Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 378
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૪૧ જીવો છે તે સહુને શીતગૃહ સમાન આશ્રયસ્થાન શ્રીસંઘ છે; કેમ કે તેમાં રહેલા જીવો એટલા ગુણિયલ હોય છે કે, તેમના સાંનિધ્ય-પરિચય-સહવાસથી એવી પ્રેરણા મળે, કે પાત્રજીવ પોતાના રાગ-દ્વેષરૂપી દાહને શમન કરી, ભોગરૂપી તૃષાથી મુક્ત થઈ, કર્મરૂપી મલનું ધીરે ધીરે શોધન કરે. અહીં ભાવતીર્થનાં જે ત્રણ લક્ષણો છે તે ત્રણે લક્ષણો ચતુર્વિધ શ્રીસંઘમાં ઘટે છે. 'શ્રીસંઘમાં આજ્ઞાનુસારી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા આવે છે. આવા જીવો વિશ્વમાં રત્ન સમાન છે. દુનિયાના અન્ય ધર્મક્ષેત્રમાં પણ આટલા પવિત્ર આચાર-વિચાર, કઠોર તપ-ત્યાગ-સંયમ, સૂક્ષ્મ અહિંસા-જયણા આદિને સેવનાર જનસમુદાય મળશે નહીં. તુલનાત્મક રીતે સર્વથી શ્રેષ્ઠ ગુણિયલ વ્યક્તિઓનો સમૂહ શ્રીસંઘમાં હોય છે. તેથી જે ગુણથી પ્રભાવિત થાય તે શ્રીસંઘથી પ્રભાવિત થયા વિના ન રહે. ઘણા સ્થૂલદૃષ્ટિએ વિચારે છે કે, જેમ બીજા ધર્મના અનુયાયી વર્ગ છે તેમ જૈનધર્મનો પણ અનુયાયી વર્ગ છે, જેને શ્રીસંઘ નામ આપવામાં આવ્યું છે, અને દરેક ધર્મમાં અનુયાયીવર્ગના સમૂહને ઓળખાવનારા શબ્દો હોય છે તેમ જૈનોનો આ સંકેતાત્મક શબ્દ છે; પણ માત્ર એવું નથી. અહીં ગુણવત્તાનો તફાવત સમજવાનો છે. અરે ! સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના બાહ્ય સ્થૂલ આચારો પણ એટલા ઊંચા છે કે તેનું પાલન જોતાં પણ જૈનેતરોને તો અધધધ થઈ જાય. દા.ત. આપણે ત્યાં સંઘમાં હજારોની સંખ્યામાં વર્ધમાનતપની આયંબિલની ૧૦૦-૧૦૦ ઓળીઓ કરનારા છે. ઇતરધર્મના સંન્યાસીને જો એક દિવસ પણ આયંબિલ કરાવો તો ખબર પડે. મોટા ભાગના તો બીજે દિવસે ભાગી જાય. જે તપ એક દિવસ કરવાનો પણ આકરો લાગે તેવો તપ વર્ષો સુધી કરનારા અહીં અનેકની સંખ્યામાં છે. જેનસાધુનો આજીવન અસ્નાન ધર્મ, કેશલોચ આદિ આચારો સાંભળીને ધુરંધર અજૈન પંડિતોને એવું કહેતાં સાંભળ્યા છે કે આવો આચાર તો કઈ રીતે પાળી શકાય? અહીં બણગાં ફૂંકવાની કે બીજાની નિંદા કરવાની વાત નથી. પરંતુ કલિકાળમાં પણ જિનાજ્ઞાનુસારી યથાશક્તિ આચાર પાળનારા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની તોલે બીજો માનવસમુદાય સ્પર્ધા નહીં કરી શકે. આ તો બાહ્ય સ્થૂલ આચારની વાત થઈ. સૂક્ષ્મ જયણારૂપ અહિંસાના આચારમાં તો જૈન સંઘને કોઈ બીજા સાથે મૂલવી પણ ન શકો, એટલો જબરદસ્ત તફાવત છે. અરે ! તેમના સંન્યાસીઓને મુનિજીવનની જયણા સંભળાવીએ તો સાંભળવામાત્રથી જ આશ્ચર્ય પામી જાય. તેમના માટે આ આચાર કલ્પનાનો પણ વિષય નથી. દા.ત. જૈન સાધુના આચારમાં જીવરક્ષાના આશયથી મોઢેથી ફૂંક મારવાનો પણ નિષેધ છે. અમારા અતિચારમાં ફૂક દીધી તેનું મિચ્છા મિ દુક્કડં આવે છે. દુનિયાના કોઈ સંન્યાસીને કહો કે ફૂંક મારવામાં પણ સૂક્ષ્મ હિંસારૂપ परिभवेणं, नागच्छेती ततो उ णिज्जुहणा। आउट्टे ववहारो, एवं सुविणिच्छकारी उ।।२३३ ।। आसासो वीसासो, सीअघरसमो अ होइ मा भीहि। अम्मापीतिसमाणो, सरणं संघो उ सव्वेसि।।२३४ ।। .... सीसे पडिच्छए वा, कुल गण संघे व जो उ समदंसी। ववहारसंथवेसु अ, सो सीअघरोवमो संघो।।२३९।। (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास मूल) १ सूत्रविहितयथोचितक्रियाविशिष्टसाधुसाध्वीश्रावकश्राविकासमुदायः। (योगविंशिका श्लोक १४ टीका) २. गुणसमुदायोऽनेकप्राणिस्थज्ञानादिगुणसमूहः। 'संघो त्ति' संघ उच्यते। तस्य च प्रवचनं तीर्थमिति चैतौ शब्दो। भवतो वर्तेते। एकार्थावभिन्नार्थी। (પંચાવ પ્રતિષ્ઠાવિધિ પંચાશવ સ્નોવા ૩૧ ટીવા) ★ सङ्घ च सम्यग्दर्शनादिसमन्वितप्राणिगणं (પંઘવસ્તુ સ્નોવા ટીવા) ★ गुणसमुदायः सङ्घः, अनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्, (पंचवस्तुक श्लोक १९३५ टीका) ★ गुणसमुदायः सङ्घोऽनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्।.. ।।२६।। (प्रतिमाशतक श्लोक ६७ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396