Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 343
________________ ૩૦૧ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ અબજોની સંપત્તિ વચ્ચે જન્મે, છતાં ભોગવશે પણ અનાસક્તિથી, સ્વ-પરના શક્ય હિતમાં પૂરેપૂરો સદુપયોગ કરશે અને અવસર મળતાં તૃણવત્ છોડીને ચાલી નીકળશે. છોડતાં પણ તેમને કોઈ હિચકિચાટ નહીં. આ મહાપુરુષો ઐશ્વર્યના સાચા માલિક છે, ગુલામ નથી. આવા ઉત્તમ જીવોનો સમૂહ સંઘમાં આવે. શ્રીસંઘ એટલે નાનીસૂની વસ્તુ નથી. શ્રીસંઘનું વર્ણન ઘણું રોચક અને સાંભળવા જેવું છે. તે સાંભળવાથી પણ પ્રેરણા મળશે કે આવા શ્રીસંઘમાં વહેલામાં વહેલા પ્રવેશ કરી સભ્યપદ મેળવું. શ્રીસંઘનું સભ્યપદ અતિ દુર્લભ છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । | મયવBIO, JIJ MOJIOi મ ળOIJoi || (પ્રતિત પ્રHROTo બ્લો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. સમગ્ર સૃષ્ટિમાં શ્રેષ્ઠ કોટિના ગુણોના ધારક જીવોના સમૂહરૂપ શ્રીસંઘ તીર્થકર અનંતર, તીર્થકર સમકક્ષ અને તીર્થકરથી પણ અધિક છે : ૮૪ લાખ જીવાયોનિમાં ભટકતા જીવોને દુર્ગતિમાં તો દુઃખોનો પાર નથી અને દોષોના વિકાસનો પણ પાર નથી. દુર્ગતિમાં જીવ લગભગ દોષોનો જ વિકાસ કરે છે; કારણ કે ત્યાં તેને ગુણોનો વિકાસ કરવાની તક કે સામગ્રી જ નથી. જીવસૃષ્ટિનો મોટો ભાગ દુર્ગતિમાં છે. ૦.૦૦.૦૧ % જીવો પણ સદ્ગતિમાં નથી આવતા; કેમ કે વ્યવહારથી સદ્ગતિરૂપે મનુષ્યગતિ અને દેવગતિ એ બે જ આવે. તિર્યંચ-નારકીમાં જ જીવોની વિપુલ સંખ્યા છે. દેવગતિ અને મનુષ્યગતિ કરતાં અનેક ગણી સંખ્યા પંચેંદ્રિય તિર્યંચમાં છે. તેનાથી ચઉરિદ્રિય, તેઇંદ્રિય, બેઇંદ્રિય આદિની સંખ્યા ક્રમશ: અધિક અધિક છે. આ વાત પ્રત્યક્ષ છે. દા.ત. મુંબઇની વસ્તી દોઢ કરોડની છે. પણ મુંબઇના એક મકાન જેટલા વિસ્તારમાં પણ દોઢ કરોડથી વધારે કીડીઓ ચોક્કસ મળશે. બેઇંદ્રિયથી પંચેંદ્રિય સુધીના બધા જીવો ત્રસ છે. તેના કરતાં પાણી વગેરે એકેંદ્રિય સ્થાવર જીવો અનેક ગણા ગુણાકારમાં છે. પાણીના એક ટીપામાં જ અસંખ્ય જીવો છે. અને તે સર્વ પૃથ્વી, પાણી, અગ્નિ કે વનસ્પતિ આદિના જીવોથી અનંતના ગુણાકારમાં એક નિગોદરૂપ વનસ્પતિમાં જીવો છે. તેથી ક્રમશઃ અવિકસિત ભવોરૂપ દુર્ગતિમાં જીવોના અનેક ગણા ગુણાકારરૂપે ખડકલા છે. આમાંથી ભાગ્યે જ, અનંતમાં એકની સરેરાશથી જીવ વિકસિત ભવરૂપ મનુષ્ય કે દેવભવમાં અકામનિર્જરાથી આવે છે. વાસ્તવમાં દુર્ગતિનું માળખું જ એવું છે કે ત્યાં જીવ પ્રાયઃ શુભ પરિણામ કરી જ ન શકે. એટલે મનુષ્યભવ કે દેવભવયોગ્ય પુણ્યનો સંચય જ તેમને દુષ્કર છે. વળી દેવગતિ કે મનુષ્યગતિમાં આવેલા જીવો પણ ૯૯ ટકા પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396