Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 354
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૧૭ મહારાજાનું જ્ઞાન એક પૂર્વથી થોડું ન્યૂન કહ્યું છે. અહીં તો એક, બે, ત્રણ, ચાર એમ ક્રમશઃ દ્વિગુણ દ્વિગુણ કદવાળાં પૂર્વ ભણવાનાં છે. તેથી એક જ સ્થૂલભદ્રજી ટક્યા છે. ૧ શ્રીસંઘની બીજી વાર આજ્ઞા, જેનું શ્રીભદ્રબાહસ્વામી દ્વારા અંશતઃ પાલન : આ જ પૂ. ભદ્રબાહુસ્વામીના જીવનમાં બીજી વાર પણ શ્રીસંઘની આજ્ઞાને માન આપવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે. શ્રી સ્થૂલભદ્રજીને દશ પૂર્વ ભણાવ્યા પછી સાથે વિહાર કરતાં પાટલિપુત્રમાં પધાર્યા છે ત્યારે, વંદન કરવા આવેલ દીક્ષિત બેનોને શ્રીસ્થૂલભદ્રજીએ પોતાના જ્ઞાનનો અતિશય દર્શાવવા લબ્ધિનો પ્રયોગ કરેલ. આ જાણવાથી પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજે આગળ વાચના બંધ કરી; કારણ કે પુષ્ટાલંબન (ઉચિત કારણ) વિના લબ્ધિનો પ્રયોગ જ્ઞાનનો ઉત્સુક (ગર્વ) સૂચવે છે. શ્રી સ્થૂલભદ્રજીએ મિચ્છા મિ દુક્કડ સાથે પુનઃ વાચનાદાન માટે વિનંતિ કરી ત્યારે પૂ. ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે “તમારા જેવા ઉત્તમ પુરુષમાં આવો ભાવ જાગ્યો તે કલિકાલની પડતીની નિશાની છે. હવે અધિક જ્ઞાન કોઈને પચશે નહીં. અપાત્રને જ્ઞાન ન અપાય તેવી જિનાજ્ઞા છે.” તેથી જિનાજ્ઞા અનુસારે પૂ. ભદ્રબાહુસ્વામીએ વાચના બંધ કરી. સંઘને જાણ થતાં સંઘ ફરી ભેગો થયો. શ્રીસંઘને ચિંતા એ છે કે સંઘમાં બીજા કોઈ શક્તિશાળી નથી, ભણવા સમર્થ નથી, અને આમને ભણાવવાની ગુરુ મહારાજ ના પાડે છે, તો શ્રુત ટકશે કેવી રીતે ? શાસનમાં આગળ આગળ જ્ઞાનનું ઐશ્વર્ય ઝાંખું પડી જશે. આમ વિચારી શ્રીસંઘે પૂ. ભદ્રબાહુસ્વામીજીને ફરી ભણાવવા આગ્રહ કર્યો. તે વખતે પણ મહિમાવંત શ્રીસંઘની વિનંતિને માન આપી પૂ. સ્થૂલભદ્રજીને ચૌદ પૂર્વ ભણાવ્યાં છે, પરંતુ અત્યારે જિનાજ્ઞા આચાર્ય મહારાજના પક્ષે છે. તેઓ સંઘને એમ કહી શકે કે આજ્ઞાવિરુદ્ધ સંઘે આગ્રહ ન રાખવો જોઈએ. પરંતુ આ જ્ઞાની પુરુષે જિનાજ્ઞાને પણ નુકસાન ન થાય અને શ્રીસંઘનું ગૌરવ જળવાય તે રીતે શરતપૂર્વક ભણાવવાનો સ્વીકાર કર્યો. કહ્યું કે, સંઘની વિનંતિ ખાતર છેલ્લાં ચાર પૂર્વ મૂળથી આપીશ, પરંતુ અર્થથી નહિ આપું. વળી ભવિષ્યમાં સ્થૂલભદ્રજી તો છેલ્લા ચાર પૂર્વ સૂત્રથી પણ બીજા કોઈને ન ભણાવે; १ इत्याख्याय स्थूलभद्रानुज्ञाता निजमाश्रयम्। ता ययुः स्थूलभद्रोऽपि वाचनार्थमगाद् गुरुम्।।१०१।। न ददौ वाचनां तस्यायोग्योऽसीत्यादिशद् गुरुः । दीक्षादिनात्प्रभृत्येषोऽप्यपराधान्व्यचिन्तयत्।।१०२।। चिन्तयित्वा च न ह्यागः स्मरामीति जगाद च। कृत्वा न मन्यसे शान्तं पापमित्यवदद् गुरुः ।।१०३।। स्थूलभद्रस्ततः स्मृत्वा पपात गुरुपादयोः। न करिष्यामि भूयोऽदः क्षम्यतामिति चाब्रवीत्।।१०४ ।। न करिष्यसि भूयस्त्वमकार्षीर्यदिदं पुनः। न दास्ये वाचनां तेनेत्याचार्यास्तमनूचिरे ।।१०५ ।। स्थूलभद्रस्ततः सर्वसंघेनामानयद् गुरुम्। महतां कुपितानां हि महान्तोऽलं प्रसादने।।१०६ ।। सूरिः संघं बभाषेऽथ विचक्रेऽसौ यथाऽधना। तथान्ये विकरिष्यन्ति मन्दसत्त्वा अत: परम्।।१०७।। अवशिष्टानि पूर्वाणि सन्तु मत्पार्श्व एव तु। अस्यास्तु दोषदण्डोऽयमन्यशिक्षाकृतेऽपि हि ।।१०८।। स संघेनाग्रहादुक्तो विवेदेत्युपयोगतः। न मत्तः शेषपूर्वाणामुच्छेदो भाव्यतस्तु सः।।१०९।। अन्यस्य शेषपूर्वाणि प्रदेयानि त्वया न हि। इत्यभिग्राह्य भगवान्स्थूलभद्रमवाचयत्।।११० ।। (પરિશિષ્ટ પર્વ નવમો સf) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396