Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 282
________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૪૭ સમ્યજ્ઞાન જેમ જેમ ભણશો તેમ તેમ જૂનાં જ્ઞાનાવરણીય તૂટશે અને નવાં નહીં બંધાય. વળી, સમ્યજ્ઞાન તો પરભવમાં પણ સાથે આવશે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન ગુણ જન્માંતર અનુગામી છે, જીવ પરલોકમાં તેની સાથે લઈ જઈ શકે છે. સમ્યક્યારિત્ર ગુણ આ બે ગુણ કરતાં મહાન છે, છતાં તે જન્માંતર અનુગામી નથી. દ્રવ્યચારિત્ર કે ભાવચારિત્ર બેમાંથી એક પણ જન્માંતરમાં સાથે લઈ જઈ શકાતું નથી, માત્ર ચારિત્રના સંસ્કાર જ પરભવમાં સાથે આવે. જ્યારે દર્શનગુણ અને જ્ઞાનગુણને as it is-જેવા છે તેવા સાથે લઈ જવા હોય તો લઈ જઈ શકાય છે. તીર્થકરો માના પેટમાં અવતાર લે ત્યારે આગલા ભવનાં દર્શન-જ્ઞાન સાથે લઈને જન્મે છે. તેથી જ્ઞાનગુણનું જીવનમાં ઘંટન જન્મ જન્મ હિતકારી અને કાયમી મૂડી છે. જેને વૈરાગ્ય ન ગમે તેને શાસ્ત્રવચન પરિણામ પામતું નથી : 'દ્વાદશાંગીના પ્રત્યેક વચનમાં અંતિમ આદર્શ મોક્ષ સમાયેલો છે અને અવાંતર ધ્યેય ક્ષમા, વિનય આદિ ગુણો છે. સર્વગુણમય મોક્ષને પામવા ગુણરૂપી અવાંતર ધ્યેય સુસંગત જ છે. જિનવાણી સંવેગ, નિર્વેદથી ભરપૂર છે. સંવેગ એટલે મુક્તિની અભિલાષા અને નિર્વેદ એટલે સંસારનો વિરાગ. આ બંને પેદા ન થાય ત્યાં સુધી શાસ્ત્રોમાં રસ ન પડે. શાસ્ત્ર વૈરાગ્યનો દરિયો છે; કારણ કે તેને ઉપદેશનારા જિનેશ્વરો સ્વયં વિતરાગ છે. વિરાગ એ જ વીતરાગતાનું સાધન છે. તીર્થકરોની દેશના વૈરાગ્યરસથી ભરપૂર હોય છે. જેને વૈરાગ્ય ન ગમે તેને સંવેગ ન પ્રગટે અને તે વિના શાસ્ત્રો વાંચે, ભણે, વિચારે, બોલે, સાંભળે કે ઉપદેશે પણ અંતરને સ્પર્શ નહીં. જેનું અંતઃકરણ વૈરાગ્યથી ભાવિત છે તેને જ શાસ્ત્રવચન પરિણામ પામે. એક એક જિનવચન પણ તીર્થસ્વરૂપ છે : પ્રત્યેક શાસ્ત્રવચન તારકશક્તિ ધરાવે છે. અરે ! સમગ્ર દ્વાદશાંગી નહીં, દ્વાદશાંગીનું એક વચન પણ તીર્થ છે. આ જ દ્વાદશાંગીના પ્રારંભિક સૂત્રરૂપ નવકાર માટે પૂજ્ય વીરવિજયજી મહારાજાએ લખ્યું કે “અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર.” અર્થાત્ નવકારનો એક એક અક્ષર પણ તીર્થસ્વરૂપ છે. વાક્યો કે શબ્દો તો તીર્થ છે જ, પણ એક એક અક્ષર પણ સ્વતંત્ર તીર્થ છે. ગંભીર સૂત્રોના વિવેચન અવસરે વાક્યનો १ अरहंतनमोक्कारो एवं खल वण्णिओ महत्थो त्ति। जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरइ बहसो।।३०१५।। जलणाइभए सेसं मोत्तुं पगरणं महामोल्लं। जुधि वातिभए घेप्पइ अमोहमत्थं जह तहेह।।३०१६।। मोत्तुं पि बारसंगं मरणाइभएसु कीरए जम्हा। अरहंतनमोक्कारो तम्हा सो बारसंगत्यो।।३०१७।। सव्वं पि बारसंगं परिणामविसुद्धिहेउमित्तागं। तक्कारणभावाओ कहं न तयत्थो नमोक्कारो? ।।३०१८ । । न हु तम्मि देसकाले सक्को बारसविहो सुयक्खंधो । सव्वो (य विचिंतेउ)अणुचिंतेउं धंतं पि समत्थ(चितेणं)चिंतेणं । ।३०१९।। एगम्मि वि जम्मि पए संवेगं कुणइ (वीतराग)वीयरायमए। तं तस्स होइ नाणं जेण विरागत्तणमुवेइ।।३०२० ।। एकम्मि वि जम्मि पए संवेगं कुणइ (वीतराग)वीयरायमए। सो तेण मोहजालं छिंदइ अज्झप्पओगेणं।।३०२१।। ववहाराओ मरणे तं पयमेक्कं मयं (नमो)नमुक्कारो। अन्नं पि निच्छयाओ तं चेव य बारसंगत्थो।।३०२२ ।। (વિશેષાવરમાણ મૂત) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396