Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 376
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૩૯ હદપાર કરાવવા છે. વળી તેમને ખબર છે કે રાજા આચાર્યના સામર્થ્યને જાણે છે તેથી એમ ને એમ ભાગવા નહીં દે, કદાચ પાછળ મારાઓ મોકલીને મરાવી નાંખે. તેથી આ નાટક દ્વારા રાજાને ભરોસો કરાવવો છે કે હકીકતમાં આચાર્ય મહારાજ આઘાતથી ગાંડા થઈ ગયા છે. હવે તેમનામાં કાંઈ કસ નથી. દુશ્મન સામર્થ્યશૂન્ય નિરુપયોગી થઈ ગયો છે, તેવી રાજાને ભ્રમરૂપે ખાતરી કરાવવી છે. શરૂઆતમાં ગર્દભિલ્લને પણ આચાર્ય મહારાજ માટે શંકા હોવાથી તેણે ગુપ્તચરો રાખીને ચોકી કરાવી છે. પરંતુ આચાર્ય મહારાજનો અભિનય એવો આબેહુબ છે કે રાજાને પણ ગાંડપણનો વિશ્વાસ બેસી ગયો. નિશ્ચિત થયેલા ગર્દભિલ્લને જાણીને સમયસૂચકતા વાપરીને આચાર્ય ધીરેધીરે શ્રાવકોની સુરક્ષાપૂર્વક દેશપાર ચાલી નીકળ્યા. આ પ્રસંગમાં ખરેખરો ભોગ તો આ મહાશ્રાવકોએ આપવાનો આવ્યો. સંઘના સામાન્ય શ્રાવકોએ કે અંતરમાં જિનાજ્ઞાના સમર્થનના ભાવને જાળવીને પોતાનું કર્તવ્ય પૂરું કર્યું. તમારી પાસે અમે જૈન તરીકે એટલું જ માંગીએ કે જિનાજ્ઞાને પૂર્ણ વફાદાર બનો. તેનું પાલન ન કરી શકો તો પણ તેની શ્રદ્ધા તો અટલ જ હોય. આચરણમાં તો તીર્થકરોએ પણ યથાશક્તિની જ આજ્ઞા કરી છે. વળી પ્રમાદના કારણે શક્તિથી ઓછું કરો તો તે નબળાઈ છે, પરંતુ ઉલ્લાસથી સ્વેચ્છાએ આચરણ કરવાની જ આજ્ઞા છે. ક્રિયામાં પણ ઠેર ઠેર આપણે “ઇચ્છામિ” શબ્દ બોલીએ છીએ. તે દબાણ-ભય-લાલચ આદિ વિના હૃદયની સહજ અભિલાષાનો સૂચક છે. બાકી શ્રીસંઘ જેવી મહાન સંસ્થાનું સભ્યપદ મામૂલી નથી. તેને માટે લઘુતમ લાયકાતનું ધોરણ પણ અવશ્ય ઊંચું રહેવાનું. વિજ્ઞાનના ક્ષેત્રમાં કોઈ કહે કે હું NASAનો સભ્ય છું, આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં કોઈ કહે કે હું U.N.O.-ના આ ખાતાના ચેરમેન છું, તો તેનું સમાજમાં કેટલું ગૌરવ ગણાય ! તો ભવોભવના દુઃખને શમાવનાર સંસારતારક શ્રીસંઘનું સભ્યપદ કેટલું ગૌરવવંતું ગણાય ! આવા સભ્યપદનું પ્રમાણપત્ર વફાદારી હોય તે કાંઈ વધારે પડતું નથી. આજ્ઞાસાપેક્ષ જનસમુદાયને જ સંઘ કહેવાનો આગ્રહ રાખવાથી સંખ્યાબળ ઘટી જશે તે શંકાનો ખુલાસો કર્યો કે અમને ટોળું ભેગું કરવામાં રસ નથી. ટોળાથી સાચો ધર્મ ચાલે નહીં. ઊલટું જેમ જેમ ટોળું મોટું થતું જાય અને આજ્ઞાનો લોપ થતો જાય, તેમ તેમ વાસ્તવમાં ભગવાને કહેલા ધર્મનો ઉચ્છેદ થતો જાય. એવા આજ્ઞાનિરપેક્ષ ટોળાને પ્રાણ વિનાના કલેવર જેવા સમૂહની ઉપમા આપી. આશાસ્વીકાર એ જ શ્રીસંઘરૂપ દેહનો પ્રાણ છે. સંખ્યાનો મોહ નહિ રાખતાં સ્પષ્ટતાથી કહ્યું કે સંઘમાં એક જ વ્યક્તિ હોય તો પણ વાંધો નથી, પરંતુ તે આજ્ઞાસાપેક્ષ ગુણસંઘાતરૂપ જોઈએ. અત્યારે પણ એવા અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ છે કે જેઓ જીવનમાં કદાચ પાલન ઓછું કરતાં હોય, કઠોર તપ-ત્યાગ-સંયમ ન આચરતાં હોય, પણ આજ્ઞાસાપેક્ષ હોય. ગમે તે ગચ્છ-સમુદાયમાં રહેલા આવા સહુને શ્રીસંઘ તરીકે અમે નમસ્કાર કરીએ છીએ. અરે ! આવા સંઘનાં દર્શન પણ મહાપુણ્યથી થાય છે. વળી આ સંઘ ત્રણ લોકના વિશાળ સંઘનો એક ભાગ છે, મોક્ષમાર્ગનો સાર્થ છે, સ્વ અને પરને તારવા આલંબન છે, અનુસરવા લાયક મહાજન છે. મહાજનરૂપ આજ્ઞાસાપેક્ષ સંઘને અને ટોળારૂપ જેનોના સમૂહને વિવેકદષ્ટિથી પારખવા, વિરપ્રભુના શિષ્ય ધર્મદાસ ગણિએ કહ્યું છે કે (જેને પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ગુજરાતીમાં લખ્યું કે) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396