Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
10
• પ્રસ્તાવના :
છે. બાર-તેર-ચૌદ ગાથામાં અસતુ વસ્તુની જ્ઞપ્તિ અને ઉત્પત્તિ ઉભયનો નિષેધ કરી અસત્કાર્યવાદને અયુક્તિક સાબિત કરેલ છે. પંદરમી ગાથામાં બીજી-ત્રીજી ઢાળનો એકીસાથે ઉપસંહાર કરતા જણાવેલ છે કે દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે એકાંતે ભેદ તૈયાયિક માને છે. સાંખ્ય એકાંતે અભેદ માને છે. આ બંન્ને એકાંતવાદી હોવાથી મિથ્યા છે. ભેદભેદ માનવામાં જ શ્રેય રહેલ છે, સુયશ રહેલ છે.
ચોથી ઢાળની પહેલી ગાથામાં : શિષ્યએ વિરોધ ઉભો કર્યો છે કે એક વસ્તુમાં ભેદ અને અભેદ શી રીતે સંભવે ? કેમ કે તે પ્રકાશ અને અંધકારની જેમ અરસ-પરસ વિરોધી છે. એના જવાબમાં ગુરુશ્રીએ શ્રુતજ્ઞાનની મહત્તા બતાવવા પૂર્વક સમજાવવા પ્રયત્ન કર્યો છે. વળી ત્રીજી ગાથામાં : પ્રત્યક્ષ પ્રમાણ અને તર્ક સાથે જણાવ્યું છે કે જેમ એક જ કેરીમાં ખાટો-મીઠો બંને રસ સાથે હોય છે, લીલોપીળો રંગ પણ સાથે હોય છે. એમાં કોઈનો વિરોધ નથી. વળી ચોથી ગાથામાં-પહેલા ઘડો શ્યામ હોય છે પછી રાતો થાય છે. એવી રીતે ઘડામાં પણ શ્યામત્વ-રક્તત્વ બંને ભાવ સાથે જ છે, આવા જ તર્કથી આગળ વધતા ગાથા ૫ મી માં : એક જ વ્યક્તિમાં બાળકપણું, જુવાનપણું વગેરે સંભવે જ છે. તેમાં સહુનો અવિરોધ જ છે. ગાથા છઠ્ઠીમાં : તે રીતે એક જ ધર્મીમાં ભિન્ન ભિન્ન ધર્મ સાથે હોય જ. ગાથા ૭મી માં : ભેદભેદમાં જૈનમતની જ જીત બતાવી છે. એ જ ભેદભેદની સિદ્ધિ માટે ગાથા ૮ મી અને ૯ મી થી નય અને સપ્તભંગીની પ્રરૂપણા પ્રારંભેલ છે. ૧૦ મી ગાથામાં : પર્યાયાર્થિકનયથી દરેક વસ્તુ ભિન્ન છે અને દ્રવ્યાર્થિકનયથી અભિન્ન છે - એવી ચોખવટ બાદ ૧૪ મી ગાથા સુધી પ્રાયઃ કરીને સપ્તભંગીથી વસ્તુને ભિન્નભિન્ન ચકાસી છે. છેલ્લી ગાથા ૧૪ મી માં સપ્તભંગીના અભ્યાસથી જ જૈનત્વ ગણવા લાયક દર્શાવેલ છે.
બાદ ૫ મી ઢાળમાં ૧ લી ત્રણ ગાથામાં : ત્રિતયાત્મક દ્રવ્ય-ગુણ-પર્યાયનો નયસાપેક્ષ વિચાર કર્યો છે. ગાથા ૪ થીમાં : નય અંગે શક્તિ અને લક્ષણાની વિચારણા કરાઈ છે. ગાથા ૫ મી માં : એક નયમાં બીજા નયની સાપેક્ષતા સૂચવી છે. ગાથા છઠ્ઠીમાં ભેદભેદના નિર્ણય માટે શાસ્ત્ર-ગ્રંથોના આધારો મૂક્યા છે. ગાથા ૭ મી : માં દિગંબરના નય-ઉપનયની વંચનાને ઉઘાડી પાડવા સફળ પ્રયાસ કર્યો છે. ગાથા ૮ અને ૯ માં : દિગંબર મતાનુસારના દ્રવ્યાર્થિકાદિ નવ નય અને ત્રણ ઉપનયની વિવક્ષા કરી છે. ગાથા ૧૦ થી ૧૯ સુધીમાં દિગંબરીય દેવસેનજી મતાનુસાર દ્રવ્યાર્થિકનયના દશ ભેદો પ્રરૂપ્યા છે.
આ રીતે કુલ ૪૮ ગાથામાં પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ. શ્રીએ ઘણું ઘણું ગૂંચ્યું છે. કેટલું ગૂંચ્યું છે - તે હું તો શું કહું ? આ પુસ્તક જ કહી શકશે કે કેટલું ગૂંચ્યું છે. હું તો માત્ર એટલું જ કહીશ કે આ પુસ્તક એટલે પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે રચેલ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસનું સંક્ષિપ્ત વિવરણ. હા; સંક્ષિપ્ત વિવરણ.
પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ૩-૪-૫ ઢાળમાં રચેલ ૪૮ ગાથા પર ગણિવર શ્રીયશોવિજયજી મહારાજ દ્વારા પરામર્શ(ટીકા)રૂપે વિસ્તારાયેલ વિવરણ ઉપરથી અનુમાન કરું છું કે સુજ્ઞ ગણિવર્યશ્રીએ પણ સંક્ષિપ્તમાં જ વિવરણ કર્યું છે.
હા, આમ તો પરામર્શરૂપે ઘણું ઘણું વિવરણ કર્યુ છે. ઢાળ - ૩ જી, ૪ થી અને ૫ મી ઢાળના વિવરણ પરથી સહજ સમજાય છે કે તેઓશ્રીનો જ્ઞાનાભ્યાસ ઘણો બહોળો છે. તેઓશ્રીએ જૈન-જૈનેતર