Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 356
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૧૯ વિલીનીકરણ કર્યું. વિચારો કે જ્ઞાની પુરુષો જ્ઞાનના વારસાને સાથે લઈને મૃત્યુ પામવા તૈયાર છે, પણ વિચ્છેદના ભયથી અપાત્રને આપવા તૈયાર નથી. જ્ઞાનદાનમાં પાત્રતાનો નિયમ કેટલો દઢમૂળ હોવો જોઈએ તેનો આ નમૂનો છે. શ્રીસંઘ પણ જાણે છે કે હવે બીજો કોઈ વિકલ્પ નથી, જેટલું શ્રુત ટકે એટલું સાચું. અહીં બીજી વાર પણ સંઘનું બહુમાન રાખી વીરના શાસનમાં છેલ્લા ચૌદપૂર્વધર સ્થૂલભદ્રજીને બનાવ્યા. આવા ચૌદ પૂર્વધરને પણ જિનાજ્ઞાનું મહત્ત્વ એટલું છે, કે સંઘ આખો એક બાજુ હોય તો પણ જિનાજ્ઞા બાજુએ મૂકીને સંઘની વિનંતિ સ્વીકારવાની તૈયારી નથી, અને સંઘ પણ એવો આજ્ઞારાગી છે કે આચાર્ય ભગવંતને પૂછ્યું નહીં કે આખો સંઘ એક બાજુ છે, છતાં તમે તેની આજ્ઞા માનવાને બદલે શરત મૂકો છો તે વાજબી છે ? આ દૃષ્ટાંતમાં સંઘ અને સંઘનાયક બંનેની સાચી ઓળખ થઈ જાય છે. માત્ર વાર્તા તરીકે દૃષ્ટાંતો વાંચો તો તેનો મતલબ નથી. જે વખતે જૈનશાસનની જબરદસ્ત જાહોજલાલી હતી તે કાળનો આ સંઘ છે કે જેમાં કેટલાય ઋદ્ધિસંપન્ન મહાત્માઓ, પૂર્વધર બહુશ્રુતો, પ્રભાવક ધર્માચાર્યો હતો. બીજા સાધુ-સાધ્વી અને આગેવાન સમર્થ શ્રાવકોનો તો કોઈ તોટો નહીં હોય. જે વખતે ભારતમાં કરોડો અને કરોડોની વસતી હતી તે વખતની આ વાત છે. ઇતિહાસકારો પણ કહે છે કે, સંપ્રતિ રાજાના સમયમાં ભારતમાં ૪૦ કરોડ જૈનોની વસતી હતી. આટલું વિશાળ સમૂહબળ છતાં વિનંતિમાં કોઈ આજ્ઞાનિરપેક્ષ દબાણ કે આગ્રહ ન દેખાય. આ જ જેનશાસનની ગરિમા છે. પ્રથમ વખત આખા સંઘે વિનંતિ કરી તે જિનાજ્ઞા પ્રમાણે છે, માટે હાથ જોડી પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજા સંઘને મિચ્છા મિ દુક્કડં કરે છે, અને 'સંઘઆજ્ઞા મને શિરોમાન્ય છે તેવો વિનયવ્યવહાર દર્શાવે છે. અર્થાત્ જિનાજ્ઞા અનુસારી સંઘની આજ્ઞા ચોદપૂર્વી કે ધર્માચાર્યો પણ અવશ્ય સ્વીકારે, અને જો ન સ્વીકારે તો તેમને શ્રીસંઘની આશાતનાનું મહાન પાપ લાગે. પરંતુ જિનાજ્ઞા બાધિત થતી હોય તેવી સંઘની આજ્ઞા શુભાશયવાળી પણ વિનયથી ન સ્વીકારે તેવો શાસ્ત્રવ્યવહાર છે. સભા..વીર પ્રભુના નિર્વાણથી દોઢસો વર્ષમાં જ છટ્ટા પટ્ટધર ? પટ્ટધરોનો કાળ આટલો ટૂંકો હતો ? સાહેબજી: સંઘનાયકોનો સમયગાળો પ્રાયઃ બહુ લાંબો નથી સંભવતો. લોકમાં પણ જાહેર ક્ષેત્રમાં શ્રેષ્ઠ પદ પર પહોંચતાં પ્રાયઃ પ્રૌઢ ઉંમર તો સહેજે થઈ જાય. જાહેર ક્ષેત્રમાં ખાલી ઉંમરથી જ વડીલ નથી બનવાનું, પણ સાથે સાથે જ્ઞાન, પ્રતિભા, શક્તિ, અનુભવ બધામાં મોટાઈ આવશ્યક હોય છે. તેમ ધર્મક્ષેત્રમાં તો વિશાળ શાસ્ત્રજ્ઞાન, પવિત્ર જીવન, આચાર-વિચારની શ્રેષ્ઠ ગુણવત્તા, સંઘ અને શાસનવ્યવસ્થાનો બહોળો અનુભવ આદિ અનેક ગુણવત્તા જરૂરી છે. પૂરઝડપે જોતજોતામાં જ્ઞાન મેળવે તો પણ સર્વ શાસ્ત્રોનું જ્ઞાન મેળવતાં વર્ષો વીતે. તમે ભણતાં ભણતાં ડોસા થઈ જાઓ તો પણ ધર્મશાસ્ત્રની એક શાખાનું પૂરું ભણી ન શકો, અને १ भावसङ्घमेवाभिष्टौति'संघोत्ति। सङ्घो महानुभावः 'कार्ये' सचित्तादौ व्यवहारे सदाऽऽलम्बनं भवति 'यत्' यस्मान्नगरादयो दृष्टान्ताः 'तत्र' सङ्घ 'श्रुते' आवश्यकनियुक्त्याख्ये भणिताः।।१३० ।। (ગુરુતત્ત્વવન દ્વિતીય સત્તા પ્રશ્નો ૩૦ ટીવા) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396