Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 388
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૫૧ દુઃખમય સંકટમાંથી હેમખેમ બચી ગયો. ભાગ્ય જેને સલામત રાખે તે જીવ અણધારી રીતે ઊગરી જાય, તેનો આ નમૂનો છે. ગામલોકોએ સમૂહમાં મનથી શ્રીસંઘની આશાતનારૂપ ઉગ્ર પાપ કર્યું. જેનો વિપાક તે જ ભવથી શરૂ થયો. જૈન કર્મવાદ પ્રમાણે અતિ ઉગ્ર પુણ્ય કે પાપ, બંધાયા પછી ઉદીરણા પામીને શીઘ્રતાથી તે જ ભવમાં વિપાક આપી શકે. તેથી આ રીતે સમૂહમાં જીવતાં બળી મરવાનો વિપાક માનસિક અશુભ વિકલ્પથી પણ ઉગ્ર પાપબંધનો સૂચક છે. કુંભારે શુભ પરિણામપૂર્વક સંઘને ઉતારાની સહાય અને રક્ષાનો ભાવ કરેલો, તે આયુષ્ય પૂરું થયે મૃત્યુ પામીને બીજા ભવમાં અબજોપતિ ધનાઢ્ય શ્રેષ્ઠિ થયો. ત્યાર બાદ એક ભવમાં રાજા પણ થયો છે. ત્યાંથી ચ્યવીને સગર ચક્રવર્તીનો ભગીરથ નામનો પૌત્ર થયો છે. ગામલોકોના આત્માઓ પણ દુર્ગતિમાં અનેક ભવો ભટકી, તે અશુભ કર્મનો મહત્તમ ભાગ ભોગવી, શેષ પાપકર્મના અંશવાળા શુભભાવજન્ય ઉત્તમ રાજકુયોગ્ય પુણ્ય બાંધી અહીં સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રો તરીકે અવતર્યા. ભગીરથને જ્વલનપ્રભ દેવે આગથી બાળ્યો નથી, તેથી સગરના વંશજમાં તે બચી ગયો. જ્યારે એના પિતા તથા કાકાઓ પર્વભવના બાંધેલા કર્મના વિપાકરૂપે ઇંદ્રના કોપથી એક સાથે ૬૦,૦૦૦ મરી ગયા છે. માત્ર સંઘની માનસિક આશાતના કરી, વાણીથી પણ કોઈ ખરાબ વ્યવહાર કર્યો નથી, દરિદ્ર અવસ્થામાં લોભને વશ અશુભ ભાવ આવી ગયો, તે પણ થોડા સમયમાં પાછો ખેંચી લીધો, શ્રીસંઘની સામાન્ય સરભરા પણ કરી છે; છતાં વિકલ્પાત્મક અશુભભાવથી એવું ચીકણું કર્મ બંધાયું કે તે ભવમાં જીવતાં બળ્યા અને ભવાંતરમાં કેટલાય દુઃખકારી ભવોમાં રખડ્યા. અરે, પુણ્યયોગે સગર ચક્રવર્તીના દીકરા તરીકે જન્મ્યા, જ્યાં ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, સર્વ ધર્મસામગ્રીયુક્ત મનુષ્ય ભવ, કલાસંપન્નતા, બુદ્ધિસંપન્નતા, સદ્ધર્મની પ્રાપ્તિ આદિ અનેક જમા પાસાં હોવા છતાં અવશેષ પાપકર્મના વિપાકથી કમોતે મોત થયું. આમાં તમને વર્ણનની અતિશયોક્તિ ન લાગવી જોઈએ. વાસ્તવમાં શ્રીસંઘ એટલો પવિત્ર, પૂજનીય છે, ગુણોનો સાગર છે, તેથી તેના પ્રત્યે અલ્પ અશુભભાવ મનથી કર્યો તો પણ આવું ફળ મળ્યું, તો સંઘની મોટી આશાતના કરનારને ફળ કેવાં મળે, તે જાતે વિચારી લેજો. જેટલું અધિક પવિત્ર-પૂજનીય તત્ત્વ, તેટલું તેની આશાતનાનું અધિક અનિષ્ટ ફળ. આ નિયમ બુદ્ધિમાં સ્થિર થવો જોઈએ. સભા: ૬૦,000 બધાને એક સાથે આવો વિચાર આવે તે અતિશયોક્તિ લાગે છે. સાહેબજી : મોટા લોકસમૂહને એક સાથે તેવા નિમિત્તનો યોગ થાય તો લોકમાનસના ભાવો પણ એકતરફી પ્રવાહરૂપે ઊમટે છે, તેમાં કોઈ નવાઈ નથી. યાંત્રિક માધ્યમોના આ યુગમાં તો આ વાત ખૂબ જ જોવા મળે છે. દા.ત. અત્યારે અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેંટર પર હુમલાનો પ્રસંગ બન્યો છે, તો જેમને ત્રાસવાદીઓ પ્રત્યે દ્વેષ હોય તેઓ સમૂહમાં એક સાથે ત્રાસવાદીઓને કડક હાથે નેસ્તનાબૂદ કરવાના માનસિક ભાવો કરશે. વળી જેને અમેરિકા માટે દ્વેષ હોય તેઓ આ કરુણ બનાવ સાંભળીને રાજી પણ થાય. બંને તરફ સમૂહમાં ભાવો વહેશે. પાછાં માધ્યમો જેવો પ્રચાર કરે તે પ્રમાણે લાખો-કરોડો લોકોના ભાવો વળાંક લેશે. જ્યારે અહીં તો આંતરરાષ્ટ્રિય સ્તરની લાખો-કરોડો સંખ્યાની વાત નથી, માત્ર એક ગામ અને તેમાં વસતા દરિદ્ર લોકોના ટોળાની વાત છે. વળી કુંભાર તે સમૂહમાં નથી જ ભળ્યો. હકીકતમાં ગામલોકોએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396