________________
૧૪૫
છે અને તેમાં જીવ! દી આયુવાળા હોય છે, અથાત્ દી કાલ પર્યન્ત કમ` ભોગવ્યા પછી જ ત્યાંથી છવાના છુટકારા થાય છે એવી માન્યતા ફલિત થાય છે. એ નરા આપણી ભૂમિ અને પાતાલલેકની નીચે અવસ્થિત છે.૨
ભાષ્યની ટીકામાં નરકા ઉપરાંત કુમ્ભીપાકાદિ ઉપનરઢ્ઢાની પણ કલ્પનાને સ્થાન મળ્યુ છે. વાચ સ્પતિએ એની સ ંખ્યા અનેક કહી છે, પણ ભાષ્યવાતિ કકારે તે અનન્ત છે એમ કર્યુ છે.
ભાગવતમાં નરકની સ ંખ્યા સાતને બદલે ૨૮ આપી છે અને તેમાં પ્રથમ ૨૧ નાં નામ આ પ્રમાણે છે–તામિસ્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, સૂકરમુખ, અધકૂપ, કૃમિભોજન, સંદેશ, તપ્તસૂમિ, વજ્રકંટક શામલી, વૈતરણી, પૂયેાદ, પ્રાણુરાધ, વિશસન, લાલાભક્ષ, સાંરમેયાદન, અચિ અને અયઃપાન. અને આ ઉપરાંત કેટલાકને મતે ખીજાં પણ સાત નરકા છે તે આક્ષારકર્દમ, રક્ષેાગણુભાજન, લપ્રેત, દદર્શક, અનિરોધન, પયેાવન, અને સૂચીમુખ, આમાંનાં ઘણાં નામે તા એવાં છે જે તે તે નરકમાં જીવાને કયાં પ્રકારનાં કષ્ટો છે તેની સૂચના આપી જાય છે.
બૌદ્ધ ષ્ટિએ પરલેાક
ભગવાન બુદ્ધે તા પેાતાના ધર્માંને આ લાકમાં જ ફળ દેનારી કહ્યો છે, અને તેમના પ્રાચીન ઉપદેશ જે મળે છે તેમાં સ્વર્ગ-નરક કે પ્રેતયેાનિ વિશે વિચારને સ્થાન જ નથી એમ કહીએ તા ચાલે, કઈ પણ જિજ્ઞાસુ જ્યારે બ્રહ્મલેાક જેવી પરાક્ષ બાબત વિશે પ્રશ્ન કરતા ત્યારે સામાન્ય રીતે ભગવાન દ્ધ એવી પરાક્ષ ખાળતાના વિચાર નહિ કરવા તેને સમજાવતા૪ અને પ્રત્યક્ષ દુઃખ, તેનાં કારણા અને દુઃખનિવારક માના ઉપદેશ આપતા. પરંતુ જેમ જેમ તેમના ઉપદેશેાએ એક ધર્મ અને દર્શીનનું રૂપ લેવા માંડયુ. તેમ તેમ આચાર્યાંને સ્વર્ગ-નરક-પ્રેત એ બધી પરાક્ષ વસ્તુઓના પણ વિચાર કરવા પડયા અને તેને બૌદ્ધ ધર્મીમા સ્થાન આપવું પડયું. કથાએની રચનાએમાં જે પ્રકારનું કૌશલ બૌદ્ધ પડિતાએ બતાવ્યું છે તે અજોડ છે. તેમનુ લક્ષ્ય સદાચાર અને નીતિની શિક્ષા આપવાનુ હતું. તેમણે જોયુ કે સદાચારમાં નિષ્ઠા ઉત્પન્ન કરવાનું સ્વર્ગનાં સુખા અને નરકનાં દુઃખાના કલાત્મક વન જેવું સાધન બીજું કાઈ નથી, એટલે તેમણે કથાએની રચના એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કરવા માંડી, અને તેમાં જે સફળતા તેમને મળી છે તે નજીવી નથી. આ કારણે બૌદ્ધ દનમાં પણ ધીરે ધીરે સ્વર્ગ-નરક-પ્રેતને વિચાર વ્યવસ્થિત થવા લાગ્યા. તે છેક અભિધમ્મકાળમાં હીનયાનમાં સ્થિર રૂપને પામ્યા, અને મહાયાનમાં પણ જરા જુદે રૂપે વ્યવસ્થિત થયેા.
૧. ાગદશન બ્યાસભાષ્ય, વિભૂતિપાદ ૨૬.
૨. ભાષ્યવાતિ કકારે પાતાલેને અવીચિ નરકની નીચે છે એમ જણાવ્યું છે, પણ તે. ભ્રમ
જણુાય છે.
૩. શ્રીમદ્ ભાગવત (હાયાનુવાદ), પૃ. ૧૬૪-૫ ચમસ્કંધ ૨૬, ૫-૩૬,
૪. આના ઉદાહરણ તરીકે બ્રહ્મસાકતા વિરો ભગવાન બુદ્ધે તવિજ્રસુત્તમાં જે કહ્યું છે તે પર્યાપ્ત છે. જુએ દીધનિકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org