Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 389
________________ ૩૫૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ જન્મારામાં ન જોઈ હોય તેવી સંઘની સમૃદ્ધિ છે, ટોળે મળી જોવા ઊમટ્યા છે. ગામમાં લોકો પરસ્પર એક જ વાત કરે છે કે આવી સંપત્તિ આપણને કદી જોવા પણ નહિ મળે. હલકા નૈતિક ધોરણવાળાને આવા અવસરે પડાવી લેવાની માનસિક ઇચ્છા થવી એ કંઈ અશક્ય ઘટના નથી. અમલીકરણ તો નથી જ કર્યું. વર્તમાનમાં પણ જ્યારે જાતિ આદિના વૈમનસ્યથી પ્રજામાં રમખાણો ફાટે છે, ત્યારે મુસલમાનોનાં આખે આખા ગામ હિંદુઓના વસવાટ પ્રત્યે અને હિંદુઓનાં આખે આખાં ગામો મુસલમાનોના વસવાટ પ્રત્યે તિરસ્કારપૂર્વકના ક્રૂર ભાવો વ્યક્ત કરે છે. આ ભાવોને વ્યાપક સ્તરે ઉશ્કેરવામાં આજનાં પ્રચાર માધ્યમોનો જબરદસ્ત હિસ્સો છે. પ્રચારના આ જમાનામાં સામૂહિક પાપ એ કોઈ નવી વાત નથી, રોજિંદી ઘટના છે. છતાં તમને એક શાસ્ત્રની સુસંભવિત વાત અતિશયોક્તિ લાગે તે સ્થૂલ શ્રદ્ધાની નિશાની છે. અહીં ગામલોકોએ સામાન્ય મુસાફરોને લૂંટવાનો ભાવ કર્યો હોત તો ભવિષ્યમાં પોતાને લૂંટનો ભોગ બનવું પડે તેવું સામાન્ય પાપકર્મ બંધાત. પરંતુ ગુણિયલ જીવોને લૂંટવાનો ભાવ કર્યો તેથી કર્મબંધ ગુણાકારમાં થાય. વળી સંઘમાં એક જ ગુણિયલ વ્યક્તિ છે એવું નથી. આ તો અતિ દુર્લભ ગુણરત્નોના ભંડાર સમો સમૂહ છે. તેથી અશુભ કર્મોના ઓર (વધારે) ગુણાકાર થયા. તેમાં પણ આ તો ખાલી લૂંટવાનો ભાવ જ ર્યો, જો પ્રવૃત્તિ પણ કરી હોત તો હજી આના કરતાં અનેક ગણું પાપ બંધાત. કાંઈ અપકૃત્ય કર્યું નથી, ખાલી માનસિક વિકલ્પ કરીને પાછા ફરી ગયા. હા, અહીં પશ્ચાત્તાપપૂર્વક સહુએ પ્રાયશ્ચિત્ત કર્યું હોત, અને જેવા આવેગથી અશુભભાવ થયો હતો તેવા આવેગથી શુદ્ધિના ભાવને સ્પર્યા હોત, તો પાપ ધોવાઈ જાત. 'કરેલા પાપના ભાવની સમતોલ શુદ્ધિનો ભાવ જોઈએ, તો જ બંધાયેલું પાપ પ્રાયશ્ચિત્તથી નિર્મૂળ થાય, તેવું શાસ્ત્રવિધાન છે. તમે પણ જીવનમાં જેટલી પાપની પ્રવૃત્તિ કરો તેનું જ અનિષ્ટ ફળ મળે તેવું નથી, પણ માનસિક પાપના ભાવ કરો તેનું પણ ફળ મળે છે. કદાચ પાછળથી પશ્ચાત્તાપ થાય, ખોટું કર્યાની લાગણી થાય, છતાં કરતી વખતે આવેગ ઘણો હોય અને પ્રતિસ્પર્ધી શુભભાવ મંદ હોય તો બંધાયેલું પાપ ચોંટી રહે, જે નિમિત્ત મળતાં જન્મજન્માંતરમાં અવશ્ય વિપાક બતાડે. જેટલા આવેગથી પાપની દિશામાં ગતિ થઈ તેટલી જ તેની વિરોધી દિશામાં ગતિ જરૂરી છે. અહીં તો ગામલોકોને પશ્ચાત્તાપ પણ નથી થયો, માત્ર કુંભારની સમજાવટથી માની ગયા કે આવું હીણપતભર્યું કાર્ય આપણે ન કરવું, એટલે ઘડી-બે ઘડીના વિકલ્પોથી બંધાયેલું કર્મ પણ છૂટ્યું નથી. તમે વ્યવહારમાં પણ કોઈ ઘરાક આદિને ખંખેરવાનો કે ભોળપણનો લાભ ઉઠાવવાનો માનસિક ભાવ કરો, ભલે વર્તનમાં તેને પ્રામાણિકતાથી જ સાચવો, તો પણ ભવાંતરમાં તમારે છેતરપિંડીના ભોગ બનવું પડે. १ विशिष्टः शुभाध्यवसायः प्रायश्चित्तमित्युक्तमथ विशिष्टत्वमेव तस्य दर्शयन्नाहअसुहब्भवसाणाओ जो सुहभावो विसेसओ अहिगो। सो इह होति विसिट्ठो ण ओहतो समयणीतीए।।३० ।। व्याख्या-अशुभाध्यवसानादकृत्यासेवननिबन्धनसंक्लेशात्सकाशात्। य: शुभभावः प्रायश्चित्ततया विवक्षितसत्परिणामः । विशेषतो विशेषेण। अधिकोऽर्गलतरः। स शुभभावः। इह प्रायश्चित्तप्रक्रमे। भवति वर्तते। विशिष्टोऽतिशयवान्। न नैव। ओघतः सामान्येन शुभभावमात्रमित्यर्थः। समयनीत्यागमन्यायेन । इति गाथार्थः । ।३०।। (पंचाशक0-प्रायश्चित्तविधि पंचाशक श्लोक ३० मूल-टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396