________________
ચૈતન્યરૂપ જ રહે એમ માનવું પ્રાપ્ત હતું. એટલે પુરુષને જ્યારે કેવલ્યલાભ થાય છે ત્યારે તે
માત્ર શુદ્ધ ચૈતન્યરૂપ છે એમ સાંખ્યાએ માન્યું છે. આ રીતે મુક્તાત્મા એ તેના વિશુદ્ધ ચૈતન્ય* સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે એ બાબતમાં સાંખ્ય, યોગ, ન્યાય-વૈશેષિકેને તો એકમત છેજ, પણ જેને
પણ એમને એ મતથી જુદા નથી, એ વસ્તુ પ્રસ્તુત ગણધરવાદના વાચકથી અજાણ નહિ રહે.
મુક્તાત્મા વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હોય છે એટલી સામાન્ય માન્યતામાં અકય છતાં વિચારમાં થડે જે મતભેદ છે તેનો નિર્દેશ પણ કરવો આવશ્યક છે. ઉપનિષદોમાં બ્રહ્મને માત્ર ચૈતન્ય સ્વરૂ૫ નહિ પણ આનંદરૂપ પણ કહ્યું છે. નૈયાયિકાએ મુક્તાત્મામાં નહિ પણ ઈશ્વરમાં આનંદનું પણ અસ્તિત્વ માન્યું છે, બૌદ્ધોએ નિર્વાણમાં આનંદનું અસ્તિત્વ સ્વીકાર્યું છે, અને જેનેએ આનન્દ ઉપરાંત, તૈયાયિકેના ઈશ્વરની જેમ, શકિત-વીર્ય પણ સ્વીકાર્યું છે. વળી ચેતન્ય એટલે જ્ઞાન-દર્શનશકિત એમ જેને સ્વીકારે છે, પણ ન્યાય-વૈશેષિકેને મત મુકતાત્મામાં જ્ઞાન-દર્શન તે હોતાં નથી. સાંખ્યને મતે ચિત શકિત એ પુરુષમાં છે તો તેમાં જ્ઞાન નથી, પણ દ્રષ્યત્વ છે. આ બધા મતભેદો એવા નથી જેને સમનવય ન થઈ શકે.
આનંદનું મુકતાત્મામાં જ્ઞાનથી જુદું એવું શું સ્વરૂપ છે એને વિચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે છેવટે એ જ ફલિત થાય છે કે આનંદ પણ જ્ઞાનને જ એક પર્યાય છે એમ સ્પષ્ટરૂપે જૈનાચાર્યોએ સ્વીકાર્યું છે અને બૌદ્ધ દાર્શનિકેએ પણ જ્ઞાન અને સુખ એ બંનેને સર્વથા ભિનન નથી માન્યાં. વેદાનતને મને પણ એક અખંડ બ્રહ્મતત્વમાં વસ્તુતઃ જ્ઞાન, આનંદ, ચૈતન્ય એ બધાને ભેદ કરે એ અદ્વૈતને જ વિરોધ કરવા જેવું બને. ચૈતન્ય અને જ્ઞાન એ બેને ભેદ તૈયાયિક કરે છે, પણ જ્યારે આપણે તેમને નિત્યમુક્ત ઈશ્વરમાં નિત્ય જ્ઞાનને સ્વીકાર સાંભળીએ છીએ ત્યારે માનવું પડે છે કે તેઓ પણ એ ભેદને સર્વથા વળગી રહી શકયા નથી. વળી મુકતાત્મા ચેતન છતાં જ્ઞાનહીન હોય તો એ રીતનું સ્વરૂપ કેવું માનવું એ પણ એક પ્રશ્ન રહે છે. આપણે મૈત્રેયીન યાજ્ઞવલકયે જે કહ્યું કે-જન તક્ષ્ય સંજ્ઞા અસ્તિ’ મર્યા પછી તેની કોઈ સંજ્ઞા નથી-તેને સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરીએ તે ' આનું સમાધાન થઈ જાય છે. આ અવસ્થા એવી છે કે જેનું કશું જ નામ આપી શકાય તેમ છે જ નહિ. એને જે જ્ઞાન કહીએ તે જ્ઞાન વિશેને સામાન્ય લકને જે ખ્યાલ છે તે જ તેઓના મનમાં આવે એટલે કે ઇન્દ્રિયે વડે કે મન વડે થનારું' જ્ઞાન, પણ મુકતાત્મામાં એ સાધને તે છે નહિ એટલે તેમના જ્ઞાનને જ્ઞાન કેવી રીતે કહેવું ? આત્મા સ્વયંપ્રતિષ્ઠિત છે. તે બહાર શા માટે જુએ, બહિર્વત્તિ શા માટે થાય ? અને એ જે બહિર્શતિ ન થાય તો તેને જ્ઞાની કહેવા કરતાં ચૈતન્યઘન કહે એ જ વધારે યુક્ત છે.નયાયિકાએ જ્ઞાનની વ્યાખ્યા એવી કરી છે કે આત્માને મન સાથે સન્નિકર્ષ અને પછી ઈન્દ્રિય અને તે દ્વારા બાહ્ય અર્થે સાથે સંનિકર્ષ થાય ત્યારે જ્ઞાન થાય. જ્ઞાનની જે આ જ વ્યાખ્યા મૈયાયિકની હોય તે મુકતાવસ્થામાં તેઓ જ્ઞાનને ન માને એ જ અર્થાત પ્રાપ્ત છે. એટલે કે જ્ઞાનની પરિભાષા જ તેમની જુદી છે. પરિભાષાના ભેદને કારણે તત્વમાં તે કશો જ ભેદ નથી પડતા. અન્યથા તૈયાયિકને મતે જડ પદાથ અને ચેતન્ય પદાર્થોમાં શે ભેદ રહે ? એટલે માનવું રહ્યું કે જડથી ભેદક કઈ તત્વ આત્મામાં છે જ જેને કારણે તેને નેયાયિકોએ ચેતન કહ્યો છે. એ તત્વ તે ચૈતન્ય છે. અને આત્માને
૧. સર્વાર્થસિદ્ધિ ૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org