________________
૧૧૯
દ્રવ્યકર્મ છે. આ રીતે ઈડા અને કૂકડીની જેમ ભાવકર્મ અને દ્રવ્યકમને પણ પરસ્પર અનાદિ કાર્યકારણભાવ સંતતિની દૃષ્ટિએ છે.
ભાવક અને દ્રવ્યકર્મને સંતતિની દષ્ટિએ અનાદિ કાર્યકારણુમાવ છે છતાં વ્યક્તિશઃ વિચારવામાં આવે તે કોઈ એક દ્રવ્યકમનું કારણ કેઈ એક ભાવકર્મ જ બનતું હે ઈ તેમાં પૂર્વાપરભાવ નિશ્ચિત કરી જ શકાય છે, કારણ કે જે એક ભાવકમથી જે વિશેષ વ્યકર્મ ઉત્પન્ન થયું છે તે તે તે ભાવકર્મનું કાર્ય જ છે, કારણ નથી. આ પ્રમાણે વ્યક્તિની દષ્ટિએ પૂર્વાપરભાવ છતાં જાતિની દષ્ટિએ પૂર્વાપર ભાવ ન હોવાથી બને અનાદિ છે એમ જ માનવું પડે છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે ભાવકર્મથી દ્રવ્યકર્મ ઉત્પન્ન થાય છે એ તો સમજી શકાય તેવું છે, કારણ કે જીવના જે રાગ-દ્વેષ મેહનાં પરિણમે છે તેને જ કારણે તે દ્રવ્યકર્મથી બંધાય છે અથવા તો સંસારી બને છે; પણ ભાવકર્મની ઉત્પત્તિમાં પણ દ્રવ્યકમને શા માટે કારણ માનવું ? આને ખુલાસે એ કરવામાં આવે છે કે દ્રવ્યકમ વિના પણ જો ભાવકર્મા ઉત્પન થઈ શકતાં હોય તો તો મુક્ત જીવને પણ ભાવકમ ઉત્પન થઈને ફરી સંસાર થાય; અને જો એમ બનતું હોય તે સંસાર અને મોક્ષમાં કાંઈ ભેદ જ ન રહે. સંસારી જીવને જે સી બંધગ્યતા છે તેવી મુક્ત જીવને પણ માની પડે. અને જે એમ મનાય તો કોઈ મુક્ત થવા શા માટે પ્રયત્ન કરે ? એટલે માનવું પડે છે કે મુક્તને દ્રવ્યકર્મ નહિ હોવાથી ભાવકર્મ પણ નથી, અને સંસારીને દ્રવ્યકર્મ હોવાથી ભાવકર્મની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે ભાવ કર્મથી દ્રવ્ય અને દ્રવ્યકર્મથી ભાવકમ એમ અનાદિ કાળથી બનેની ઉત્પત્તિ હોવાથી જીવને સંસાર અનાદિ છે.
ભાવકર્મ દ્રવ્યકર્મથી ઉત્પન્ન થાય છે તેથી તે તેનું કાર્ય છે એમ એ બંનેના જે કાર્યકારણભાવ કહેવામાં કાર્યો છે તેનું સ્પષ્ટીકરણ પણ આવશ્યક છે, માટીને પિંડ ઘડાને આકાર ધારણ કરે છે તેથી માટી ઉપાદાન કારણ કહેવાય છે; પણ જો કુંભાર ન હોય તો માટીમાં ઘડો બનાવવાની યોગ્યતા છતાં તે ઘડી બની શકતી નથી, માટે ઘડાની ઉત્પત્તિમાં જેમ કુંભાર નિમિત્ત કારણ કહેવાય છે તે જ પ્રમાણે પુદગલમાં કર્મરૂપે પરિણત થવાની યોગ્યતા હોવાથી પુદગલ એ કર્મનું ઉત્પાદન કારણ છે; પરંતુ પુદગલમાં કર્મરૂપે પરિણુત થવાની યોગ્યતા હોવા છતાં જીવના ભાવકર્મ વિના તે કર્મરૂપ બની શકતું નથી તેથી ભાવકને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. આ જ પ્રમાણે દ્રવ્યકર્મ પણ ભાવકર્મનું નિમિત્ત કારણ છે એમ સમજવું જોઈએ; એટલે કે દ્રવ્યકર્મ અને ભાવકર્મનું ઉપાદાને પાદેયરૂપ નહિ, પણ નિમિત્ત-નેમિત્તિકરૂપ કાર્યકારણભાવ છે.
ભાવકર્મ એ સંસારી આત્માની પ્રવૃત્તિ અથવા તે ક્રિયાનું નામ છે. તે હવે પ્રશ્ન એ થાય છે કે તેની કઈ કિયા ભાવકમ કહેવામાં આવે છે ? ક્રોધ, માન, માયા, લાભ-એ ચાર કષાયરૂ૫ આત્માનાં જે અત્યંતર પરિણામે છે તે ભાવક છે. અથવા તે રાગ, દ્વેષ, મેહરૂ૫ આત્માનાં જે આત્યંતર પરિણામે છે તે ભાવકર્મ કહેવાય છે. સંસારી આત્મા સદા સશરીર હોય છે તેથી તે આત્માની પ્રવૃત્તિ મન, વચન કે કાયના આલંબન વિના સંભવતી નથી. એટલે આત્માનાં કષાયપરિણામ કે રાગ, દુષ મોહનાં પરિણામ અર્થાત આત્માની એ આત્યંતર પ્રવૃત્તિને આવિર્ભાવ મન, વચન અને કાયની પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org