો પ્રતિપાદક એ આગમ છે; અને બીજો ભેદ અદટાઈ. સિદ્ધ નથી વિષયક, અર્થાત્ પરોક્ષ પદાર્થના પ્રતિપાદક એવા આગમન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org