Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 381
________________ ૩૪૪ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ બેસી શોધતાં શોધતાં જ્યાં મહાત્માઓનો પડાવ છે ત્યાં ગયા. પહોંચીને જોયું તો મહાત્માઓ વિધવિધ સંયમના યોગ આરાધી રહ્યા છે. શાંત, પ્રસન્ન મુખમુદ્રાથી કેટલાક સ્વાધ્યાયમાં, કેટલાક ધ્યાનમાં, કેટલાક વૈયાવચ્ચમાં મગ્ન છે. આ બધાને જોતાં જ ધના સાર્થવાહને થાય છે કે ખરેખર હું કોઈ નવા જ વાતાવરણમાં આવી ગયો છું. જે પવિત્ર વાતાવરણનાં આંદોલનોને સંવેદન કરી શકે તેને જ આવો અનુભવ થાય. આ ગુણાનુરાગી વ્યક્તિ હોવાથી તપસ્વીઓની સૌમ્ય શાંત મુદ્રા, પવિત્ર આરાધનાની ક્રિયાઓ જોઈને તેને થાય છે કે સુંદર જીવન જીવનારા છે. હજુ જૈનધર્મ વિશે બહુ ખબર નથી, લાંબો પરિચય પણ નથી. અત્યારે તો પશ્ચાત્તાપની બુદ્ધિથી આવેલ છે. આચાર્ય ભગવંતને નમસ્કાર કરી કહે છે કે, મારી મોટી ભૂલ થઈ છે. મેં આપને નિમંત્રણ આપ્યા પછી કોઈ ખબર-અંતર લીધી નથી. મારા મહાન અપરાધની ક્ષમા કરો. તો આચાર્ય મહારાજ કહે છે કે, તમારા સાર્થમાં અમને કોઈ તકલીફ નથી પડી. અમે સુખરૂપ આ સાર્થના કારણે અટવી પસાર કરી રહ્યા છીએ. આચાર્ય મહારાજનો ઉદારતા-સહિષ્ણુતાપૂર્વકનો આવો નિખાલસ વ્યવહાર જોઈને તેને થયું છે કે કેટલા નિઃસ્પૃહી છે ! પોતાની ભૂલથી લઘુતાને અનુભવતા ધના સાર્થવાહે વિનયથી ભક્તિ માટે મહાત્માઓને ભિક્ષાર્થે મોકલવા જણાવ્યું. આચાર્ય મહારાજ અવસરે આવવાનું કહે છે, ત્યારે આ કહે છે કે, હું જ્યાં સુધી આપની કાંઈક ભક્તિ નહિ કરું ત્યાં સુધી મને મનમાં સંતોષ નહીં થાય; કારણ કે આજ દિવસ સુધી મેં તપસ્વીઓની ઘોર ઉપેક્ષા કરી છે. મારા જેવા કર્તવ્ય ચૂકનાર પર આપ કાંઈક કૃપા કરો. તે વખતે આચાર્ય મહારાજ એના ભાવ જોઈને બે મહાત્માઓને વહોરવા મોકલે છે. તેનામાં વહોરાવવાનો અત્યંત ઉમંગ છે, પરંતુ જૈનસાધુનો લાંબો પરિચય ન હોવાથી આચારની કોઈ ખબર નથી. સૌ પહેલાં સુંદર કેરીઓથી ભરેલો થાળ લઈને કહે છે કે, આ મારી ભક્તિ સ્વીકારો, મને ઉપકૃત કરો. સાધુઓ કહે છે કે, આ તો સજીવ વસ્તુ છે, તેના સ્પર્શમાં પણ જીવપીડા છે, અહિંસક આચારને પાળનારા અમે તેને અડીએ પણ નહીં. ધના સાર્થવાહ માટે આ નવું છે. અજૈન વ્યક્તિઓ માટે આવું અત્યારે પણ બને છે. અમે જૂનાગઢ બાજુ વિહારમાં જતા હતા ત્યારે એક સંન્યાસીના આશ્રમમાં ઊતર્યા. તે સ્વાગત તરીકે સામે આવ્યા, પછી માણસ પાસેથી કેરીનો થાળ ભરાવીને લાવ્યા અને મને કહે કે આજે અમારી આ સરભરા માણો. મેં કહ્યું કે આ સજીવ છે, તેને અમે સ્પર્શ પણ ન કરીએ; કેમ કે સ્પર્શ કરવાથી તે જીવને ત્રાસ થાય. જૈનોને આ આચાર ગળથુથીમાં ખબર હોય પરંતુ ત્યાં રહેલા સંન્યાસીને પણ આવી સૂક્ષ્મ હિંસાનો બોધ નથી હોતો. ધના સાર્થવાહ વહોરાવવા માટે એક પછી એક વસ્તુ જણાવે છે, પરંતુ મુનિ તેમાં કોઈ ને કોઈ આચારવિરોધી હિંસા જણાવે છે. આ સાંભળી સાર્થવાહને એમ થાય છે કે આ લોકોના જીવનમાં કેટલો સૂક્ષ્મ દયાપોષક કઠિન આચાર છે ! આટલા દિવસોમાં મારા સાર્થમાં તેમણે કેવી રીતે ભિક્ષા મેળવી હશે ? તેથી પોતાની ભૂલના વધારે અફસોસપૂર્વક જયણામય આચારના બહુમાનથી શું વહોરાવવું તેની મૂંઝવણમાં પડ્યા. છેવટે તાજું ઘી જે મહાત્માને ખપે તેવું નિર્દોષ હોવાથી ઉલ્લાસપૂર્વક ભરપૂર પ્રમાણમાં વહોરાવ્યું. તે અવસરે સાધુઓના ગચ્છ, તેમની પવિત્ર આચારસંહિતા આદિના અલ્પ પરિચયપૂર્વકના બહુમાનથી બોધિબીજની પ્રાપ્તિ થઈ. અહીં ગુણાનુરાગના કારણે ગુણમય ઉત્તમ વર્તન જોઈ અહોભાવ થયો છે. આ બોધિબીજનો પરિણામ છે. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે, ધના સાર્થવાહ અહીં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396