________________
૧૩૬
૫. સંક્રમણ-સંક્રમણ વિશે વિસ્તારથી પ્રસ્તુત ગ્રન્થમાં નિરૂપણ છે જ.૧ એક કર્મ પ્રકૃતિના પુદગલનું પરિણમન બીજી સજાતીય પ્રકૃતિ રૂપે થઈ જવું તે સંક્રમણ કહેવાય છે. સામાન્ય રીતે ઉત્તર પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમણ થાય છે, મૂલ પ્રકૃતિઓમાં થતું નથી, આમાં જે અપવાદે છે તે વિશે પ્રસ્તુત પ્રસ્થમાં કહેવામાં આવ્યું જ છે.
૬. ઉદય-કર્મ પિતાનું જે ફલ દે છે તે તેને ઉદય કહેવાય છે. કેટલાંક કર્મ પ્રદેશદયવાળાં હોય છે એટલે કે તેના પુદગલો ઉદયમાં આવીને નિર્જરી જાય છે, તેનું કશું જ ફલ હેતું નથી; પણ કેટલાકને પ્રદેશોદય સાથે વિપાકેદય પણ હોય છે, એટલે કે તે પોતાની પ્રકૃતિ પ્રમાણે ફળ આપીને જ નષ્ટ થઈ જાય છે.
૭. ઉદીરણા–નિયતકાલથી પહેલાં કર્મનું ઉદયમાં આવવું–તે ઉદીરણું કહેવાય છે. જેમ પ્રયત્ન પૂર્વક ફલોને તેના નિયતકાલથી પણ પહેલાં પકવી શકાય છે તેમ બધાયેલા કર્મને પણ નિયતકાલ પહેલાં ભોગવી શકાય છે. સામાન્ય રીતે જે કર્મને ઉદય ચાલતો હોય તેના સજાતીય કર્મની જ ઉદીરણું થઈ શકે છે.
૮. ઉપશમન-કર્મની એ અવસ્થા જેમાં તેને ઉદય, કે ઉદીરણ થઈ શકે નહિ; પણ અપવર્તન
અને સંક્રમણ થઈ શકે તે ઉપશમન, સાર એ છે કે કમેને ઢંકાયેલા અગ્નિની જેવું બનાવી દેવું જેથી તે અગ્નિની જેમ ફળ આપી શકે નહિ. પણ જેમ અગ્નિ ઉપરથી આવરણ હટી જાય તે પુનઃ તે બાળવા સમર્થ છે, તેમ કર્મની એ અવસ્થા સમાપ્ત થાય એટલે પાછું તે ઉદયમાં આવીને ફળ આપે છે.
. નિધત્તિ– કર્મની એવી અવસ્થા જેમાં તે ઉદીરણું અને સંક્રમણને અયોગ્ય હોય છે, જો કે ઉદ્વર્તન અને અપર્વતન તો તેમાં થઈ શકે છે. : ૧૦. નિકાચના-કર્મની એવી અવરથા જેમાં ઉર્તન, અપવર્તાન, ઉદીરણા અને સંક્રમણને સંભવ જ ન હોય. અર્થાત આવા કર્મને જે રૂપે બાંધ્યું હોય તે જ રૂપે ભગવ્યા વિના છુટકારો થતો નથી.
કર્મની ઉક્ત અવસ્થાઓનું વર્ણન બીજાં દર્શનના ગ્રન્થમાં શબ્દશઃ મળતું નથી, પણ તેમાંની કેટલીક અવસ્થાને મળતી વિગતો પ્રાપ્ત થાય છે.
રગદર્શનમાં જે નિયતવિપાકી કર્મ કહેવાય છે તે જૈનસંમત નિકાચન જેવાં સમજવાં જોઈએ. ગદર્શનની આવાગમન પ્રક્રિયા એ જૈનસંમત સંક્રમણ છે. યોગસંમત અનિયત વિપાકી કર્મોમાં એવાં કેટલાંક છે જે ફળ દીધા વિના જ નષ્ટ થઈ જાય છે; આની તુલન જનસંમત પ્રદેશોદય સાથે થઈ જાય છે.
ગદર્શનમાં કલેશાની પ્રસુપ્ત, તનુ, વિછિન અને ઉદાર એવી ચાર અવસ્થા સ્વીકારી છે. તેની તુલના ઉપાધ્યાય યશોવિજયજીએ જૈનસંમત મેહનીય કર્મની સત્તા, ઉપશમ-ક્ષપશમ, વિરોધી પ્રકૃતિના ઉદયાદિ વડે વ્યવધાન, અને ઉદય સાથે ક્રમશઃ કરી છે.૪
૧. ગા૦ ૧૯૩૮ થી- ૨. એગદર્શનભાષ્ય ૨. ૧૩ ૩. એગદર્શન ૨૪. ૪. ચોગદર્શન (૫, સુખલાલજી) પ્રસ્તાવના, પૃ. ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org