Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 387
________________ ૩પ૦ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ છે કે, હે ભગવંત ! મારા પિતા તથા સર્વ કાકાઓ એમ એક સાથે ૬૦,૦૦૦નું અકાળમૃત્યુ થયું તેની પાછળ તેમનું કયું કર્મ કારણ? તે વખતે કેવલી ભગવંત કહે છે કે, આ બધાએ ભૂતકાળમાં સંઘની મનથી આશાતના કરેલ. વર્તનરૂપે નહીં, માત્ર મનમાં આશાતનાનો અશુભ ભાવ કર્યો તેના ફળરૂપે આ દુઃખ ભોગવવાનું આવ્યું. તેમના પૂર્વભવમાં એક ગામ હતું, જેમાં આશરે ૬૦,૦૦૦ માણસોની વસતી હતી. તે ગામની ભાગોળે એક વાર શિખરજી જતો છ'રિ પાળતો ચતુર્વિધ શ્રીસંઘ આવ્યો છે. ગામ બહાર પડાવ નાંખ્યો છે. એક કુંભારની વિશાળ જગ્યામાં શ્રીસંઘને ઉતારો મળ્યો છે. કુંભાર સજ્જન અને ગુણિયલ છે. તેણે ઉદારતાથી સ્થાન આપ્યું છે. તે સંઘમાં અનેક શ્રીમંતો, રિદ્ધિ-સિદ્ધિવાળા લોકો છે. તેમનાં ઉત્તમ વસ્ત્રો-અલંકારો જોઈને ગામલોકોને થયું કે આ લોકો પાસે ખજાનાનો પાર નથી. અત્યારે આપણે ત્યાં ઘેર બેઠાં ગંગા આવી છે. જો આ સંઘને લૂંટી લઈએ તો આપણી આખા ગામની ગરીબાઈ કાયમ ખાતે દૂર થઈ જાય. ત્યાં વસતા લોકોનું મન બગડ્યું. આવો અશુભ ભાવ મનમાં આવ્યો છે, પણ વર્તનરૂપે કાંઈ કર્યું નથી. કોઈની એક કાણી કોડી પણ લૂંટી નથી. ગામના લોકોની મનોવૃત્તિ બગડી છે તે તેમની આંખો અને હાવભાવથી સજ્જન કુંભાર સમજી ગયો છે. તેને થાય છે કે મારા ઉતારે રોકાયેલા આવા પવિત્ર સંઘને ગામલોકો આ રીતે લૂંટે તે વાજબી ન ગણાય. તે કુંભાર ગામમાં મોભાદાર છે. એટલે સૌને દૂર ભેગા કરીને સમજાવે છે કે, આ લોકો પોતાના પુણ્યથી શ્રીમંત છે, પરંતુ ત્યાગી-તપસ્વી-ગુણિયલ સમૂહ છે. તેમનો આદર-સત્કાર કરાય પરંતુ તેમની સાથે આવું હીણપતભર્યું વર્તન ન કરાય. એમ સમજાવી તેમના મનનો અશુભ ભાવ છોડાવ્યો. ટૂંકમાં માત્ર માનસિક અશુભ વિકલ્પ કર્યો હતો, જેનો થોડા સમયમાં સૌએ ત્યાગ કર્યો છે. જેમ તમે ક્યારેક બજારમાં જાઓ અને કોઈની કીમતી ચીજવસ્તુ જોઈ મન લલચાઈ જાય, પરંતુ પછીથી એ ભાવ મનમાંથી કાઢી નાખો, તેમ આ બધાએ પણ માત્ર માનસિક કુવિકલ્પ કર્યો, જેનાથી એવું ઘોર પાપ બંધાયું કે જે તે જ ભવમાં ઉદયમાં આવ્યું, જેથી ગામના એક માણસે તે દેશના રાજાનો કોઈ મોટો અપરાધ કરેલો તેના ગુસ્સાથી રાજાએ આખું ગામ બનાવી નાંખ્યું. વળી ખૂબીની વાત એ છે કે પેલો સજ્જન કુંભાર તે જ સમયે કોઈ કાર્યવશાત્ બહારગામ ગયેલ. તેથી તે આ दोषान्महीभुजा। सबाल-वृद्धः स ग्रामो, दाहितः परराष्ट्रवत्।।५९४ ।। मित्रेणाऽऽमन्त्रितः कुम्भकारो ग्रामान्तरं गतः। दाहात् तेनावशिष्टोऽभूत्, सर्वत्र कुशलं सताम्।।५९५ ।। ततः स कालयोगेन, कालधर्ममुपागतः । वणिग् विराटदेशेऽभूद्, द्वितीय इव यक्षराट् ।।५९६ ।। स तु ग्रामजनो मृत्वा, विराटविषयेऽपि हि। जनो जानपदो जज्ञे, तुल्या भूस्तुल्यकर्मणाम् ।।५९७ ।। मृत्वा च कुम्भकृज्जीवस्तत्राऽभूत् पृथिवीपतिः। ततोऽपि मृत्वा कालेन, देवोऽभूत् परमद्धिकः।।५९८ ।। च्युत्वा च देवसदनाज्जातोऽसि त्वं भगीरथः । ते च ग्राम्या भवं भ्रान्त्वा, जलुप्रभृतयोऽभवन्।।५९९ ।। मनस्कृतेन सङ्घोपद्रवरूपेण कर्मणा। युगपद् भस्मसादासन्, निमित्तं ज्वलनप्रभः।।६०० ।। तन्निवारणरूपेण त्वं पुनः शुभकर्मणा। तस्मिन्निव भवेऽत्राऽपि, न दग्धोऽसि महाशयः ।।६०१ ।। केवलज्ञानिन-स्तस्मादाकयेथं भगीरथः। परं संसारनिर्वेद, विवेकोदधिरादधे ।।६०२।। गण्डोपरि स्फोटं इव, दुःखं दुःखोपरि प्रभोः। मा भूत् पितामहस्येति, न प्रावाजीत् तदैव सः।।६०३ ।। केवलज्ञानिनः पादान् वन्दित्वाऽथ भगीरथः। रथमारुह्य भूयोऽपि, साकेतनगरं યથી ૬૦૪T (ત્રિષષ્ટિશના પુરુષારિત્ર પર્વ - ૨ - ૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396