Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાસ્તાવિક | વિધ વિધ ધ્યાનની વાટે હજુ થોડાંક જ વર્ષો પહેલાં તો ધ્યાન કેવળ આધ્યાત્મિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત હતું. તે સમયે ધ્યાન પરંપરાથી મળતું. ગુરુ અધિકાર જોઈને શિષ્યને તે આપતા હતા. તે વખતે તો આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે ધ્યાન થતું હતું પણ હવે વાત બદલાઈ ગઈ છે. મનોવિજ્ઞાને એ વાત પુરવાર કરી છે કે સ્વસ્થ, કાર્યક્ષમ અને તનાવરહિત જીવન જીવવા માટે ધ્યાન ઘણું કામનું છે. તેથી સમાજમાં ધ્યાન વધારે ને વધારે પ્રતિષ્ઠિત થતું જાય છે. તે માટે શિબિરો યોજાય છે, વર્ગો ચાલે છે અને કલબોમાં પણ તેને સ્થાન મળ્યું છે. ધ્યાન એ વસ્તુ સારી છે, ઉપયોગી છે, કલ્યાણકારી છે તેથી તેનો પ્રસાર થાય તેમાં કંઈ ખોટું નથી, પણ તેનું જે રીતે વ્યાપારીકરણ થઈ રહ્યું છે તે વાત ઠીક નથી લાગતી. તેને કારણે ધ્યાનનું અવમૂલ્યન થઈ રહ્યું છે અને ધ્યાનની પાછળ જે તત્ત્વજ્ઞાન રહેલું છે તે વાત સદંતર વિસરાતી જાય છે. ધ્યાનનો ઉત્તમ લાભ લેવો હોય તો તેની પાછળ રહેલા તત્ત્વવિચારને જાણવો જોઈએ. ધ્યાન માટે વિધિ આવશ્યક છે એવું નથી, પણ જો વિધિસર ધ્યાન કરવામાં આવે તો તે જલદીથી લાગે અને તેનો અધિક લાભ થાય. આ બંને વાતોને લક્ષમાં રાખીને વિવિધ ધ્યાનો વિશે આ પુસ્તકમાં વાતો કરવામાં આવી છે. આજે એટલાં બધાં ધ્યાનો ચાલે છે કે કયું ધ્યાન પસંદ કરવું અને કયાં જવું તે સામાન્ય માણસ માટે મુશ્કેલ બની ગયું છે. આ પરિસ્થિતિને લક્ષમાં રાખીને મેં આ પુસ્તકમાં કેવળ પ્રચલિત અને પ્રતિષ્ઠિત ધ્યાનધારાઓનું નિરૂપણ કર્યું છે. વળી આધ્યાત્મિક અને ઐહિક - બંને લક્ષ્યને સિદ્ધ કરવાની બોબત ખ્યાલમાં રાખીને ધ્યાનવિષયક ચર્ચા કરી છે જેથી વાચક માટે પોતાનો ધ્યાનપથ નક્કી કરવાનું સરળ બની રહેશે. મેં જે ધ્યાનધારાઓને પસંદ કરી છે એમાં ગણધર ભગવંત નિર્મિત જૈન ધ્યાન, બૌદ્ધ ધ્યાન વિપશ્યના, ઓશો પ્રતિષ્ઠિત સક્રિય ધ્યાન, આચાર્ય મહાપ્રજ્ઞ પ્રણીત પ્રેક્ષા ધ્યાનવિચાર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 114