________________
૧%
મનુષ્યના ભાવોમાં દેવત્વનું આજે પણ કરીને કેટલાક દેવો કપાયા છે; જેવા કે મન્ય, શ્રદ્ધા આદિ. વળી આ લોકના કેટલાક મનુષ્ય, પશુ અને જડ પદાર્થોને પણ દેવ માનવામાં આવ્યા છે, જેમકે મનુષ્યોમાં પ્રાચીન ઋષિએમાંથી મનું અથવા દહેંચ, અત્રિ, કર્વ કલ્સ અને કાવ્ય ઉષના-એ બધાને દેવ માનવામાં આવ્યા છે. પશુઓમાં દધિદા જેવા ઘોડામાં દેવી ભાવનું આરોપણ કરવામાં આવ્યું છે. જડ પદાર્થોમાં પર્વત, નદી જેવા પદાર્થોને પણ દેવ માનવામાં આવ્યા છે.
દેવોની પત્નીઓની કલ્પના પણ કરવામાં આવી છે, જેમકે ઇન્દ્રાણું આદિ. અને કેટલીક તે સ્વતંત્ર દેવીઓ પણ કપાઈ છે; જેમ કે ઉષા, પૃથવી, સરસ્વતી, રાત્રિ, વાફ, અદિતિ આદિ.
તે તે દેવો અનાદિકાળથી જ છે કે કયારેક જગ્યા છે એ બાબતમાં વેદમાં એકમાત્ય જણાતું નથી. પ્રાચીન કપના એવી હતી કે તેઓ ઘુ અને પૃથ્વીનાં સંતાનો છે. ઉષાને દેવાની માતા કહેવામાં આવી છે; પણ તે પોતે જ પછી ઘુની પુત્રી પણ છે. વળી અદિતિ અને દક્ષને દેવનાં માબાપ કહ્યાં છે. વળી અન્યત્ર તેમને અગ્નિ, સૂર્ય, ઈન્દ્ર અને વિષ્ણુ ઉપરાંત ઘુ અને પૃથ્વીને પણ જનક કહ્યો છે. વળી ધણુ દેવોને પરસ્પર પિતા-પુત્રભાવ પણ વર્ણિત મળે છે. આમ દેવોની ઉત્પત્તિ વિશે એક નિશ્ચિત મત અશ્વેદમાં ઉપલબ્ધ નથી થતા, છતાં સામાન્ય રીતે બધા દેવો વિશે કયારેક તેઓ ઉત્પન્ન થયા છે એવા ઉલ્લેખો મળતા હોઈ એમ માની શકાય કે તેઓ અનાદિ નથી, તેમજ સ્વતઃ-સિદ્ધ પણ નથી.
વળી દેવ અમર છે એમ વારંવાર વેદમાં કહેવામાં આવ્યું છે. પરંતુ બધા દેવો અમર છે અથવા તો અમરત્વ તેમને સ્વાભાવિક ધર્મ છે એવું નથી મનાયું, કારણ કે દેવ સેમ પીવાથી અમર થયા છે એમ કથન છે, ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે અમિ અને સવિતાએ દેવોને અમરત્વની ભેટ આપી છે.
દેવોની ઉત્પત્તિમાં પણ પૂર્વાપરભાવનું* એક તરફ વર્ણન છે તે બીજી તરફ કહેવામાં આવ્યું છે કે દેવામાં કઈ બાલ કે કુમાર નથી, બધા જ સરખા છે. પણ શક્તિની દષ્ટિએ વિચાર કરીએ તો દમાં વિષમ્યને પાર નથી. પણ એક વાતે બધા સરખા છે જ અને તે તેમની પરોપકારવૃત્તિ છે. છતાં પણ એ વૃત્તિ આર્યો પ્રત્યે જ માનવામાં આવી છે, દાસ-દસ્ય પ્રત્યે નહિ, દેવ યજ્ઞ કરનારને બધા પ્રકારની ભૌતિક સંપત્તિ આપવાને સમર્થ મનાય છે; સમસ્ત વિશ્વના નિયામક અને સારાં-નરસાં કાર્યો પ્રત્યે દષ્ટિ દેનાર તેઓ મનાય છે. દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શક્તિ કઈ પણ મનુષ્યમાં છે નહિ. તેઓ જ્યારે તેમના નામને યજ્ઞ કરવામાં આવે છે ત્યારે ઘુ લોકમાંથી રથ પર ભૂમિમાં આવીને બેસે છે. અધિકાંશ દેવનું નિવાસસ્થાન ઘુલોક છે અને સામાન્ય રીતે ત્યાં તેઓ હળીમળીને રહે છે. તેઓ સોમપાન કરે છે અને મનુષ્ય જે આહાર કરે છે. જેઓ યજ્ઞ કરી તેમને
૩. સેવાનાં પિતા-ઋગ્વદ
હેવાનાં માતા-ઋગ્વદ. ૧, ૧૧૩. ૧૯ ૨. સર્વેદ ૧, ૩૦. ૨૨ ૨, ૨૬, ૩
૪. ઋગ્વદ ૧૦૧૦૯, ૪; ૭. ૨૧. ૭, ૫. ઋગ્વદ ૮, ૩૦. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org