Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 360
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ શ્રીસંઘનું સ્વરૂપ : જિનાજ્ઞાસાપેક્ષ તે શ્રીસંઘ ઃ જિનાજ્ઞાનિરપેક્ષ તે સંઘ નથી : આવા ગૌરવવંત સંઘનું મુખ્ય સ્વરૂપ કેવું હોય તે જણાવતાં શાસ્ત્રો કહે છે કે, `જે શ્રીસંઘ આધ્યાત્મિક ગુણોના સંઘાતરૂપ છે, ગુણસમૂહોનો આધાર છે, રત્નત્રયીરૂપ ગુણોનો ધારક છે, તે નિયમા જિનાજ્ઞાયુક્ત જ હોય. જિનાજ્ઞાયુક્ત એવો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમૂહ તે જ શ્રીસંઘ છે અને જિનાજ્ઞાનિરપેક્ષ એવું ગમે તે તેટલું કહેવાતા જેનોનું મોટું ટોળું હોય તો પણ શાસ્ત્ર તેને સંઘ નથી તેમ કહે છે. સંઘને બીજા શબ્દોમાં શાસ્ત્રમાં મહાજન કહ્યો છે. વ્યવહારમાં જે મહાજન શબ્દ બોલાય છે તે જુદા અર્થમાં છે. અહીં મહાજન એટલે આ જગતમાં જે મહાન પુરુષોનો જનસમૂહ છે, ઉત્તમ પુરુષોનો સમુદાય છે, જેનું અનુસરણ કરવામાં કોઈ ચિંતા ક૨વાની જરૂર નથી, આંખો મીંચીને જેનું અનુસરણ કરી શકાય તે મહાજન. એટલે જ મહાનનો યેન ાત: સ પન્થાઃ। તેવી શાસ્ત્રોક્તિ છે. મહાજન જે માર્ગે જાય તે માર્ગને આપમેળે ધર્મનો માર્ગ સમજી લેવો; કેમ કે ઉત્તમ પુરુષોનું જીવન જ એવું હોય જે ધર્મની જીવંત પ્રેરણા આપે. અરે ! તે પોતે જ સાક્ષાત્ ધર્મનો સદેહે અવતા૨ હોય. શ્રીસંઘને આવો મહાજન કહ્યો છે અને તેનું અવશ્ય અનુસરણ કરવું તેવું શાસ્ત્રમાં વિધાન છે. પરંતુ તે સંઘનું અદ્વિતીય સ્વરૂપ શું ? તો કહે છે કે જે જિનાજ્ઞાયુક્ત છે તે જ શ્રીસંઘ છે, જે જિનાજ્ઞા યુક્ત નથી તેવા સંઘને અમે સંઘ કહેવા જ તૈયાંર નથી. અરે ! એવા સમૂહને કોઈ સંઘ કહે તો પણ શાસ્ત્ર તે કહેનારને પ્રાયશ્ચિત્ત દર્શાવે છે. જે રાગ-દ્વેષથી ભરેલા છે, તીર્થંકરોની સમ્યગ્ આજ્ઞાથી નિરપેક્ષ છે, તેવાને કોઈ મમત્વથી સંઘ શબ્દથી નવાજે તો તે બોલનાર વ્યક્તિ પ્રાયશ્ચિત્તની ભાગી છે. આજ્ઞાનિરપેક્ષ એવા લોકોના સમૂહને તમે પણ સંઘ તરીકે માનો, સ્વીકારો કે તમારા મનમાં તેમના માટે બહુમાન-ભક્તિ વગેરેનો ભાવ જાગે તો તેનાથી તમને ધર્મ ન થાય, પણ પાપરૂપે પ્રાયશ્ચિત્તનું કારણ પ્રગટે. અરે ! ખાલી સંઘ શબ્દથી સંબોધન કરો તો પણ પ્રાયશ્ચિત્ત આવે, તો આગળ આગળની શું વાત કરવી ? ૩ ૩૨૩ १ न हि तीर्थनाम्ना जनसमुदाय एव तीर्थम्, आज्ञारहितस्य तस्यास्थिसंघातरूपत्वप्रतिपादनात्, किन्तु सूत्रविहितयथोचितक्रियाविशिष्टसाधुसाध्वीश्रावकश्राविकासमुदायः । (योगविंशिका श्लोक १४ टीका) ૨ િિહસંધાયું નહિવું, સંનમસંધાયનું વપ્ નં। નાળવરળસંધાય, સંધાયતો હૅવફ સંઘો।।૪૦।। (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास मूल) ★ आज्ञारहित जननो समुदाय ते तीर्थ नथी, पण शास्त्रविहित उचित क्रियाविशिष्ट साधु, साध्वी, श्रावक अने श्राविकानो समुदाय તે તીર્થ છે. (ज्ञानसार० अष्टक २७, श्लोक ८ टबो) 3 सुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स । आणाभट्ठाओ बहु-जणाओ मा भणह संघुत्ति । । ११९ । । देवाइदव्वभक्खणतप्परा तह उमग्गपक्खकरा । साहुजणाण पओस-कारिणं मा भणह संघं । । १२० ।। अहम्म अनीईअणायार- सेविणो धम्मनीइपडिकूला। साहूपभिचउरो वि बहुया अवि मा भणह संघं । । १२१ ।। अम्मापियसारिच्छो सिवघरथंभो य होइ जिणसंघो । जिणवर आणावज्जो सप्पुव्व भयंकरो संघो । । १२२ ।। अस्संघ संघं जे भांति रागेण अहव दोसेण। छेओ वामूहत्तं पच्छित्तं जायए तेसिं । । १२३ ।। (संबोधप्रकरणम् द्वितीय अधिकार) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396