________________
અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા
[31 વાક્યોનો આશ્રય લઈ કમ નથી એવો નિર્ણય કરે છે, પણ વેદમાં એવાં વાક્યો પણ મળે છે જેથી કર્મનું અસ્તિત્વ માનવું પ્રાપ્ત થાય છે;-જેમકે “gઃ પુન વર્માના પાવર વાવેન જા”—અર્થાત્ પુણ્યકર્મથી જીવ પવિત્ર થાય છે અને પાપકર્મથી અપવિત્ર થાય છે, ઈત્યાદિ. આથી તેને સંદેહ થાય છે કે કર્મ વસ્તુત હશે કે નહિ.
અગ્નિભૂતિ–આપે મારો સંદેહ તે બરાબર કહી દીધું, પણ તેનું સમાધાન પણ (૨) કર્મની સિદ્ધિ આપ કરે તે આપની વિદ્વત્તાની મને ખાતરી થાય.
ભગવાન- સૌમ્ય, તારે ઉક્ત સંશય અસ્થાને છે, કારણ, કર્મને હું પ્રત્યક્ષ
જોઉં છું. તને ભલે તે પ્રત્યક્ષ ન હોય, પણ તેની સિદ્ધિ તું કર્મનું પ્રત્યક્ષ છે અનુમાનથી કરી શકે છે, કારણ કે સુખ દુઃખની અનુભૂતિરૂપ કર્મનું
ફલ-કાય તે તને પ્રત્યક્ષ જ છે, તેથી કર્મ અનુમાનગણ્ય હોવાથી તે સર્વ પ્રમાણાતીત ન જ કહેવાય.
અગ્નિભૂતિ–પણ જે કર્મ હોય તે તે આપની જેમ મને પણ પ્રત્યક્ષ કેમ ન થાય
ભગવાન એવો કાંઈ નિયમ નથી કે જે એકને પ્રત્યક્ષ હોય તે બધાયને પ્રત્યક્ષ થવું જ જોઈએ. સિંહ-વાઘ વગેરે એવી ઘણી વસ્તુઓ છે જેનું પ્રત્યક્ષ બધા મનુષ્યોને નથી થતું, છતાં સંસારમાં સિંહાદિ પ્રાણી નથી એમ કેઈ નથી માનતું. એટલે સર્વજ્ઞ એવા મારા વડે પ્રત્યક્ષ કરાયેલા કર્મનું અસ્તિત્વ તારે માનવું જ જોઈએ, જેમ તારા સંશયને મેં પ્રત્યક્ષ કરી લીધે તો તેનું અસ્તિત્વ તું માને છે. ૨
વળી પરમાણુ પણ અતીન્દ્રિય હોવાથી તેનું સાક્ષાત્ પ્રત્યક્ષ તું નથી કરતો; છતાં તેનું કાર્યરૂપે તે પ્રત્યક્ષ તું સ્વીકારે જ છે, કારણ કે તું પરમાણુના ઘટાદિ કાર્યોનું પ્રત્યક્ષ કરે છે. તે જ પ્રમાણે સ્વયં કર્મ તને ભલે પ્રત્યક્ષ ન હોય છતાં કર્મનું ફલકાર્ય સુખ દુઃખાદિ તે તને પ્રત્યક્ષ છે જ; તેથી કર્મનું કાર્યરૂપે પ્રત્યક્ષ તો તારે માનવું જ જોઈએ. (૧૬૧૧)
અગ્નિભૂતિ–આપે પ્રથમ કહ્યું હતું કે કર્મ અનુમાનગણ્ય છે, તો તે અનુમાન બતાવે.
૧. આની વિશેષ ચર્ચા ગા૦ ૧૬૪૩માં છે. આ વાકય બહદારણ્યક ઉપનિષદ (૪-૪-૫)માં છે, ૨. આ પ્રકારની ચર્ચા માટે જુએ ગા૦ ૧૫૭૭–૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org