Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 365
________________ ૩૨૮ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ વળી તમે વેશને પૂજ્ય માનો છો, તો કપિલ પણ વેશને પૂજ્ય માનીને આવેલો, અને મરીચિએ ભગવા વેશમાં ધર્મ સમજાવ્યો, જેને કપિલે શ્રદ્ધાથી સ્વીકાર્યો તો તેને પણ અવિવેક કહ્યો છે. જેનશાસન માત્ર વેશમાં ધર્મ નથી માનતું. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સક્ઝાયમાં લખ્યું કે નામ-વેષશું કાજ ન સીઝે. કપડાં પહેરાવવાથી ધર્મ આવી જતો હોય તો બધાંને પહેરાવી દઈએ. અન્યત્ર પણ ગાયું છે કે કોઈ કહે અમે લિંગે તરશું, જેન લિંગ છે વારું રે. શિષ્ય કહે છે કે તીર્થંકર ઉપદિષ્ટ લિંગ-વેશથી કાંઈ ઊંચું નથી. આવો પવિત્ર વેષ મળ્યો, એના બળથી તરી જઈશું. તો જવાબ આપ્યો કે, તે મિથ્યા, નવિ ગુણ વિણ તરીએ, ભુજ વિણ ન તરે તારું રે. માત્ર વેશથી તરે એ વાત સદંતર ખોટી છે. કપડાંથી તરાતું હોય તો ભગવાન બધાને પકડીને પછેડી પહેરાવી દે, પણ એવું નથી. તરવા માટેનો માર્ગ ગુણોનો વિકાસ છે. ગુણ કેળવ્યા સિવાય કોઈ તર્યા હોય તેવો એક પણ દાખલો નથી. જેમ ગમે તેવો કુશળ તરવૈયો પણ તરવા હાથપગ ન હલાવે અને તરે, તે ન બને. સભા તો પછી વેશને કેમ મહત્ત્વ આપ્યું છે ? સાહેબજી : વેશ પણ જયણાનું સાધન છે. ધર્મોપકરણ તરીકે અવશ્ય એનો મહિમા છે, પરંતુ એકાંતે તેનું મહત્ત્વ જૈનશાસ્ત્રોમાં નથી. સભા : શાસ્ત્રો લિંગથી સિદ્ધ માને છે ને ? સાહેબજી: તમે સમાસ ખોટો છૂટો પાડ્યો છે. હકીકતમાં ત્યાં સ્વલિંગે સિદ્ધ, અન્યલિગે સિદ્ધ એમ કહ્યું છે અર્થાતું કે કોઈ જૈન સાધુના વેશરૂપ સ્વલિંગમાં રહેલો મોક્ષે જાય છે, તો કોઈ અન્ય ધર્મના સંન્યાસરૂપ અન્યલિંગમાં રહેલો મોક્ષે જાય છે, જો સમતા આદિ ગુણને પ્રાપ્ત કરે તો. ગુણનું ધોરણ સૌ માટે સમાન છે. ઊલટું તે શાસ્ત્રવચન જ બતાવે છે કે વેશરૂપ લિંગ તરવાનું એકાંતે સાધન નથી. વેશરૂપ લિંગને એકાંતે તરવાનું સાધન દિગંબરો કહે છે. તેમના મતે નગ્નતારૂપ દ્રલિંગ વિના કોઈનો મોક્ષ નથી. મોક્ષે જવા પ્રત્યેક સાધકે નગ્નતાયુક્ત, મોરપિંછ આદિરૂપ દ્રવ્યલિંગ સ્વીકારવું જ પડે. આ એકાંતનું ખંડન કરતાં આપણા પૂર્વાચાર્યોએ કહ્યું કે, મહાવીર પરમાત્મા કદી આવું કહે નહીં, લિંગ તો સાધન છે, ગુણો સાધ્ય છે. સાધકભેદથી સાધન ભિન્ન ભિન્ન બની શકે, તેમાં એકાંતે આગ્રહ ન રાખી શકાય. શ્વેતાંબરમતમાં ભાવસાધુતા વિનાના દ્રવ્યલિંગનો કોઈ મહિમા નથી. લિંગને અનેકાંતિક કારણ જ કહ્યું છે. હા, ભાવસાધુતા વિના તર્યાનો કોઈ દાખલો નથી. १ सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अण्णो वा। समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो।।३।। | (સંવઘપ્રરVામ્ વેવસ્વરૂપગથિવાર) २ भावलिङ्गं हि मोक्षाङ्गं, द्रव्यलिङ्गमकारणम्। द्रव्यं नात्यन्तिकं यस्मान्नाप्येकान्तिकमिष्यते।।१८३ । । यथाजातदशालिङ्गमर्थादव्यभिचारि चेत्। विपक्षबाधकाभावात्, तद्धेतुत्वे तु का प्रमा।।१८४ ।। वस्त्रादिधारणेच्छा चेद्, बाधिका तस्य तां विना। धृतस्य किमवस्थाने, करादेरिव बाधकम् ।।१८५ ।। स्वरूपेण च वस्त्रं चे-त्केवलज्ञानबाधकम्। तदा दिक्पटनीत्यैव, तत्तदावरणं भवेत्।।१८६।। इत्थं केवलिनस्तेन, मूर्ध्नि क्षिप्तेन केनचित्। केवलित्वं पलायेते-त्यहो किमसमञ्जसम्।।१८७ ।। भावलिङ्गात्ततो मोक्षो, भिन्नलिङ्गेष्वपि ध्रुवः । कदाग्रहं विमुच्यत-द्भावनीयं मनस्विना।।१८८।। (अध्यात्मसार आत्मनिश्चय अधिकार) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396