Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 357
________________ ૩૨૦ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ અહીં તો સર્વ શાસ્ત્રના વિશારદ બનવાનું વળી બીજી પણ અનેક પ્રકારની પ્રતિભાશક્તિ વિકસાવવાની. તે સિવાય નેતૃત્વ એકાંત હિતકારી ન બને. 'પૂ. શય્યભવસૂરિએ શ્રીસંઘની આજ્ઞા માથે ચડાવીને શ્રીદશવૈકાલિકસૂત્રનું વિસર્જન ન કર્યું : પ્રભુ વીરના શાસનમાં પ્રારંભના સંઘનાયકો તો સમગ્ર ગણિપિટક સ્વરૂપ દ્વાદશાંગીના ધારક હતા. આવા અતિશયિત શ્રુતના સામર્થ્યવાળા મહાપુરુષોએ પણ શ્રીસંઘને કેવો આદર આપ્યો છે તેનાં બીજાં પણ દૃષ્ટાંતો છે. ચોથા પટ્ટધર પૂ. શય્યભવસૂરિએ પોતાના સંસારીપુત્ર મનકને બાલ્યવયમાં દીક્ષા આપી, અલ્પ આયુષ્ય જાણતાં શીઘ્ર હિત કરવા પૂર્વોમાંથી ઉદ્ધૃત કરીને દશવૈકાલિકસૂત્રની રચના કરી અને તેનો અલ્પ કાળમાં અભ્યાસ કરાવી બાલમુનિને સંયમજીવનમાં નિપુણ આરાધક બનાવ્યા. છ માસના અંતે પુત્રમુનિ કાળધર્મ પામતાં આચાર્ય ભગવંત વિચારે છે કે, જે પ્રયોજનથી મેં આ નવા આગમસૂત્રની મનમાં રચના કરી પ્રદાન કર્યું તે પ્રયોજન પૂર્ણ થયું, તેથી હવે આ આગમની જરૂર નથી. એટલે પાછું સંહરણ કરીને વિસર્જન કરવાનું વિચારે છે. આ વાતની શ્રીસંઘને ખબર પડી. શ્રીસંઘે શુભાશયથી વિનંતિ કરી કે, આપે ભલે મનકમુનિના હિત માટે આ અભિનવ શાસ્ત્રનું સર્જન કર્યું, પણ કલિકાલમાં અલ્પબુદ્ધિવાળા અનેક જીવો પાકવાના. જેમને આ વિશાળ ગહન શાસ્ત્રોનું જ્ઞાન પચાવવું શક્ય ન બને, તેવાને યતિજીવનનો સંક્ષેપમાં પરિપૂર્ણ આચાર સમજાય, જૈનઆચારનાં રહસ્યો ગ્રહણ થાય તેવું આ સંક્ષિપ્ત શાસ્ત્ર છે, તેથી આપ આનું વિસર્જન ન કરો, જેમ છે તેમ સંઘમાં ટકાવી રાખો, અધ્યયન-અધ્યાપનની પરંપરાથી વારસામાં જાય તેવું કરો. આ શ્રીસંઘની વિનંતિને પૂ. શય્યભવસૂરિજીએ ઉચિત જાણી માન્ય રાખી. વર્તમાનમાં પણ સાધુજીવનમાં નવદીક્ષિતને સૌથી પહેલાં આ આગમ ભણાવાય છે. મુનિજીવનનો સમગ્ર આચાર તેમાં સંક્ષેપમાં આવી જાય છે. ચૌદપૂર્વધરનાં વચનો હોવાથી આ સંક્ષિપ્ત આગમ પણ અર્થથી ઘણું ગંભીર છે. અરે ! ભવિષ્યમાં બીજા બધા શ્રુતનો ક્રમિક વિચ્છેદ થતાં માત્ર આ એક જ શાસ્ત્ર અને તેના જ્ઞાનના વારસાથી આખું શાસન ટકશે. વિચાર કરો, પૂ. દુષ્પસહસૂરિ સુધી શાસન ટકાવવામાં, તીર્થરક્ષામાં આ સચવાયેલું આગમ કામ લાગશે. તીર્થંકરકથિત માર્ગનો સંક્ષેપમાં સમાવેશ આ આગમમાં છે. રત્નત્રયીની આરાધના માટે આ આગમકથિત અર્થનો બોધ જઘન્યથી અનિવાર્ય છે. 'विचारणा संघ' इति शय्यम्भवेनाल्पायुषमेनमवेत्य मयेदं शास्त्रं निर्यूढं किमत्र युक्तमिति निवेदिते विचारणा संघे - कालहासदोषात् प्रभूतसत्त्वानामिदमेवोपकारकमतस्तिष्ठत्वेतदित्येवंभूता स्थापना चेति गाथार्थः । । ३७२ ।। ( दशवैकालिक नियुक्ति श्लोक ३७२ टीका) २. मणकार्थं कृतो ग्रन्थस्तेन निस्तारितश्च सः । तदेनं संवृणोम्यद्य यथास्थाने निवेशनात् । । १०० ।। यशोभद्रादिमुनयः सङ्घायाख्यन्निदं तदा । दशवैकालिकं ग्रन्थं संवरिष्यन्ति सूरयः । । १०१ । । सङ्घोऽप्यभ्यर्थयाञ्चक्रे सूरिमानन्दपूरितः । मणकार्थोऽप्ययं ग्रन्थोऽनुगृह्णात्वखिलं जगत् । । १०२ । । अतः परं भविष्यन्ति प्राणिनो ह्यल्पमेधसः । कृतार्थास्ते मणकवद्भवन्तु त्वत्प्रसादतः।।१०३।। श्रुताम्भोजस्य किञ्जल्कं दशवैकालिकं ह्यदः । आचम्याचम्य मोदन्तामनगारमधुव्रताः । । १०४ ।। सङ्घोपरोधेन श्रीशय्यम्भवसूरिभिः । दशवैकालिकग्रन्थो न संवव्रे महात्मभिः । । १०५ ।। (परिशिष्ट पर्व पांचमो सर्ग) ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396