Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala
View full book text
________________
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
३४७ મહાત્માઓ આવતા હશે. તમે તેમનો ઉપદેશ સાંભળો છો ? તે વખતે તે લોકો બોલ્યા કે, સાહેબ, અમારા સંન્યાસીઓ તો હવે પ્લેનોમાં ઊડે અને મોટરોમાં ફરે છે. અમારા આવા નાના ગામને touch-સ્પર્શ પણ નથી કરતા. દુનિયાના ખૂણે ખૂણે પહોંચો તેવા તો આપ જ છો. અમારા ગામમાં જૈન સાધુઓ જ આવે છે. તમે પગપાળા ફરો અને ગામડે-ગામડાં ખૂંદી વળો. અમારા સંન્યાસીઓ તો centre to centre જાય. વચ્ચે અમારા જેવાનો તો નંબર જ ન લાગે. તમે સંભળાવો તે અમને મળવાનું.
આ પરથી વિચારી શકો કે જૈન સાધુનું જીવન-આચાર-વિચાર-ઉપદેશ એ હરતું-ફરતું જૈનધર્મની પ્રભાવનાનું માધ્યમ છે. એક સ્થાને સ્થિર રહીને ધ્યાન આદિ કરવામાં જયણા વધારે પળાય, તો પણ સૂક્ષ્મ હિંસાને ગૌણ કરી સાધુને વિહાર કરવાની આજ્ઞા આપી; કેમ કે તેમાં સ્વ અને પરનો મહાન ઉપકાર સમાયેલો છે. લોકોપકાર માટે જ મુખ્યતાથી વિહાર કહ્યો છે. જૈનસાધુ એક જગ્યાએ સ્થાયી થાય તો લોકમાં ધર્મના પ્રવાહને ઘણું નુકસાન થાય. જ્ઞાન અને આચારસંપન્ન સાધુ જે પમાડી શકશે તે તમે પ્રચાર કરીને બેવડા વળી જશો તો પણ નહીં પમાડી શકો. અપેક્ષાએ અમે જીવનભર ધર્મપ્રતિબોધનો ભેખ ધર્યો છે. દુનિયાભરમાં વિચરતા વિચરતા જવાનું. અમારા આચારને પાળીને પરોપકાર કરતાં જેટલું વિચારી શકાય તે વિચરવાની છૂટ છે. તેમાં કોઈ ક્ષેત્ર-દેશની મર્યાદા નથી. શ્રાવકને દિક્પરિમાણ વ્રત છે તેથી શ્રાવકે બને ત્યાં સુધી પરદેશ નહીં જવું, અને દેશમાં પણ બહુ દૂર નહીં જવું. તમે જેટલું મર્યાદામાં હરો-ફરો એટલું ઓછું પાપ લાગે. જ્યારે અમારે ભારત બહાર નહીં જવું તેવો નિયમ નથી. આખી દુનિયા વિચરણ માટે ખુલ્લી છે. માત્ર સંયમજીવનના પવિત્ર આચાર-વિચાર-ગુણો જાળવીને વિચરો તેવી આજ્ઞા છે. આચાર નેવે મૂકીને બીજાને ધર્મ પમાડવાની વાત નથી. તમે અબજો રૂપિયા ખરચીને જે ધર્મપ્રચાર નહીં કરી શકો, તેના કરતાં જૈનશાસનને એક સંયમીજ્ઞાની સાધુની ભેટ ધરો તો કઈ ગણો વધારે પ્રચાર થશે. બોલો શાસનપ્રભાવના માટે દીકરો આપવો છે? કે માત્ર પારકી ખાંધે ધર્મપ્રચારની વાતો કરવી છે ? જેના દિલમાં શાસન વસે, તે તો તમે જોતા રહી જાઓ અને પ્રભાવના કરી લે. શ્રીસંઘ અનેક પ્રભાવકોનો આધાર છે. તેની જગતમાં પ્રતિષ્ઠા વધે તેવી પ્રવૃત્તિઓથી જ ધર્મ પ્રભાવનાની પરંપરા સર્જાય છે.
શ્રી સંભવનાથ ભગવાન શ્રીસંઘની ભક્તિ કરીને તીર્થકર બન્યા :
'શ્રીસંઘના બહુમાન-ભક્તિથી બોધિબીજની પ્રાપ્તિથી માંડીને ઉત્કૃષ્ટ ફળ તીર્થંકરપદની પ્રાપ્તિ છે. १ चैत्यं च कुलं च गणश्चेति द्वंद्वैकत्ववद्भावश्चैत्यकुलगणसंघं तत्र विषये उपकारमुपष्टंभं करोति यः प्राणी, अनाशंसी ऐहिकपारलौकिकफलाभिलाषविकल: सन्। किमित्याह ‘पत्तेयबुह'त्ति प्रत्येकबुद्धो बाह्यवृषभादिदर्शनसापेक्षदीक्षालाभ:, 'गणहर'त्ति गणधरस्तीर्थकरशिष्यो मातृकापदत्रयोपलंभानन्तरं समुद्घाटितसमस्तश्रुतोपयोगः, तीर्थकरो जिनपतिः, वा शब्दो विकल्पार्थः, तकश्चैत्याद्युपकारको जीवो भवति।
(૩૫વેશપદ્ધ સ્તોડ ૪૨૨ ટીવ) ★ लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति, प्रीतिस्तं भजते मतिः प्रयतते तंलब्धुमुत्कंठया। स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते, यः संघं गुणराशिकेलिसदनं श्रेयोरुचिः सेवते।।१।।
(उदयवीरगणिकृत पार्श्वनाथचरित्रे ललितांगनृपकथा)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396