________________
૧૪
સાલ નગરની પાસે જાય છે અને તેનામાં બ્રહ્મતેજ પ્રવેશે છે. પછી તે ઈન્દ્ર અને બૃહસ્પતિ નામને ચોકીદાર પાસે આવે છે. તેઓ તેને જોઈને નાસી જાય છે. ત્યાંથી તે વિભુ નામના સભાસ્થાનમાં આવે છે. ત્યાં તેની કીતિ બ્રહ્મા જેટલી વધી જાય છે. પછી તે વિચક્ષણ નામના જ્ઞાનરૂ૫ સિહાસન પાસે આવે છે. ત્યાં તે પિતાની બુદ્ધિ વડે આખા વિશ્વને જુએ છે. છેવટે તે અમિતૌજા નામના બ્રહ્માના પલંગ ઉપર જ્યારે તે ચડે છે ત્યારે તેની ઉપર બેઠેલા બ્રહ્મા તેને પૂછે છે-“તમે કોણ છે ?' તે ઉત્તર આપે છે. જે તમે છો તે હું છું.' બ્રહ્મા ફરી પૂછે છે- હું કોણ છું ?તે ઉત્તર આપે છે તમે સત્યસ્વરૂપ છે. આ પ્રમાણે બીજા અનેક પ્રશ્ન પૂછીને જ્યારે બ્રહ્મા ખાતરી કરી લે છે ત્યારે બ્રહ્મા તેને પિતાના જેવો ગણે છે.''
આ એ જ ઉપનિષદમાં પિતૃયાનનું જે વર્ણન છે તેને સાર આ પ્રમાણે છે. ચંદ્રલેક એ જ પિતલોક છે. મરનાર બધા જ પ્રથમ ત્યાં જાય છે. પણ જેને પિતૃલોકની ઈચ્છા નથી હોતી તેને ચંદ્ર ઉપરના લાકમાં મોકલી આપે છે અને જેને ચંદ્રલોકની ઈરછા હોય છે તેને ચંદ્રમાં વરસાદ રૂપે આ પ્રવી ઉપર જન્મ લેવા મોકલી આપે છે. એવા જીવો પોતાનાં કર્મો અને જ્ઞાન અનુસાર કીડા, પતંગિયાં, પક્ષી, સિંહ, વાધ, માછલાં, રીંછ, મનુષ્ય અથવા બીજા કોઈ આકારે જુદે જુદે ઠેકાણે જન્મે છે. આ પ્રમાણે પિત. યાનમાર્ગે જનારાને પાછું આ લોકમાં આવવું પડે છે.
સાર એ છે કે બ્રહ્મભાવને પ્રાપ્ત જીવો બ્રહ્મલોકમાં જે માર્ગે થઈને જાય છે તે દેવયાન કહેવાય છે, પણ જેને પુનર્મુત્યુ પિતાનાં કર્મોને અનુસરીને છે તેઓ ચંદ્રલોકમાં જઈને પાછા ફરે છે. તેમના માર્ગને પિતૃયાન કહેવામાં આવે છે. એમની યોનિને પ્રેતયોનિ કહેવાય.
આ બધા વર્ણન ઉપરથી પ્રસ્તુત ગ્રન્થમાં પરલોકના સદસ્ય-વિસાદસ્યની જે ચર્ચા આવી છે તેમાં ઉપનિષદના શો મત છે એ પણ જાર્વા મળે છે. અને કર્માનુસારે છ વિસદશ અવસ્થાને પણ પાછે. એમ ફલિત થાય છે. આ જ મતનું સમર્થન પ્રસ્તુત ગ્રંથમાં પણ છે. પિરાણિક દેવલોક
વૈદિક માન્યતા અનુસાર દેવને નિવાસ ત્રણે લોકમાં મનાય છે તે કહેવાઈ ગયું છે તેનું જ સમર્થન પૌરાણિક કાળમાં પણું મળે છે. યોગદર્શનના વ્યાસભાષ્યમાં જણાવ્યું છે કે પાતાલ, જલધિ-સમદ્ર અને પર્વતામાં અસુર ગન્ધર્વ કિનર, કિં પુરુષ યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપમારક, અપ્સરસ. બ્રહ્મરાક્ષસ, કુષ્માંડ, વિનાયક નામના દેવનિકા રહે છે. ભૂકના બધા ઠીમાં પણ પુણ્યાત્મા દેવને નિવાસ છે. સુમેરુ પર્વત ઉપર દેવની ઉદ્યાનભૂમિઓ છે, સુધર્મા નામની દેવસભા છે, સુદર્શન નામની નગરી છે, અને તેમાં વૈજયંત પ્રાસાદ છે. અન્તરિક્ષ લેકના દેવા માં ગ્રહ, નક્ષત્ર, તારાઓનો સમાવેશ છે. સ્વર્ગલોકમાં મહેન્દ્રમાં નિવાસ કરનારા છ દેવનિકા છે-ત્રિદશ, અગ્નિજ્વાત્તાયામ્યા, વષિત. અપરિનિમિતવશવર્તી, પરિનિર્મિતવશવર્તી એથી ઉપરના મહતિલોકમાં જે પ્રજાપતિ લોક કહેવાય છે
૧. જુઓ કૌષીતકી પ્રથમ અધ્યાય ૨. કૌષીતકી ૧, ૨, ૩. વિભૂતિપાદ ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org