________________
૨૦
ધર્મતીર્થનો મહિમા જ આપવાનાં છે. જે અનુષ્ઠાન, જે પ્રવૃત્તિ “સર્વજન હિતાય સર્વજન સુખાય” હોય તેને સ્વાર્થ ન કહેવાય, અને તેને સ્વાર્થ કહો તો તે મૂર્ખતાની પરાકાષ્ઠા છે. મૂર્ખાઓ આવું બોલે, ડાહ્યા આવું ન બોલે. જીવનમાં કદી આત્મકલ્યાણને સ્વાર્થ ન કહેતા.
તમે દેવ-ગુરુ-ધર્મને નમસ્કાર કરો તો તેમાં કલ્યાણરૂપે કે સ્વાર્થરૂપે કાંઈ ને કાંઈ મેળવવાની તમારી ઇચ્છા છે. વર્તમાનમાં જેટલા લોકો દેરાસર-ઉપાશ્રયમાં આવે છે તેમના માનસનું આ બેમાં વર્ગીકરણ થઈ શકે છે. ત્રીજી કક્ષાની જરૂર નથી. (૧) સ્વાર્થની કામનાથી કરતા હશો તો પાપ બંધાશે અને (૨) આત્મકલ્યાણની કામનાથી કરશો તો પુણ્ય બંધાશે. જ્યારે ભગવાન તીર્થને નમસ્કાર કરે છે તો તેમાં તેમને કાંઈ મેળવવાનું નથી; નમસ્કાર કરીને બદલામાં કાંઈક જોઈએ છે, કાંઈક પામવું છે તેવું તેમને નથી. તમે નવકાર ગણો છો તો તમારે અરિહંતો, સિદ્ધો પાસેથી કાંઈક શુભ કે અશુભ જોઈએ છે. પાંચમાંથી એક પણ પદની ભક્તિ કરતી વખતે આપણે સંપૂર્ણ કામનાશૂન્ય નથી.
કેવલજ્ઞાન પામ્યા પછી પણ તીર્થકરોનો ધર્મતીર્થને પ્રતિદિન નમસ્કાર : | તીર્થકરો અરિહંતને નમસ્કાર નથી કરતા, દીક્ષા લેતી વખતે સિદ્ધોને નમસ્કાર કરે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુને તો જીવનમાં કદી નમસ્કાર કર્યા જ નથી. તેમને બીજા કોઈને નમવાની જરૂર નથી, પરંતુ કેવલજ્ઞાન પામ્યા પછી પણ ધર્મતીર્થને પ્રતિદિન તેમનો નમસ્કાર ચાલુ હોય છે.
સભા તીર્થમાં સાધુ-સાધ્વી આવે ને ?
સાહેબજી તેનો ખુલાસો આગળ આવશે. તમે તો કાલે એમ કહેશો કે તીર્થમાં શ્રાવક-શ્રાવિકાઓ પણ આવે, એટલે તીર્થકરો અમને પણ નમસ્કાર કરે છે ! અત્યારે તો પહેલાં મારે ધર્મતીર્થનો મહિમા સમજાવવો છે કે સ્વયં કૃતકૃત્ય એવા તીર્થકરો પણ કેવલજ્ઞાન પામ્યા પછી પ્રતિદિન ધર્મતીર્થને નમસ્કાર કરે છે. પહેલાં સમવસરણમાં પ્રવેશ કરી, ધર્મતીર્થને પ્રદક્ષિણા કરી, વાણીથી “નમો નિત્ય” બોલે છે, કાયાથી માથું નમાવે છે; અંદરમાં નમસ્કારનો ભાવ ધારણ કરે છે અને પછી પર્ષદા સમક્ષ દેશના આપવા બેસે છે.
સભા ત્યાં કારણ વગર કાર્ય થાય છે ? સાહેબજીઃ ના, કારણથી જ કાર્ય થાય છે. શાસ્ત્રમાં ચાર કારણ આપ્યાં છે.
કૃતકૃત્ય તીર્થકરોને ધર્મતીર્થને નમસ્કાર કરવાનાં ચાર કારણો :
અહીં પ્રશ્ન થાય કે તેમના જીવનમાં આ ધર્મતીર્થ હોય કે ન હોય કોઈ ફેર પડવાનો નથી. શાસન ન હોય તો પણ તેમનું કલ્યાણ અટકવાનું નથી અને શાસન સ્થાપીને તેમને નવું કાંઈ મેળવવાનું નથી; કારણ કે પોતે તો કૃતકૃત્ય છે, જે મેળવવાનું છે તે મેળવીને બેઠા છે. અરે ! જ્યારે જન્મ્યા ત્યારે પણ શાસન પાસેથી કાંઈ મેળવવાનું નથી, તો હવે શું મેળવવાનું? પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ યોગશતક'માં તો ત્યાં સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org