Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
20
• પ્રસ્તાવના :
‘ચાયા નિTI TUTE' જે કહેવાયું છે, તે પણ ભેદનયની પ્રધાનતાથી કહેવાયું છે તથા ગુણો નિર્ગુણ છે' - એવો સૂત્રનો ભાવાર્થ તારવામાં આવ્યો છે. તત્ત્વાર્થ ટીકાકાર સિદ્ધસેનગણી જણાવી રહ્યા છે........ ____ “एवं च शुद्धद्रव्यास्तिकादेशादनन्यत्वमेव नैर्गुण्यम्, पर्यायविवक्षायां तु स्याद् गुणप्रधानत्वात् पर्यायनयस्येति। कदाचिदाशकेत परः - सतां गुणानां निर्गुणत्वं चिन्त्यतेऽत्यन्तशुद्धद्रव्यास्तिकपक्षे गुणा एव न सन्ति कुतोऽनन्यत्वमिति ? । उच्यते - न सन्तीत्येतदयुक्तम्, सन्ति गुणाः, किन्तु द्रव्यादव्यतिरिच्यमानस्वरूपाः, तद् यदि द्रव्यं शुक्लाकारेण परिणतं भवति, तदा कृष्णाकारपरिणामो नास्तीति स्फुटं निर्गुणत्वमिति | ૪૦ ની
અર્થાત ગુણો શુદ્ધ દ્રવ્યાસ્તિકનયની વિવક્ષાએ દ્રવ્યથી જુદા નથી એ જ એનું નિર્ગુણપણું છે. પર્યાયનયની વિવક્ષાએ ગુણો નિર્ગુણ છે. તેથી સૂત્ર બેસે છે. કારણ કે પર્યાયાર્થિકનય ગુણપ્રધાન છે. ગુણને ભિન્ન માનીને ચાલનારો છે.
આમ છતાંય ઉત્તરાધ્યયન સૂત્રની ગાથા (૨૮/૬) – 'गुणाणमासओ दव्वं, एगदव्वस्सिआ गुणा। लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिआ भवे।।'
આ ગાથાનો અર્થ બહુ ગૂઢ જણાય છે. “વિવ્યસિગા ભવે જુ' એમાં “' નો અર્થ શું કરવો? દ્રવ્ય જ એક માત્ર જેનો આશ્રય તે પકવ્યાશ્રયી એવો અર્થ કરવો પડે. ગુણોનો દ્રવ્ય સિવાય બીજો કોઈ આધાર નથી. જ્યારે પર્યાયોનો આધાર દ્રવ્ય પણ છે અને ગુણો પણ છે. આમ જ અર્થ કરવો પડે. આમ છતાંય આ ગૂઢ લાગે છે. તેથી ગાથાનો અર્થ વિચારવા જેવો છે.*
અંતમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય જેવા સૂક્ષ્મ પદાર્થોના વર્ણનમાં અસાધારણ ગતિને કરાવનાર અને મતિને વિસ્તારનારો આ ગ્રંથ છે.
આવા ગ્રંથો પર આટલું ગરવું અને વરવું ચિંતન કરનાર ગણી યશોવિજયનો પરિશ્રમ બિરદાવવા જેવો છે.
આખરે ઉપસંહાર કરતાં દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાષામાં કહીએ તો આપણા અનાદિ-અનંત આત્મદ્રવ્યમાં સાદિ-અનંત એવો સિદ્ધત્વ પર્યાય ઉત્પન્ન થાય અને અનાદિ-સાંત એવો ભવ્યત્વ પર્યાય વિદાય લે અને આપણે જન્મ-મરણના ચક્રથી મુક્ત થઈ કેવલજ્ઞાનાદિ આત્મગુણનાશિવપદના ભોગી બનીએ.
*. “TITમાસો...” આ ગાથા અંગે વિશેષ વિગત માટે જુઓ - ૧૩/૧૭, પૃષ્ઠ- ૨૦૮૩ થી ૨૦૦૭.