Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 359
________________ ૩૨૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ બોજારૂપે સાચવીને મંદ આરાધના કરવા કરતાં સ્વેચ્છાએ ત્યાગ કરવો શું ખોટો ? આમ, ઉત્તમ આરાધકભાવથી એમણે પોતાનો આહાર-પાણી-ઔષધના ત્યાગરૂપ અણસણનો નિર્ણય જાહેર કર્યો. આ સાંભળી આખો ચતુર્વિધ સંઘ ભેગો થયો, અને સહુએ અતિશય આગ્રહ કર્યો કે અમારી વિનંતિને માન આપી આપે આહારપાણી-ઔષધ અવશ્ય લેવાં પડશે. સંઘનો આગ્રહ એ કારણથી હતો કે આવા પ્રભાવક આચાર્ય શ્રીસંઘની અમૂલ્ય મૂડી છે, તેમનું જીવન શાસન માટે અતિ ઉપકારી છે, તેમની દેહશક્તિ ટકે તો મહાન ઉપકાર થઈ શકશે. અહીં શ્રીસંઘના આગ્રહને માન આપી પૂ. હીરસૂરિ મહારાજે અણસણનો નિર્ણય પાછો ખેંચ્યો. સંક્ષેપમાં સંઘ એ આરાધક જીવોનો સમૂહ છે. તેની જિનાજ્ઞાસાપેક્ષ આજ્ઞા કે વિનંતિ હોય તો ધર્માચાર્યે પણ તેને માન આપવું ઉચિત છે. આ શ્રીસંઘનો મહિમા વર્ણવ્યો. હવે તેના મુખ્ય ગુણસ્વરૂપની વાત કરીશું. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિયાસ, Mono AવળિOTIOf Iloil (અતિત ૨૦ સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ભવચક્રમાં ભટકતા જીવને તરવા આલંબનરૂપે તારક તીર્થ અવશ્ય જોઈએ. તીર્થકરો આયુષ્યથી યાવચંદ્રદિવાકરી નથી, તેથી તેમની ગેરહાજરીમાં પણ પાત્ર જીવોને તરવાનું આલંબન મળી રહે એ આશયથી તીર્થકરો સ્વયં જ જીવંત ભાવતીર્થરૂપ પટ્ટધરની પરંપરા, દ્વાદશાંગી સૂત્ર અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. આ બધા ભાવતીર્થો છે, સૌમાં ભવોદધિતારકતા છે. પ્રત્યેકની પોતપોતાની રીતે આગવી મહત્તા છે. તેમાં આપણે ચતુર્વિધ શ્રીસંઘનું વર્ણન વિચારી રહ્યા છીએ, જે તીર્થકરો માટે પણ નમસ્કરણીય છે. વ્યક્તિ કરતાં સમૂહનો મહિમા અધિક છે તે તીર્થકરોના વ્યવહારથી પણ પ્રસ્થાપિત થાય છે. આવા મહિમાવંત સંઘને ચૌદપૂર્વી-દશપૂર્વી શ્રુતકેવલીઓ કે પ્રભાવક ધર્માચાર્યો પણ માન આપે છે, તેનાં દૃષ્ટાંતો વિચાર્યા. સંઘની વાત પોતાના વિષયમાં હસ્તક્ષેપ કરનારી હોય તો પણ ચૌદપૂર્વી ઉચિત આજ્ઞાને માથે ચડાવે છે. કોઈને ભણાવવા-ન ભણાવવા તે ગુરુઇચ્છાને આધીન છે. શિષ્યને યોગ્ય જ્ઞાનપ્રદાન કરવાની જવાબદારી ગુરુની છે. છતાં તેમાં પણ સંઘે આગ્રહ કર્યો તો પૂ. ભદ્રબાહુસ્વામીએ વિનંતિ માન્ય રાખી. માત્ર તેમાં પણ જિનાજ્ઞા સુરક્ષિત રહે તેટલો ઉચિત વિચાર જ કર્યો. આ પરથી સાર એ છે કે શાસનના ધુરંધરોએ પણ શ્રીસંઘની આજ્ઞાનો આદર કરવો જોઈએ, અને ન કરે તો મહા આશાતનાનો ભાગીદાર બને, ફળસ્વરૂપે અનંત સંસારી પણ થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396