________________
૧૧.
કહ૫વામાં આવે છે. આ અનાદિ સંસારને સિદ્ધાંત, જેને પછીનાં બધાં વેદિક દર્શનેએ અપનાવ્યો છે તે, દર્શનેની ઉત્પત્તિ પહેલાં પણ જૈન પરંપરામાં અને બૌદ્ધ પરંપરામાં વિદ્યમાન છે, જ્યારે વેદ કે ઉપનિષદમાં પણ તે સર્વસંમત સિદ્ધાંત તરીકે સ્વીકારાયે નથી એ જ સિદ્ધાન્તનું મૂળ વેદબાહ્ય પરંપરામાં સૂચવે છે. એ વેદબાહ્ય પરંપરા તે ભારતમાં આર્યોના આગમન પહેલાનાં નિવાસીએની તો છે જ અને એમની જ એ માન્યતાને સંપૂર્ણ વિકાસ વિદ્યમાન જૈન પરંપરામાં ઉપલબ્ધ થાય છે.
જૈન પરંપરા તો પ્રાચીન કાળથી જ કર્મવાદી છે; તેમાં દેવવાદને કદી સ્થાન મળ્યું જ નથી. આથી જ કર્મવાદની જે પ્રકારની વ્યવસ્થા જૈનેના ગ્રન્થમાં મળે છે તે પ્રકારની વિસ્તૃત વ્યવસ્થા અન્યત્ર દુર્લભ છે. જીવન ચડતા ઊતરતા જેટલા પ્રકાર સંભવે છે અને એક જ જીવની સંસારની આધ્યાત્મિક દૃષ્ટિએ નિકષ્ટતમ અવસ્થાથી માંડીને તેના વિકાસનાં જે પગથિયાં છે તે બધામાં કમ કે ભાગ ભજવે છે અને તે દૃષ્ટિએ કર્મનું જે વૈવિધ્ય છે તેનું વિસ્તૃત શાસ્ત્રીય નિરૂપણ પ્રાચીન કાળથી જેવું પરંપરામાં છે તેવું અન્યત્ર દુર્લભ છે, તે સૂચવે છે કે કર્મ વિચારને વિકાસ જૈન પરંપરામાં છે અને તેને વ્યવસ્થિત રૂપ પણ એ જ પરંપરામાં મળ્યું છે. જેના એ વિચારના સ્ફલિંગ અન્યત્ર ગયા છે અને તેથી જ બીજાઓની વિચારધારામાં પણ નવું તેજ પ્રગટયું છે.
વાદકે યજ્ઞની ક્રિયાની આસપાસ જ બધું ગોઠવે છે એટલે તેમની મૌલિક વિચારણાને પાયે જેમ યજ્ઞક્રિયા છે, તેમ જેને કર્મની આસપાસ જ બધું ગોઠવતા હોવાથી તેમની મૌલિક વિચારણને પાયો કર્મવાદમાં છે.
જ્યારે કર્મવાદીઓ સાથે દેવવાદી બ્રાહ્મણોને સંપર્ક થયો હશે ત્યારે એકાએક તો દેવવાદને સ્થાને કર્મવાદને બેસાડી દેવાનું બન્યું નહિ હોય. પ્રથમ તો જેમ આત્મવિઘાને ગૂઢ અને એકાંતમાં ચર્ચવા યોગ્ય માનવામાં આવી હતી તેમ કર્મવિદ્યાને પણ રહસ્યમય અને એકાંતમાં ચર્ચવા એવી માની હશે. આત્મવિદ્યાને કારણે યજ્ઞોમાંથી જેમ લેકેની શ્રદ્ધા મંદ પડી ગઈ હતી તેમ કર્મ. વિદ્યાને કારણે દેવોમાંથી શ્રદ્ધા ક્ષીણ થવાનો સંભવ હતો. આવા જ કોઈ કારણે યાજ્ઞવલ્કય જેવા દાર્શનિક આર્તભાગને એકાંતમાં લઈ જાય છે અને કર્મનું રહસ્ય સમજાવે છે, અને કમની જ પ્રશંસા કરીને કહે છે કે પુણ્ય કરવાથી માણસ સારો થાય છે અને પાપ કરવાથી નઠારે થાય છે.?
વિદિક પરંપરામાં યજ્ઞકર્મ અને દેવ એ બનેની માન્યતા હતી તેમાં જ્યારે દેવ કરતાં કમનું જ મહત્તવ મનાયું ત્યારે જે લેકેએ યજ્ઞ ઉપર જ ભાર આપ્યો તેમણે યજ્ઞ અને કર્મવાદને સમન્વય કરીને યજ્ઞને જ દેવ બનાવી દીધા, અને યજ્ઞ એ જ કર્મ છે અને તેથી બધું ફળ મળે છે એમ માનવા લાગ્યા. દાર્શનિક વ્યવસ્થાકાળમાં આ લોકોની પરંપરા મીમાંસાદર્શન નામે પ્રસિદ્ધ થઈ. પરંતુ વૈદિક પરંપરામાં યજ્ઞના વિકાસ સાથે સાથે દેવોની વિચારણામાં પણ વિકાસ થયો હતો. અને પ્રાચીન કાળના અનેક દેવોને સ્થાને બ્રાહ્મણ કાળમાં એક પ્રજાપતિ દેવાધિદેવ મનાવા લાગ્યા હતા. જે લેકે એ દેવાધિદેવની શ્રદ્ધાથી ચલિત ન થયા તેમની પરંપરામાં પણ કર્મવાદને સ્થાન તો મળ્યું જ છે અને એમણે
૧. બૃહદારણ્યક ઉ૦ ૩-૨-૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org