________________
૧૧૮
સમર્થન આચાર્ય હરિભદ્દે પણ પોતાના શાસ્ત્રવાર્તાસમુરચયમાં કર્યું છે. એ ઉપરથી જણાય છે કે જેના પણ કર્મને જ એક માત્ર નથી માનતા, પણ ગૌણુમુખ્યભાવે કાલા દિ બધાં કારણેને માને છે.
આચાર્ય સમન્તભદ્ર દેવ-કર્મ અને પુરુષાર્થ વિશે પણ એકાંતદષ્ટિનો ત્યાગ કરીને અનેકાંતદષ્ટિ સ્વીકારવી જોઈએ એમ પ્રતિપાદન કર્યું છે. જ્યાં મનુષ્ય બુદ્ધિપૂર્વક પ્રયત્ન કર્યો ન હોય છતાં પણ જો તેને ઈષ્ટ અને અનિષ્ટના પ્રાપ્તિ હોય તે ત્યાં પ્રધાનપણે દેવને સ્વીકાર કરવો જોઈએ, કારણ કે તેમાં પુરુષપ્રયત્ન ગૌણ છે અને દેવ પ્રધાન છે. તે બને એકમેકનાં સહાયક થઈને જ કાર્ય નિષ્પન કરે છે. પણ જ્યાં બુદ્ધિપૂર્વકના પ્રયત્નથી ઈષ્ટાનિષ્ટની પ્રાપ્તિ હેય ત્યાં સ્વપુરુષાર્થને પ્રાધાન્ય આપવું જોઈએ અને દેવ-કર્મને ગૌણ માનવું જોઈએ. આ રીતે આચાર્ય સમંત દેવ અને પુરુષાર્થને સમનવય કર્યો છે.૨
કર્મનું સ્વરૂપ કર્મના સામાન્ય અર્થ ક્રિયા થાય છે અને એ જ અર્થ વેદથી માંડીને બ્રાહ્મણકાળ પર્યંત વૈદિક પરંપરામાં જોવામાં આવે છે. યજ્ઞયાગાદિ નિત્ય નૈમિત્તિક ક્રિયાને એ પરંપરામાં “કેમ” નામે ઓળખાવવામાં આવે છે. એ કમેં દેવની પ્રીત્યર્થે આચરવામાં આવતાં અને તેથી દેવે આચરનારની મનેવાંછને પૂર્ણ કરતા એમ મનાતું. જૈન પરંપરામાં પણ કર્મ એટલે ક્રિયા એ અર્થ સ્વીકૃત છે જ, પણ માત્ર એ જ અર્થ સ્વીકૃત નથી. સંસારી જીવની પ્રત્યેક ક્રિયા-પ્રવૃત્તિ એ તે કર્મ છે જ, પણ જૈન પરિભાષામાં એને ભાવકર્મ કહેવામાં આવે છે; અને એ ભાવકર્મ અર્થાત જીવની ક્રિયા દ્વારા જે અજીવ દ્રવ્ય-પુદગલ દ્રવ્ય આત્મા સાથે સંસર્ગમાં આવી આત્માને બંધનબદ્ધ કરે છે તેને દ્રવ્યકમ કહેવામાં આવે છે. દ્રવ્યકર્મ એ પુદગલ દ્રવ્ય છતાં તેને કમ-સંજ્ઞા ઉપચારથી સમજવાની છે, કારણ કે તે આત્માની કિયા-કમથી ઉત્પન્ન થાય છે તેથી તેને પણ કર્મ કહેવામાં આવે છે. અહીં' કાર્યમાં કારણને ઉપચાર છે. એટલે કે જેના પરિભાષા પ્રમાણે કર્મ બે પ્રકારનાં છે: ભાવકર્મ અને દ્રવ્યકર્મ. જીવની ક્રિયા એ ભાવક છે અને તેનું ફલ તે દ્રવ્યકર્મ છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મમાં કાર્યકારણભાવ છે: ભાવકર્મ એ કારણ છે અને દ્રવ્ય કર્મ એ કાર્ય છે. પણ એ કાર્યકારણભાવ કૂકડી અને ઈંડાના કાર્યકારણભાવ જેવો છે. જેમ કૂકડીમાંથી ઈડુ થાય છે એટલે કૂકડી એ કારણ છે અને ઇંડુ એ કાર્ય છે; છતાં કઈ પૂછે કે કૂકડી પહેલી કે ઈંડુ પહેલું તો એને ઉત્તર આપી શકાતો નથી, કારણ કે કૂકડીથી ઈડું થાય છે એ સાચું છે છતાં કૂકડી પણ ઈડામાંથી જ ઉત્પન્ન થયેલી છે, એટલે તે બન્નેમાં કાર્યકારણભાવ છતાં કણું પહેલું એ કહી શકાતું નથી, પરસ્પરને કાર્યકારણુભાવ સંતતિની અપેક્ષાએ અનાદિ છે. તેવી જ રાત ભાવકર્મથી દ્રવ્યકર્મ થાય છે, એટલે ભાવકર્મને કારણ અને દ્રયકર્મને કાર્ય કહેવામાં આવે છે. પરંતુ ભાવકર્મની નિષ્પત્તિ પણ જે દ્રવ્યકમ ન હોય તે થતી નથી, એટલે ભાવકનું પણ કારણ १. अतः कालादयः सर्वे समुदायेन कारणम् । गर्भादेः कार्य जातस्य विज्ञेया न्यायवादिमिः । ન વૈત વેદ કવચિત્ ઇિંવિદ્યતે | રમાતું સર્વસ્વ વાર્યસ્થ કામથી ઘનિયા મતા |
શાસ્ત્રવા૦ ૨, ૭૯-૮૦. ૨. આમીમાંસા –કા૦ ૮૮–૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org