Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 368
________________ ૩૩૧ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સભા દિગંબર સાચા છે તેવી બુદ્ધિથી ત્યાં કોઈ તીર્થકરોની ઉપાસના કરતો હોય તો ? સાહેબજીઃ સરળ અને ગુણાનુરાગી હોય તો તેનામાં સમકિત હોઈ શકે. અમને દિગંબર સંપ્રદાયમાં પણ કોઈ ગુણિયલ જીવ હોય, ખરો જિનાજ્ઞાનો શ્રદ્ધાળુ પાત્ર જીવ હોય તો તેને આરાધક તરીકે સ્વીકારવા કોઈ પૂર્વગ્રહ નથી. અરે ! ત્યાં રહેલા પણ સમકિતી નિશ્ચયનયથી શ્રીસંઘમાં જ છે, ઊલટું શ્વેતાંબરમતમાં રહેલા સમ્યક્તશૂન્ય જીવો શ્રીસંઘની બહાર છે, એવું કહેતાં પણ શાસ્ત્રો ખચકાટ નહીં અનુભવે. જૈનશાસન કેવળ સત્ય-તત્ત્વ-ગુણનું જ હિમાયતી છે. બાકી જેણે સમજવા છતાં આગ્રહપૂર્વક જિનાજ્ઞાનો લોપ કર્યો છે તે તો મરવાના છે. આમાં આગેવાન તો પ્રાયઃ મરે જ ધર્મના ક્ષેત્રમાં આગેવાન થનાર ધારે તો પોતે તરે અને લાખોને તારી શકે, અને જો આજ્ઞાનો નાશ કરે તો પોતે ડૂબે અને બીજા લાખોને ડુબાડે. આવા આત્માનો કર્મબંધની દૃષ્ટિએ કચ્ચરઘાણ નીકળી જાય. ધર્મક્ષેત્ર દુનિયાનું પવિત્રમાં પવિત્ર ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં આવ્યા પછી જે પ્રામાણિકતાથી સાચું માર્ગદર્શન આપે છે તે સ્વયં તરે છે અને અનેકને તારે છે. વળી જો ગેરમાર્ગે દોરે છે તો તે આખી દુનિયાને માટે શાપરૂપ છે; કેમ કે જ્યાંથી તરવાની સાચી દિશા મેળવવાની છે ત્યાંથી જ ઊંધું માર્ગદર્શન મળે તો ફળ શું આવે ? વાસ્તવમાં જેણે તીર્થકરસ્થાપિત સંઘમાં રહેવું હોય, જાજરમાન શ્રીસંઘનું. કાયદેસરનું સભ્યપદ જોઈતું હોય તો પત્થરની લકીરની જેમ હૈયામાં જિનાજ્ઞા કોતરી રાખવાની. જિનાજ્ઞા હૈયામાં વસાવવી એ સાચા જેન બનવા અનિવાર્ય છે. નહીંતર રોજ માત્ર ટીલાં-ટપકાં કરી બધાંને ઠગે છે તેમ સમજવું. તમે રોજ જિનમંદિરમાં જાઓ છો, જેમની પૂજા કરો છો, જેના ચરણમાં ઝૂકી ઝૂકીને મસ્તક મૂકો છો, તે ભગવાનને તમારી પાસેથી કશું જોઈતું નથી. પરંતુ તમારામાં એટલી ભાવના તો અવશ્ય જોઈએ કે આ પરમાત્માએ જે કહ્યું છે તેને સત્ય માનવા તો હું જીવનની હરપળ તૈયાર છું. તેમની સાથે વૈચારિક મતભેદ અંશમાત્ર પણ મનમાં નથી. સભાઃ ભગવાનની આજ્ઞાને સત્ય તો માનીએ જ છીએ, પણ મજબૂરીથી કાંઈ પાલન કરી શકતા નથી. સાહેબજી : જો સત્ય માનતા હો તો અવસરે જિનાજ્ઞાનુસારી વાતના સમર્થનમાં રહો કે તેની વિરુદ્ધમાં રહો ? શ્રીસંઘ કેવો જિનાજ્ઞાપક્ષી હોય તેનું એક દષ્ટાંત કહું. શ્રીસંઘની જિનાજ્ઞાધીનતા માટે પૂ. શ્રી વજસ્વામીના જીવનનો એક પ્રસંગ : 'પુણ્યાનુબંધી પુણ્યથી જન્મેલા વજસ્વામી જન્મતાં વેંત જાતિસ્મરણ પામ્યા. દીર્ઘદૃષ્ટિથી તેમણે વિચાર્યું કે १ इतश्चं वज्रस्तत्रस्थः क्रमेणाभूत्रिहायणः । तदा च धनगिर्याद्यास्तत्र साधव आययुः।।१०० ।। आयास्यति धनगिरिर्ग्रहीष्यामि स्वमात्मजम्। सुनन्दैवं चिन्तयन्ती तेष्वायातेष्वमोदत।।१०१।। सुनन्दाऽपि महर्षिभ्यः स्वनन्दनमयाचत ते पुनर्नार्पयामासुः प्रत्यभाषन्त चेदृशम्।।१०२ ।। अयाचितस्त्वया दत्तो मुग्धे!ऽस्मभ्यमयं शिशुः । वान्तान्नमिव को दत्तं पुनरादातुमिच्छति।।१०३।। विक्रीतेष्विव दत्तेषु स्वामित्वमपगच्छति। मा याचिष्ठाः सुतं दत्त्वा त्वयैष परसात्कृतः।।१०४ ।। पक्षयोरुभयोरेवमुच्चैर्विवदमानयोः। लोकोऽवादीदमुंवादं राजा निर्धारयिष्यति।।१०५ । । ततः सुनन्दा लोकेन सहिता नृपपर्षदि। जगाम सङ्घसहिताः श्रमणा अपि ते ययुः।।१०६ ।। राज्ञो न्यषीदद्वामेन सुनन्दा दक्षिणेन तु। श्रीमान्सङ्घः समस्तोऽपि यथास्थानमथापरे।।१०७ ।। परिभाव्य द्वयोर्भाषामुत्तरं Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396