Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
12
• પ્રસ્તાવના -
છે. એકવાર તે મથાળા પણ અવશ્ય વાંચી લેવા.
બીજા ભાગની ઢાળ અંગે કેટલીક વિશેષતાઓ જોઈએ. * ૪ થી ઢાળની પ્રથમ ગાથામાં – એક વસ્તુમાં ભેદભેદ માનવામાં વિરોધાદિ સત્તર દોષોનું નિરૂપણ
કર્યું છે. તો ત્રીજી ગાથામાં તે દોષોનું માર્મિક અને વિસ્તૃત રીતે નિરાકરણ પણ કર્યું છે. * પૃ. નં. ૪૦૩-૪૦૪ માં દ્રવ્ય-ગુણમાં ભેદભેદ છે તો દ્રવ્ય-પર્યાયમાં પણ ભેદાભેદની વાત ટાંકી છે. * પૃ. ૪૩૮ પર પર્યાયનો નાશ થયો છતાં તેમાં પર્યાયીનો નાશ નથી. * પૃ. ૪૫૦ માં અન્ય દર્શનકારોના મતે પણ ભેદભેદની સિદ્ધિ પ્રસિદ્ધ કરી છે. * પૃ.૫૯૮ ઉપર જ્ઞાનાત્મક નયનું અને શબ્દાત્મક નયનું અતિસુંદર વર્ણન કરેલ છે. * નયના સામાન્ય વિવેચનમાં એમ કહેવાય છે કે કોઈ પણ નય બીજા કોઈ પણ નયનો અપલાપ નથી કરતો, ને સ્વીકાર પણ નથી કરતો. જ્યારે પૃ. પ૬૮ ઉપર “એક નય બીજા નયનો અપલાપ ન કરે. પણ બીજા નયનો ગૌણભાવે સ્વીકાર કરે’ - આ મતલબની વાતમાં ગૌણભાવે સ્વીકાર કરવાની ખૂબી પણ અતિસુંદર છે. * પૃ. ૬૧૦-૬૧૧માં સુનય, દુર્નય, સાપેક્ષનય, નિરપેક્ષનય, ગૌણનય, લૌકિકસંકેત નયસંકેત વગેરે વગેરે ભિન્ન રીતે નયની વાતો મજાની જણાવી છે.
આવી વિશેષતાઓ ઉપરાંત અલગ-અલગ ભંડારની પ્રગટ-અપ્રગટ (પ્રિન્ટેડ-અનપ્રિન્ટેડ) અનેક પ્રતિઓના આધારે ગ્રંથને સમૃદ્ધ બનાવવા ગણિવર્યશ્રીએ પૂરતો પ્રયત્ન કર્યો છે. વર્તમાન કાળમાં વિભિન્ન ભંડારોની પ્રત-પ્રાપ્તિ સુલભ બની રહી છે. જેથી વિદ્વજ્જનો સફળ પુરુષાર્થ આદરી શકે છે.
પૂર્વ કાળમાં પૂ. વિનયવિજયજી મ., પૂ. વીરવિજયજી મ., પૂ. આનંદસાગરસૂરિજી મ. વગેરેના સમયમાં પ્રત-પ્રાપ્તિ દુર્લભ હતી. માંડ માંડ પ્રત મળતી. ક્યારેક વળી ક્રમશઃ થોડા થોડા પૃષ્ઠ કરીને પ્રત મળતી. જેથી જુદા જુદા ભંડારોની પ્રત મેળવીને સંશોધન કરવું દુષ્કર હતું. વળી તે પૂર્વર્ષિઓ જ્ઞાતા હોવા છતાં પાપભીરુ હોવાથી પોતાની સન્મતિ અનુસાર પણ એકેય અક્ષર કે કાનો-માત્ર સુદ્ધાં પણ ફેરબદલી વિના ગ્રંથનું પ્રકાશન-સંપાદન કરવા તત્પર રહેતા. પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી ભગવંત દ્વારા સેંકડો ગ્રંથો સંપાદનપૂર્વક પ્રકાશિત થયા. પ્રાયઃ તમામ વિદ્વદ્રત્નોએ તેનો સહર્ષ સ્વીકાર કરી વિભિન્ન ગ્રંથોના પ્રકાશન, સંપાદન કે સંશોધનના કાર્યમાં અચૂક સહયોગ લીધો છે. વળી, પૂ. આગમપ્રભાકર શ્રીપુણ્યવિજયજી મ. જેવા શ્રમણરત્નોએ અને શ્રીપ્રભુદાસભાઈ પારેખ, શ્રીસુખલાલજી જેવા પંડિતરત્નોએ નિર્વિવાદ તટસ્થતાપૂર્વક તે ગ્રંથોને શબ્દપુષ્પથી વધાવ્યા છે.
ટૂંકમાં : વર્તમાનકાળે ગ્રંથો/પ્રતોની પ્રાપ્તિ સુલભ હોવા છતાં સંપાદન-સંશોધનમાં ઘણાં ઓછાને રસ હોય છે. એમાં પૂ. ગણિવર્યશ્રીએ પૂરતો રસ દાખવી વિદ્વજ્જન સમક્ષ આ પુસ્તક રજૂ કર્યું છે. સહુ કોઈ આ પુસ્તક વાંચી નિજ-પર ચૈતન્યમાં વિકાસ સાધે - એ જ અભ્યર્થના.
મહા વદ - ૧૦, ૨૦૬૨ (દીક્ષાદિન),
... પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી-શિષ્ય
અક્ષયચંદ્રસાગર
વલસાડ.