________________
૧૩
ધર્મતીર્થનો મહિમા બહાર છે. તીર્થંકરનો ધર્મતીર્થમાં પ્રવેશ, સમાવેશ નથી. તેના નાયક તરીકે તેમનું સ્થાન છે. આ ધ્યાન રાખવા જેવી વાત છે.
ભગવાન સાધુ હોવા છતાં અન્ય સાધુઓના સાધર્મિક નથી :
આ વાતને સમજાવવા શાસ્ત્રમાં દલીલ આપી કે ભગવાન સાધુ હોવા છતાં અન્ય સાધુઓના સાધર્મિક નથી. અમે સાધુ છીએ, તો જેટલા પણ આ શાસનના પંચમહાવ્રતધારી સાધુ છે તે બધા પરસ્પર સાધર્મિક કહેવાઈએ. તમારા માટે સુશ્રાવક બધા સાધર્મિક. એટલે કોઈપણ સાધુની ભક્તિ કરતી વખતે અમારે મનમાં સાધર્મિક ભક્તિનો ભાવ રાખવાનો છે. જો હું તમારી ભક્તિ કરું તો મને પાપ લાગે; કારણ કે શ્રાવકની ભક્તિ સાધુથી ન કરાય, અને જે સાધુને શ્રાવકની ભક્તિ કરવાની ભાવના થાય, તે સાધુ. સાધુની ભૂમિકાથી નીચે ઊતરે છે. સાધુ નાના-મોટા હોય તો પણ પરસ્પર ભક્તિપાત્ર છે. તમારા શ્રાવકમાં એક વ્રતધારી શ્રાવક હોય, બીજાએ વ્રત ન લીધેલ હોય તો પણ પરસ્પર ભક્તિ કરી શકાય; કારણ, તમારા માટે બધાં શ્રદ્ધાળુ શ્રાવક-શ્રાવિકા સાધર્મિક છે. તેમ સાધુ માટે ભગવાનના શાસનમાં માત્ર વેશ પહેરેલા નહીં, પણ સંયમના ગુણથી સાધુ છે, તે બધા સાધર્મિક છે.
અહીં શિષ્ય પ્રશ્ન કર્યો કે તીર્થકરોએ દીક્ષા લીધી તો તે પણ સાધુ કહેવાય. તેથી બીજા સાધુ માટે તેઓ સાધર્મિક બને કે નહીં ? તો શાસ્ત્રમાં ના પાડી, અને કહ્યું કે ભગવાન સાધુ હોવા છતાં બીજા સાધુઓ માટે સાધર્મિક નથી. અમારા પંચમહાવ્રતના આચારમાં, કોઈપણ સાધુ માટે ભિક્ષા બનેલી હોય તો, જેમ તે સાધુથી ન વહોરાય તેમ બીજા સાધુથી પણ ન વહોરાય; પણ ભગવાન માટે કોઈ વસ્તુ બનાવી હોય તો તે મને (સાધુને) કલ્પ. આ વાતથી એટલું નિશ્ચિત થાય છે કે તીર્થકરોને ધર્મતીર્થમાં નહીં, પણ ધર્મતીર્થથી ઉપર કહ્યા છે; ધર્મતીર્થના સ્થાપક, પ્રવર્તક કહ્યા છે.
१ 'शास्ता' तीर्थकरः स साधर्मिको लिङ्गतः प्रवचनतोऽपि न भवति । तथाहि - लिङ्गतः सार्मिकः स उच्यते यो रजोहरणादिलिङ्गधारी भवति, तच्च लिङ्गमस्य भगवतो नास्ति तथाकल्पत्वात्, अतो न लिङ्गतः सार्मिकः । प्रवचनतोऽपि साधर्मिकः सोऽभिधीयते यश्चतुर्वर्णसङ्घाभ्यन्तरवर्ती भवति, “पवयणसंघेगयरे” इति वचनात् ; भगवाँश्च तत्प्रवर्तकतया न तदभ्यन्तरवर्ती किन्तु चतुर्वर्णस्यापि सङ्घस्याधिपतिः, ततो न प्रवचनतोऽपि साधर्मिक इति । अतः ‘तस्य' तीर्थकरस्यार्थाय कृतं यतीनां कल्पते ।
(बृहत्कल्पसूत्र० भाष्यगाथा-१७८२ टीका) ★देवदत्ता यता-साधव्यतिरेकेण सर्वे श्रमणा देवदत्तास्तेभ्यो दास्यामीति तदा कल्पते, तस्य विवक्षितसकल्पविषयीकरणाभावात, संयतानां तु निर्ग्रन्थानां विसदृशनाम्नामपि सङ्कल्पे कृते देवदत्ताख्यादेः साधोर्न कल्पते, किमुक्तं भवति ? - चैत्रनाम्नोऽपि संयतस्योद्देशेन कृतं देवदत्ताख्यस्य साधोर्न कल्पते, तथा भगवदाज्ञाविभणात्, यदा पुनस्तीर्थकरप्रत्येकबुद्धसङ्कल्पनेन कृतं तदा कल्पते, तीर्थकरप्रत्येकबुद्धानां सङ्घातीतत्वेन सङ्घमध्यवर्तिभिः साधुभिः सह साधर्मिकत्वाभावात्, ‘संजयाण उ विसरिसनामाणवि न कप्पे' इति वचनाच्चार्थापत्त्या यावन्तो देवदत्ता इत्यादौ विसदृशचैत्रादिनाम्नां साधूनां कल्पत एवेति प्रतिपादितं દ્રષ્ટચું | *
(पिंडनियुक्ति० नियुक्ति गाथा-१४३ आचार्य मलयगिरि टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org