Book Title: Dhyanvichar Author(s): Chandrahas Trivedi Publisher: Gurjar Agency View full book textPage 7
________________ ધ્યાન પ્રમુખ સ્થાને છે. વળી પ્રત્યેક ધ્યાનધારાની અંતર્ગત આવતાં વિધવિધ ધ્યાનોની પણ સવિસ્તર ચર્ચા કરી છે. પુસ્તકની શરૂઆત ‘સહજ ધ્યાન’થી કરેલી છે. તેમાં ઘટનાઓને સહારે ધ્યાનની પાંચ માર્મિક અને મહત્ત્વની બાબતોનો નિર્દેશ કર્યો છે. વળી સાધકે કયાં ધ્યાનોથી દુર્ધ્યાનોથી બચવું જોઈએ તેની પણ પુસ્તકમાં વિગતે ચર્ચા કરવામાં આવી છે જે મહત્ત્વની છે. દર્શનધ્યાન અને અંતે વિશેષ ધ્યાનો મૂક્યાં છે જેમાં કાયોત્સર્ગ, યોગસંયમ, હરતાં ફરતાં જેવાં સુગમ ધ્યાનોનો સમાવેશ કરેલ છે. સામાન્ય રીતે ધ્યાન સમૂહમાં કરાવવામાં આવે છે પણ તે માટેનાં વિવિધ કારણો છે. છેવટે તો ધ્યાન એ વૈયક્તિક બાબત છે. વ્યક્તિએ ધ્યાન લેવા માટેનો પોતાનો આશય અને પ્રકૃતિ બંનેને નજરમાં રાખીને ધ્યાનની પસંદગી કરવી જોઈએ. વળી એ પણ જરૂરી નથી કે કોઈ એક જ ધ્યાનધારાને સમર્પિત થઈને ધ્યાન કરવું જોઈએ. પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ વિવિધ ધ્યાનપથો અને તેની અંતર્ગત આવેલા ધ્યાનના પ્રકારોમાં, ધ્યાન વિશેની મૂળભૂત માહિતી આવી જાય છે. સાધક પોતાને માટે જે ઇષ્ટ હોય તે ધ્યાનની પસંદગી કરીને લાભાન્વિત થઈ શકશે. તદુપરાંત સાધક પોતાના સ્થળ-સંજોગો અને સમયને અનુલક્ષીને પોતાના ધ્યાનપથનું નિર્માણ કરી શકે એ રીતે પુસ્તકમાં ધ્યાનનું નિરૂપણ થયેલું છે ધ્યાનના જે પુરસ્કર્તાઓ અને પૂર્વાચાર્યો પાસેથી મને ધ્યાન વિશે માર્ગદર્શન મળ્યું છે તે સૌનો હું ઋણી છું. ‘ધ્યાનવિચાર’ લખતી વેળાએ મારાં પત્ની સુમિત્રા ત્રિવેદી હંમેશની જેમ મને સહાય કરતાં રહ્યાં તે માટે તેમનો આભારી છું. બાકી આ લખાણ માટે મને અંદરથી સતત પ્રેરણા મળતી રહી હતી તે માટે તો મારે દૈવનો જ આભાર માનવો રહ્યો. ‘સુહાસ’ ૬૪, જૈનનગર અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : ૨૬૬૨૦૬૧૦ - ચંદ્રહાસ ત્રિવેદી તા.૨૫-૮-૨૦૧૨ ધ્યાનવિચારPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 114