Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 364
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૨૭ 'જૈનશાસનમાં આજ્ઞા માનવામાં કોઈ exemption-છૂટછાટ નથી. પાલન યથાશક્તિ કે અલ્પ પણ હોઈ શકે, પણ શ્રદ્ધારૂપે સ્વીકારમાં કોઈ બાંધછોડ નથી. ભગવાનની પૂજા કરવા જતાં ચાંદલાની ક્રિયાથી તમે દર્શાવો છો કે મને ત્રણ લોકના નાથની આજ્ઞા માન્ય છે. સભા : તે તો અમે કુલાચારથી કરીએ છીએ, સમજીને નથી કરતા. સાહેબજીઃ બાળક હોય ત્યાં સુધી કુલાચારથી કરે તો વાંધો નહીં, પરંતુ પુખ્ત થયા પછી સમજીને કરવું જોઈએ. તમે બાળક છો કે પુખ્ત છો તે વિચારી લો. સભાઃ ચાંદલો કરવો એ આજ્ઞાસ્વીકારની પ્રતીકાત્મક ક્રિયા છે એ વાત સાચી, પણ આજ્ઞા તરીકે શું લેવું? સાહેબજી: વાસ્તવમાં જિનાજ્ઞાનો ઘણો વિસ્તાર છે. પરંતુ સંક્ષેપમાં જેને મોહ સાથે અંતરથી વિરોધ છે તે વીતરાગની આજ્ઞા માનવા લાયક જીવ છે. ભગવાનનો એક નંબરનો દુશ્મન આ મોહ હતો, તેનો મૂળમાંથી ઉચ્છેદ કરવા તેમણે સાધના કરી, અને તમારે પણ સખી થવું હોય તો મોહનો ઉચ્છેદ કરવાની ? કરી છે. સંક્ષેપમાં જિનાજ્ઞા એ જ છે કે રાગ અને દ્વેષ નિર્મૂળ કરો, અને તેના ઉપાયરૂપે “જિનાગમરૂપ શાસ્ત્રોમાં જે જે તીર્થકરકથિત તત્ત્વોનું નિરૂપણ કર્યું છે, તે મને કોઈ પણ વિપરીત આગ્રહ વિના સંપૂર્ણ માન્ય છે. કદાચ કોઈ જિનવચન ન સમજાયું કે વિપરીત સમજાયું તો અજ્ઞાનતાથી શ્રદ્ધાફેર બની શકે, પરંતુ જાણીબૂઝીને, યોગ્ય પ્રજ્ઞાપના કરવા છતાં એક પણ જિનવચન સદહું નહીં તેવું તો જીવનમાં કદી નહીં બને.” તેવો અનન્ય આસ્થાનો ભાવ એ જ જિનાજ્ઞા માથે ચડાવ્યાનો ભાવાર્થ છે. સભા : આપે કુગુરુની વાત કરી, પણ કોઈ અબૂઝ જીવ આ ગૌતમસ્વામીનો વેશ છે એમ માની નિઃસ્વાર્થભાવે ભક્તિ કરે, તો શું વાંધો ? સાહેબજી તમે ત્યાં જ ભૂલ્યા કે “અમે ગૌતમસ્વામીનો વેશ પહેર્યો છે.” હકીકતમાં અમે ગૌતમસ્વામીનો વેશ નથી પહેર્યો, પણ પ્રભુ મહાવીરનો ઉપદેશેલો સાધુવેશ પહેર્યો છે. શાસ્ત્રોમાં ગૌતમસ્વામીનો કોઈ ચોક્કસ વેશ બતાવ્યો નથી. અમારો વેશ જૈનમુનિનો વેશ છે. દરેક તીર્થંકરના શાસનમાં સાધુવેશ હતો, પરંતુ વચલા ૨૨ તીર્થંકરોના કાળમાં વેશમાં તફાવત હતો, જ્યારે ઋષભદેવ અને વીર પ્રભુના સાધુનો વેશ સરખો છે. १ 'दंसण'त्ति। दर्शनज्ञानसमग्राः क्रियातश्च हीना अपि शुद्धप्ररूपणागुणा: ‘दृढम्' अतिशयेन तीर्थस्य प्रभावका भवन्ति। तीर्थं पुनः सम्पूर्णं चतुर्विधश्रमणसङ्घः, तदुक्तं प्रज्ञप्त्याम्-“तित्थं भंते! तित्थं तित्थयरे तित्थं? गोयमा! अरहा ताव णियमा तित्थंकरे, तित्थं पुण चाउव्वण्णे समणसंघे, तंजहा- समणा य समणीओ सावया य साविआओ।" त्ति। इदानीं तात्त्विकश्रमणानभ्युपगमे च द्विविधसङ्घस्यैव प्रसङ्गः, तात्त्विकश्रावकानभ्युपगमे च मूलत एव तद्विलोपः, सम्यक्त्वस्यापि साधुसमीपे ग्राह्यत्वेन तदभावे तस्याप्यभाव इति सर्वं कल्पनामात्रं स्यादिति न किञ्चिदेतत्।।६।। (गुरुतत्त्वविनिश्चय प्रथम उल्लास श्लोक २०६ टीका) २ फलं पुनर्विचित्रनयवादानां जिनप्रवचनविषयरुचिसंपादनद्वारा रागद्वेषविलय एव। (નારદી) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396