Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૧૪) જ્ઞાનસાર = મૂળ શ્લોકો ૨૫૬ છે. પૂર્ણતા-મગ્નતા વિગેરે ૩૨ વિષયો ઉપર આઠ આઠ અનુષ્ટ્રપ શ્લોકો છે. જ્ઞાનના પરિપક્વ નિચોડ રૂપે આ ગ્રંથ છે. તેના ઉપર પોતે જ બાલાવબોધ (ગુજરાતી ટબો) બનાવેલ છે. તથા પૂજ્ય દેવચંદજી મ.શ્રીએ અને પૂજ્ય ગંભીરવિજયજી મ.શ્રીએ તે ગ્રંથ ઉપર સંસ્કૃત ટીકા બનાવી છે.
(૧૫) ન્યાય ખંડન ખંડ ખાદ્ય = મૂળ શ્લોકો ૫૫૦૦ છે. નવ્યન્યાયથી ભરપૂર ભરેલો. અર્થગંભીર, અને ઘણો જ જટિલગ્રંથ છે. તેના ઉપર પૂજ્ય આ. ભ. શ્રી નેમિસૂરિજી મ.શ્રીએ તથા પૂજ્ય આ. ભ. શ્રી વિજયદર્શનસૂરિજીએ ટીકા બનાવી છે.
(૧૬) ન્યાયાલોક = મૂલ શ્લોકો ૧૨૦૦ છે. તેમાં ન્યાયની નીતિરીતિ મુજબ સ્યાદ્વાદ આદિ વિષયોનું નિરૂપણ છે.
(૧૭) પ્રતિમાશતક = મૂલ શ્લોકો 100 છે. તેના ઉપર સ્વપજ્ઞ ટીકા છે. પરમાત્માની પૂજા-દર્શન-વંદન આદિની શાસ્ત્રપાઠો આપીને સિદ્ધિ કરેલી છે. ૧૭૯૩માં શ્રી ભાવપ્રભસૂરિજીએ આ ગ્રંથ ઉપર નાની ટીકા બનાવી છે.
(૧૮) ઐન્દ્રસ્તુતઃ = આ ગ્રંથમાં પરમાત્માની સ્તુતિઓ છે. શોભન સ્તુતિ ગ્રંથમાં કરાયેલી સ્તુતિઓ જેવી સ્તુતિઓ છે. (૧૯) ઉપદેશ રહસ્ય (૨૮) આરાધક-વિરાધક ચતુર્ભગી (૩૭) વૈરાગ્ય કલ્પલતા (૨૦) આદિ જિન સ્તવન (૨૯) નિશા ભક્તવિચાર (૩૮) શ્રી ગોડી પાર્શ્વ સ્તોત્ર (૨૧) તત્ત્વવિવેક (૩૦) પરમાત્મા પંચવિંશિકા (૩૯) શ્રીવિજયપ્રભસૂરિ સ્વાધ્યાય (૨૨) તિકત્વયોક્તિ (૩૧) અસ્પૃશતિવાદ (૪૦) શંખેશ્વર પાર્થસ્તોત્ર (૨૩) ધર્મ પરીક્ષા (૩૨) પંચનિગ્રંથી પ્રકરણ (૪૧) સમીકાપાર્શ્વ સ્તોત્ર (૨૪) જ્ઞાનાર્ણવ (૩૩) પરમ જ્યોતિ પંચવિંશિકા (૪૨) સામાચારી પ્રકરણ (૨૫) ભાષા રહસ્ય (૩૪) પ્રતિમા સ્થાપન ન્યાય (૪૩) સ્તોત્રાવલી (૨૬) માર્ગ પરિશુદ્ધિ (૩૫) ફલાફલ વિષયક પ્રશ્નોત્તર (૪૪) વાદમાલા (૨૭) મુક્તાશુક્તિ (૩૬) યતિદિન ચર્યા પ્રકરણ
પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ બધા ગ્રંથો સ્વયં સ્કૂરણાથી અને અનુભવબળથી મૌલિકગ્રંથો બનાવ્યા છે. એટલે કે સ્વતંત્રપણે નવા અપૂર્વ ગ્રંથોની રચના કરી છે. ગૌરવ થવાના ભયથી એક એક ગ્રંથની વધારે વિગત અમે અહીં લખી નથી.