Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 344
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૦૭. હોય છે. તેથી તેમાં પણ પાપી અને દુર્જન જીવો જ વધારે મળે, સજ્જન અને ગુણિયલ જીવો અતિ અલ્પ હોય. વળી સજ્જનોમાં પણ આસ્તિક અને ધર્માત્મા અતિ અલ્પ હોય અને તેવા ધર્માત્માઓ પણ તે તે ધર્મોમાં વહેંચાઈ જાય. તેથી ભાવથી જિનશાસનને પામેલા, નિર્મળ સમ્યગ્દર્શન આદિ ગુણોને ધારણ કરનારા જીવો તો અત્યંત અલ્પતમ સંખ્યામાં રહેવાના. આ જ જીવો તત્ત્વથી સદ્ગતિને પામેલા પુણ્યાનુબંધી પુણ્યના વિપાકવાળા જીવો છે. આખી જીવસૃષ્ટિરૂપ સાગરમાં નાનો તરતા બેટ જેવો આ ચતુર્વિધ શ્રીસંઘ છે, જે આખા સંસારનું ક્રિીમ-માખણ છે, જીવસૃષ્ટિના સારનો પણ સાર છે. ભૌતિક જગતમાં સારરૂપ મૂલ્યવાન વસ્તુઓ ઝવેરાત આદિ ગણાય તેમ સર્વ સંસારી જીવોમાં આંતર ગુણોથી ઝળકતા ઝવેરાત જેવા જીવોના સમગ્ર સમૂહનો શ્રીસંઘમાં સમાવેશ છે. તેમની પાસે મોક્ષસાધક અપૂર્વ આધ્યાત્મિક ગુણો છે, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્રથી તેમનું અંતઃકરણ વાસિત છે અને તેથી જ વિધવિધ ગુણોનો ભંડાર શ્રીસંઘ છે. તેવા 'શ્રીસંઘનો મહિમા ત્રણ અપેક્ષાએ વર્ણવ્યો છે. પૂજ્યતાની અપેક્ષાએ તીર્થંકર અનંતર શ્રીસંઘ છે, પ્રભાવની અપેક્ષાએ તીર્થકર સમકક્ષ શ્રીસંઘ છે અને ઉપકારની અપેક્ષાએ તીર્થકરથી અધિક શ્રીસંઘ છે. તીર્થકર અનંતર શ્રીસંઘ : તીર્થકર શ્રીસંઘના સ્થાપક, નાયક, માર્ગદર્શક છે, ગણધરો દ્વારા શ્રીસંઘનું પાલનપોષણ કરનારા છે, તેમની પાસે તીર્થ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે, તે અપેક્ષાએ તીર્થંકરો અતિ મહાન છે. છતાં તીર્થંકર સિવાયના સર્વ ગુણિયલ જીવોનો સમૂહ શ્રીસંઘમાં સમાવિષ્ટ હોવાથી તીર્થંકર પછી પૂજ્યતાની દૃષ્ટિએ દ્વિતીય નંબરે શ્રીસંઘ આવે. તીર્થકર પછી આ જગતમાં પૂજ્ય, આદરણીય, શિરસાવંદ્ય, શ્રીસંઘ હોવાથી તે પચ્ચીસમો તીર્થકર છે. માત્ર વ્યક્તિ નહીં, સમૂહનું આ માન છે. તીર્થકર સમકક્ષ શ્રીસંઘ ? પ્રભાવકતાની અપેક્ષાએ તીર્થકરો જગતમાં અદ્વિતીય છે, પરંતુ તીર્થકર સ્થાપિત શ્રીસંઘ પણ અચિંત્ય પ્રભાવકતા ધરાવે છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉત્તમ વિપાકવાળા સૃષ્ટિના સર્વ જીવોના સમૂહરૂપ શ્રીસંઘ, ગુણઐશ્વર્યથી સામૂહિક પ્રતિબોધકતા પ્રભાવકતા તીર્થકર સમકક્ષ ધરાવે છે, તેથી શ્રીસંઘને તીર્થકર તુલ્ય કહ્યો. શ્રીસંઘ બહાર અન્ય ધર્મમાં રહેલા ગુણિયલ મુમુક્ષુ જીવો મોક્ષમાર્ગની પ્રારંભિક ભૂમિકામાં ભલે હોય, પરંતુ તે જીવો સમ્યગ્દર્શન આદિ ગુણો ન પામેલા હોવાથી તેમનામાં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળું ઐશ્વર્ય સંભવિત નથી. જોકે તે જીવો લાયક છે, આત્મકલ્યાણની સાચી સાધના કરનારા છે, પરંતુ તેમણે શ્રદ્ધાથી સ્વીકારેલાં १ एषोऽयं संघः। श्रुते सिद्धान्ते। भणितोऽभिहितः। तीर्थकरेभ्योऽनन्तरो द्वितीयस्थानवर्ती तीर्थकरानन्तरः। पूज्यत्वेनेति शेषः। अथवाऽविद्यमानमन्तरं विशेषो यस्य सोऽनन्तरः, तीर्थकराणामनन्तरस्तीर्थकरतुल्य इत्यर्थः । तेषामपि तस्य पूज्यत्वात्। अथवा तीर्थकरोऽनन्तरो यस्मात्स तथा। संघपूर्वकं हि तीर्थकरस्य तीर्थकरत्वं। संघ इति संबन्धितमेव। इति गाथार्थः।।३८।। (पंचाशक प्रतिष्ठाप्रकरणपंचाशक टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396