Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 374
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૩૭ supreme-લોકશાહીમાં પણ લોકો સર્વોચ્ચ નથી, પરંતુ બંધારણ સર્વોચ્ચ છે. બાકી માત્ર લોકોની ઇચ્છાને જ સર્વોપરી કે કાયદો માનશો તો કાયદો પણ જંગલી થઈ જશે. બંધારણ કે કાયદા-કાનૂન ચોકસાઈથી લખેલા હોય છે, કોઈના ભેજામાંથી કાયદો કાઢવાનો નથી. વળી લખેલા કાયદા-કાનૂનનું પણ ભાષાશાસ્ત્ર આદિની મર્યાદામાં રહીને અર્થઘટન કરવાનું હોય છે, નહિ કે મન ફાવે તેમ. બસ, તે જ વાત શાસ્ત્ર માટે પણ છે. કોઈ સાચી જિનાજ્ઞાને ખોટી અને ખોટીને સાચી જાણકાર પાસે ન કરી શકે, મૂખ પાસે તે બધું કરી શકાય છે. આ વાત આગળ “ધર્મતીર્થના સંચાલનના વિવેચનમાં આવશે. તમે કહેશો કે અમે તો શાસ્ત્રના વિદ્વાન નથી, તેથી જિનાજ્ઞા સમજવામાં ભૂલચૂક થઈ શકે. તો તે અંગે એટલું જ કહેવાનું કે, જો અણસમજથી કે ગેરસમજથી જિનાજ્ઞાથી વિપરીત સ્વીકાર્યું હશે તો તેટલામાત્રથી, માત્ર તે સમ્યગુ જિનાજ્ઞાની શ્રદ્ધા-રુચિનો તમને લાભ નહીં મળે, પરંતુ મોટું અહિત નહીં થાય. પણ જે જાણીબૂઝીને જિનાજ્ઞાનિરપેક્ષ બોલે, વિચારે અને કોઈ જિનાજ્ઞા દર્શાવે તો કહે કે મારે લેવાદેવા નથી, તો તે અવશ્ય મરી જવાનો છે. અત્યારે ઘણા કહે છે કે શાસ્ત્ર તમારી પાસે રાખો, અમારે સાંભળવાં-જોવાં નથી, વ્યવહારુ વાત કરો. આવાને ટૂંકમાં એટલું જ કહેવાનું કે તું સંઘની મર્યાદામાં ચાલ. અદાલતમાં જજ સામે તમે એમ કહો કે બંધારણ અને કાયદા તમારી પાસે રાખો, અમારે તો વ્યવહારુ ન્યાય જોઈએ. પછી જુઓ, જજ શું વર્તાવ કરે છે ! અરે ! દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય તે પણ એમ કહે કે હું બંધારણ કે બંધારણ અનુસારી કાયદો માનતો નથી, તો જજ તેને હોદ્દા પરથી ઊતરી જવાનો આદેશ કરે; કારણ કે law is supreme, no one is above the constitution.-કાયદો સર્વોચ્ચ છે, કોઈ બંધારણથી ઉપર નથી. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય તેમણે પણ બંધારણને અનુસરવું જ પડે. અહીં ધર્મના ક્ષેત્રમાં તમને વાંધો નથી, માટે ગમે તેમ બાફો છો. વાસ્તવમાં ધર્મક્ષેત્ર જિનાજ્ઞાથી બદ્ધ છે. તેથી જે જાહેરમાં એમ કહે કે હું જિનકથિત શાસ્ત્રોને નથી માનતો, તેણે પ્રામાણિકતાથી તે શાસ્ત્રોને માનનાર શ્રીસંઘમાંથી રાજીનામું આપવું જોઈએ. સભા વર્તમાનમાં એક ગચ્છમાં આમ કહે, બીજા ગચ્છ-સમુદાયમાં બીજું કહે, તો અમારે શું કરવું? સાહેબજી : વાચનાભેદ, સામાચારીભેદ કે અનુશાસનભેદથી પડતા તફાવતો શાસ્ત્રમાં મંજૂર હોવાથી તેવા મતભેદો કે તફાવતોથી વિરોધાભાસ ઊભો કરીને મૂંઝાવા જેવું છે જ નહીં. તે તો સંઘના પેટા ઘટક ગણકુલ-ગચ્છના વૈવિધ્યનું સૂચક છે. માત્ર જિનાજ્ઞાને અવરોધ કરે તેવા સૈદ્ધાંતિક મતભેદો જ ન ચલાવાય, અને તેવા મતભેદનો પ્રસંગ આવે ત્યારે પ્રામાણિકતાથી જે પક્ષની વાત જિનાજ્ઞાનુસારી લાગે તેને મમત્વ વિના સ્વીકારવી જોઈએ, તેવું દઢ વ્યવસ્થાતંત્ર છે. અરે ! આવા પ્રસંગે કદાચ ક્યા પક્ષની વાત જિનાજ્ઞા અનુસારી છે, તે પ્રામાણિકતાથી સમજવા પ્રયત્ન કરવા છતાં ન સમજાય, તો તટસ્થ રહેવાની આજ્ઞા છે. માત્ર મનમાં ભાવ એ હોવો જોઈએ કે જે જિનવચન અનુસારી સત્ય વચન હોય તે મને મંજૂર છે. દિગંબરોમાં પણ ભોળો દિગંબર હોય અને જિનાજ્ઞાસાપેક્ષ હોય તો તે સમકિત પામી જાય, આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધી જાય, પણ હૂંસાતુંસીથી પક્ષરાગ કેળવીને જે આજ્ઞાનિરપેક્ષ બને તે સ્વનું અહિત અવશ્ય કરે. શ્રીસંઘની આ મૂળભૂત ગુણવત્તા મનમાં ઠસી જવી જોઈએ. તમે પ્રવૃત્તિથી કદાચ કાંઈ ન કરી શકો, પણ જિનાજ્ઞા હૃદયમાં તો જોઈએ જ. પૂ. વજસ્વામીના પ્રસંગમાં એક બાજુ સંઘ છે, બીજી બાજુ આખું ગામ છે; કારણ કે સંઘ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396