Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 363
________________ ૩૨૯ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ તીર્થ ન કહેવાય. જેની પાસે જિનાજ્ઞા નથી તે સ્વયં જ તરવા અસમર્થ છે, તો બીજાને તારક કઈ રીતે બને ? આથી જિનાજ્ઞાને અનુસરનાર જનસમુદાય જ શ્રીસંઘ કહ્યો. પરંતુ ગુણ ન હોવા છતાં જે લોકમાં ઊંચા કહેવાતા હોય, જૈન તરીકે અગ્રેસર હોય, ખ્યાતિ-માન પામેલા હોય, અરે સાધુ-સાધ્વી કે આચાર્ય કહેવાતા હોય, પરંતુ તે શ્રીસંઘ નથી; અને તેને સંઘ કહેવો, માનવો, પૂજવો તે પણ દોષનું કારણ છે. જૈનશાસ્ત્ર એકદમ સમતોલ વાત કરે છે. 'એકબાજુ શ્રીસંઘને તીર્થકર કરતાં પણ અધિક મહાન કહ્ય; તીર્થકરોથી પૂજિત, સર્વને પૂજનીય, ગૌરવવંત સ્થાન શ્રીસંઘને આપ્યું; ભલભલા ધર્માચાર્યો, ગીતાર્થો, શ્રાવકો પણ જેની આજ્ઞાને શિરસાવંદ્ય કરે છે એવી ગરિમા દર્શાવી, પણ સાથે ભારપૂર્વક આગ્રહ રાખ્યો કે આવો સંઘ અવશ્ય ભગવાનની આજ્ઞાસાપેક્ષ હોય. જેના મસ્તક પર દ્વાદશાંગીરૂપ જિનાજ્ઞા નથી, નાયક તરીકે ગીતાર્થ ગુરુ નથી, જેણે આ બંનેનું અનુશાસન નથી સ્વીકાર્યું તેવા જેનોના સમૂહને પણ તારક તીર્થસ્વરૂપ શ્રીસંઘ કહેવા જ્ઞાની પુરુષો તૈયાર નથી. તમારી બુદ્ધિ નિર્મળ બનાવી આ વાત વિચારજો. સભાઃ ભગવાનની ઘણી આજ્ઞાનું પાલન કરતો હોય પણ એક-બે આજ્ઞાનું પાલન ન કરતો હોય તો તે શ્રીસંઘમાં આવે કે બહાર ગણાય ? સાહેબજીઃ અહીં હું ભગવાનની બધી જ આજ્ઞાનું પાલન કરે તે જ શ્રીસંઘ તેવું ક્યાંય બોલ્યો જ નથી. માત્ર એમ જ બોલ્યો છું કે જેમના માથે જિનાજ્ઞા છે, જે જિનાજ્ઞાસાપેક્ષ છે, તે શ્રીસંઘ. અત્યારે સંપૂર્ણ જિનાજ્ઞાનું પાલન કરે તેવા નિરતિચાર ભૂમિકાના કોઈ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા નથી. તેથી આવો અર્થ કરો તો બધા જ રદબાતલ થાય. તમે પ્રસ્તુતમાં કહેવાનો ભાવાર્થ જ સમજ્યા નહિ. અહીં સદ્દતણા-બહુમાનમાન્યતાની વાત ચાલે છે. દા.ત. તમે દેરાસર જાઓ છો તો પહેલાં મસ્તકે તિલક કરી પછી પ્રભુપૂજા કરો છો; કેમ કે પૂજા કરવા માટે શરત એ છે કે આ વીતરાગ સર્વજ્ઞને તમે હૃદયથી માનતા હો તો તેની ખાતરી તરીકે પહેલાં તેમની આજ્ઞા માથે ચડાવો, જેના પ્રતીકરૂપે તિલકની ક્રિયા છે. આજ્ઞા માથે ચડાવ્યા સિવાય માત્ર હાથ જોડવાથી કે પૂજા કરવાથી તેમના ભક્ત બનાતું નથી. આ દુનિયામાં બીજા દેવ એવા પણ હશે કે જેમને તમે હાથ જોડો અને પગમાં પડો તો ખુશ થઈ જાય. પણ તમને એવા ભગવાન મળ્યા નથી. તમને તો લોકોત્તર દેવ મળ્યા છે. તે તો કહેશે કે મને સાત વાર પગે લાગે પણ મારી આજ્ઞા નહીં માને તો કોઈ મતલબ નથી. અહીં હું આજ્ઞા માને એમ બોલું છું, આજ્ઞા પાળે તેમ નથી બોલતો. માનવા અને પાળવા વચ્ચે ઘણો તફાવત છે. १ निम्मलनाणपहाणो दंसणजुत्तो चरित्तगुणवंतो। तित्थयराण य पुज्जो वुच्चइ एयारिसो संघो।।२८९।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) २. गब्भपवेसो वि वरं भद्दकरो नरयवासपासो वि। मा जिणआणालोवकरे वसणं नाम संघे वि।।१३२ ।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) 3 कालोचियजयणाए मच्छररहियाण उज्जमंताण। जणजत्तारहियाणं होइ जइत्तं जईण सया।।३४४ ।। जत्थ न बालपसंगो नोक्कडवंचणबलाइकारवणं। गीयत्थाणं सेवा तत्थ जइत्तं सया जाण।।३४५ ।। सव्वजिणाणं तित्थं बक्सक्सीलेहिं वट्टए इत्थं। नवरं कसायकुसीला पमत्तजइणो विसेसेण।।३४६।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396