________________
૯૪
સાંખ્યાના આ વાદને કેટલાંક ઉપનિષદ્વાકયોનેા પણ ટકા છે.પ એટલે આત્મફ્રૂટસ્થવાદ જૂને છે એમ પણ આપણે કહી શકીએ.
(૬) નૈયાયિક–વૈરોબિકાના નિત્યવાદ
નૈયાયિક અને વૈશેષિકા દ્રવ્ય અને ગુાને ભિન્ન માને છે. એટલે આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિચુાને સ્વીકાર કર્યા છતાં નાનાદિની અનિત્યતાને કારણે આત્માને અનિત્ય માનવા તેઓને મતે જરૂરી નથી. તેથી વિરુદ્ધ જૈને આત્મદ્રષ્યમાં જ્ઞાનાદિ ગુણાના અભેદ સ્વીકારતા હેાવાથી ગુણાની અસ્થિરતાને કારણે આત્માને પણ અસ્થિર-અનિત્ય કહે છે.
(ફૅ) ૌદ્ધ સંમત અનિત્યવાદ
બૌદ્ધને મતે વે-પુદ્ગલા અનિત્ય છે. પ્રત્યેક ક્ષણમાં વિજ્ઞાન વગેરે ચિત્તક્ષણેા નવા નવા ઉત્પન્ન થાય છે અને પુદગલે એ વિજ્ઞાનક્ષાથી જુદા તા નથી એટલે તેઓને મતે પુદ્ગલ-જીવ અનિત્ય છે તેમ મનાયું છે. પણ એક પુદ્ગલની સંતતિ અનાદિકાળથી ચાલી આવે છે અને આગળ પણ ચાલવાની છે એટલે દ્રવ્યનિત્યતા નહિ પણ સ ંતતિનિત્યતા તા બૌદ્ધોને પણુ અભીષ્ટ છે એમ માનવું જોઈએ. કા - કારણની પરંપરાને સતિ કહેવાય છે. એ પરંપરા કદી તૂટી નથી, અને ભવિષ્યમાં પણ ચાલુ રહે જ છે. કેટલાક બૌદ્ધોને મત નિર્વાણુસમયે એ પરંપરા સમાપ્ત થાય છે. પણ બીજા કેટલાક બૌદ્ધોને મતે વિશુદ્ધ ચિત્તપરંપરા કાયમ રહે છે. એટલે એમની અપેક્ષાએ સંતતિનિત્યતા બૌદ્ધોને અભીષ્ટ છે એમ કહી શકાય છે.
(૩) વેદાન્તમ’મત જીવની પરિણામી નિત્યતા
યદ્યપિ વેદાન્તમાં બ્રહ્માત્મા-પરમાત્માને એકાંત નિત્ય માનવામાં આવ્યા છે, પણ જીવાત્મા વિશેનાં જે નાનાં મ ંતવ્યેા છે તે વિશે આગળ કહેવાઈ ગયુ છે તદનુસાર શાંકર મતમાં જીવાત્મા માયિક છે. તે અનાદિકાલીન અજ્ઞાનને કારણે અદિતા છે, પણ અજ્ઞાનના નાશ સાથે બ્રહ્મકય અનુભવે છે. જીવભાવ નષ્ટ થઈ જાય છે, એટલે કલ્પના કરી શકાય કે માયિક જીવ બ્રહ્મરૂપે નિત્ય છે અને માયારૂપે અનિત્ય છે.
શકરાચાર્ય સિવાયના લગભગ બધા વેદાન્તીએ બ્રહ્મના વિવત નહિ પણ પરિણામ સ્વીકારે છે, એ દૃષ્ટિએ જીવાત્માને પરિણામી નિત્ય કહેવા જાઈએ. જૈન અને મીમાંસકને પરિણામી નિત્યવાદ અને વેદાન્તીએના પરિણામી નિત્યવાદ છે, પણ ખન્નેમાં ભેદ એ છે કે જૈન-મીમાંસકને મતે જીવે સ્વતંત્ર છે અને તેએનુ પરિણમન થયા કરે છે, પણ વેદાન્તીઓના પરિણામી નિત્યવાદમાં જીવ અને બ્રહ્મની અપેક્ષાએ પરિણામવાદ સમજવાના છે, એટલે કે બ્રહ્મનાં વિવિધ પરિણામે એ જીવે છે.
જીવને સર્વથા નિત્ય માનવામાં આવે કે અનિત્ય, પણ બધા દાનિાએ પેાતપોતાની ઢબે સ ંસાર અને મેાક્ષની ઘટના તા કરી જ છે, એથી નિત્ય માનનારને મતે તેની સર્વથા એકરૂપતા અને અનિત્ય માનનારને માટે તેના સથા ભેદ ટકી શકતા નથી; એટલે પરિણામી નિત્યવાદ ૪ સંસાર અને અને મેક્ષની કલ્પના સાથે વધારે સંગત છે. અને એને જ સ્વીકાર જૈન, મીમાંસક અને વેદાન્તના શ કરતર વ્યાખ્યાતાઓએ કર્યો છે.
પૃ. ૩૪ ૧, ૨, ૧૯-૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org