Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 370
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૩૩ જાય છે. જેમ અત્યારે તમે કહેતાં હો છો કે, મહારાજે વાસક્ષેપ નાંખી દીધો, ઓઘો માથે ફેરવી દીધો. તેમ અહીં ચોરે ને ચૌટે વાત ચાલે છે. રાજસભામાં વાત ગઈ તો રાજા પણ કહે છે કે, સાધુ છોકરાને રાખે અને સગી જન્મદાતા માને કોઈ હક્ક નહીં ? આ વિવાદમાં રાજસભામાં ન્યાય તોળવાની વાત આવી ત્યારે આખો ચતુર્વિધ સંઘ ધર્માચાર્યની પડખે રહ્યો. સાચું કહો, તમે આવા પ્રસંગે ક્યાં રહો ? ત્યારે જેટલા સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા હતા તેમને સીધું આમાં કાંઈ કરવાનું નહોતું. ન્યાય રાજા તોળવાનો છે, ઝીંક ધર્માચાર્ય ઝીલશે, પણ સંઘ સમર્થન ધર્માચાર્યનું કરે છે; કારણ કે સંઘને ખબર છે કે મહાત્મા સાચા છે, તેમણે જિનાજ્ઞા મુજબ વર્તન કર્યું છે, ખોટું કાંઈ કર્યું નથી. જ્યારે તમે તો અમારા ગુરુ બનીને અમને જ સમજાવો કે સાહેબ, તમે તો વિહાર કરીને ચાલ્યા જશો, અમારે ગામમાં રહેવું છે, લોકો સાથે મતભેદ કરીને અમારે સહન કરવાનું આવે, લોકોમાં કેવી છાપ પડશે વગેરે વગેરે વિકલ્પો કરો. આ જ દર્શાવે છે કે તમને જિનાજ્ઞાની પડી નથી. " શ્રીસંઘની જિનાજ્ઞાની વફાદારી માટે પૂ. કાલિકાચાર્ય મહારાજાના જીવનનો એક પ્રસંગ : આનાથી પણ ચડિયાતું બીજું દૃષ્ટાંત કહું. ગર્દભિલ્લ રાજા પૂ. કાલિકાચાર્યનાં બહેન એવાં સરસ્વતી સાધ્વીને મોહિત થઈને ઉપાડી ગયો, તો તેના વિરોધમાં આખો શ્રીસંઘ પૂ. કાલિકાચાર્યની પડખે રહ્યો છે. એટલું જ નહીં, પણ આચાર્ય મહારાજ કહે છે કે રાજાએ અયોગ્ય પગલું ભર્યું છે, આ રાજાને દંડ કરવો જોઈએ. રાજનીતિમાં લખ્યું છે કે ગમે તેવો સત્તાધીશ હોય, પણ જાહેરમાં જો જુલ્મરૂપ અન્યાય-અનીતિનું પગલું ભરે તો તેને ઉગ્ર દંડ કરવો જોઈએ. આચાર્ય મહારાજે કહ્યું કે હવે આ રાજા દંડપાત્ર છે, તેથી શ્રીસંઘે દંડ કરવો જોઈએ. સંઘમાં કોઈ એમ કહેતું નથી કે મહારાજ, તમે શું વાત કરો છો ? ઊલટું આખો સંઘ કહે છે કે આપની વાત સાચી છે. પ્રજાજન હોવા છતાં અમે પણ માનીએ છીએ કે ગર્દભિલ્લ દંડપાત્ર છે. તેણે १ हा भ्रात! कालिकाचार्य!, रक्ष मां करुणानिधे! त्वां विनाऽहं कथं तिष्ठे, बाढं विलपतीत्यसौ।।१७।। मध्येपुरं जनरेतत, श्रुत्वा हाहारवः कृतः। सूरिणाऽपीति विज्ञाय, संघश्चाऽऽकारितस्ततः।।१८ ।। स्ववृत्तान्तोऽस्य तैः प्रोक्तः, प्रत्युक्तं श्रावकैरिति। तत्रैकशो वयं यामो, राजवेश्मनि सद्गुरो! ।।१९।। उपभूपं गतैः श्राद्धैर्विज्ञप्तस्तैर्धराधवः। भूपनि(नि) टिता बाढं, सूरिपावें समेऽन्वगुः।।२०।। स [त]तः सूरिरुत्थाय, सशिष्यो नृपसद्मनि। गत्वा भूपालमाचक्षे, सुधामधुकिरा गिरा।।२१।। यदि चन्द्रमसो वह्निः, भानुतश्चेत् तमो भवेत्। सीमालोपः समुद्रात् स्यात्, प्रजायास्तर्हि का गतिः? ।।२२।। तपोवनानि रक्षन्ति, राजानो ज्ञा(न्या)यमार्ग(गि)णः। यथा कृषीब(व)ला हर्षात्, स्वक्षेत्राणि प्रयत्नतः ।।२३।। अतस्त्वं लोकपालोऽसि, देहि साध्वीं कृपां कुरु। इत्युक्ते भूपसंकेतात्, पुंभिर्निवा()सितो मुनिः।।२४ ।। कोपेन पौषधागारमायातः संघमाह्वयत्। प्रतिज्ञां सोऽकरोदेनां, गर्दभिल्लं नृपं यदि।।२५।। नोत्खनामि समूलं तं, जगतां पस्पि(श्य)तां सताम्। तदा पापात्मनां यामि, गतिं दुस्सहदुःखदाम्।।२६।। [युग्मम् ।। उदित्वे(त्वै)वं ततः सूरि[:], स्वसामोल्बणं वचः। परिवारं च वेषं च, संघहस्ते समर्पयत्।।२७।। वेषान्तरं विधायाऽथ। तदानीं गृथ(ग्रथि)लोऽभवत्। एवं वदन् स बभ्राम, महापथचतुष्पथे।।२८ ।। चेद् गर्दभिल्लो भूपालः, समर्थः सर्वदिग्पतिः। अहं भिक्षाचरोऽस्म(स्मी)ति, तदा किं जातमेव हि? ।।२९।। किञ्चिद् विचिन्त्य चित्ते स्वे, नगरान्निगरा(रगा)द् बहिः। कियद्भिर्दिवसैदूंरं, शककूलं ययौ यतिः।।३०।। (देवकल्लोलमुनि विरचिता कालिकाचार्यकथा) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396