Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 348
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૧૧ પ્રથમ ઉપકારી. અહીં ખુલાસો એ છે કે તીર્થકર પણ જેને “નમો તિ–સ્સ” કહીને નમસ્કાર કરે છે તેવો શ્રીસંઘ તીર્થકરોથી પણ અપેક્ષાએ અધિક છે. તીર્થકરો ‘નમો તિ–સ્સ’ કહીને પ્રથમ ભાવતીર્થ સ્વરૂપ પટ્ટધર એવા ગણધરોને નમસ્કાર કરે છે, તે પટ્ટધરોની જગતમાં મહત્તા સ્થાપિત કરવા માટે છે. દ્વાદશાંગ્રીરૂપ જા ભાવતીર્થને નમસ્કાર કરે છે, તેમાં દ્વાદશાંગીનું તેમના પર ઋણ છે માટે નમસ્કાર કરે છે, કેમ કે અર્થથી શાશ્વત દ્વાદશાંગીનું અવલંબન લઈને જ તેઓ છેક કેવલજ્ઞાન સુધી પહોંચે છે. તે જ રીતે શ્રીસંઘનું પણ તીર્થકરો પર આગલા ભવની અપેક્ષાએ ઋણ છે. આભવમાં શ્રીસંઘનું તેમના ઉપર કોઈ ઋણ નથી; કેમ કે તેઓ જમ્યા પછી સ્વયંબુદ્ધ છે. તેમને સ્વસાધના માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા આદિ કોઈ આરાધકવર્ગની સહાય-પ્રેરણા કે અવલંબન આવશ્યક નથી. સ્વતંત્ર રીતે આખો સંસારસાગર તરી શકે તેવા સમર્થ છે. પણ તે જ તીર્થકરો આગલા ભવમાં શ્રીસંઘનું અવલંબન લઈને સાધના કરતા હતા. ધર્માચાર્ય, ગુરુઓ આદિના ઉપદેશથી સાધુ-સાધ્વી કે કલ્યાણમિત્રો આદિની સહાયથી સાધના આગળ ધપાવી છે. અરે ! સાધનાનો પ્રારંભ પણ પ્રાયઃ કરીને કોઈ સંઘના અંગભૂત વ્યક્તિની સહાયથી થતો હોય છે. દા.ત. નયસારના ભવમાં પ્રભુ વીરને ધર્માચાર્યે ઉપદેશ દ્વારા પ્રબોધ કર્યો. ટૂંકમાં તીર્થકરો પણ ભૂતકાળના કોઈ સંઘમાંથી જ પાકે છે. સર્વ તીર્થકરોને પકવવાની ઉત્પાદકભૂમિ કે અખૂટ રત્નખાણ શ્રીસંઘ જ છે. વર્તમાન સંઘમાં પણ કોઈ ભવિષ્યના તીર્થકરો કે ગણધરો આદિના આત્મા હોઈ શકે છે, જે ચતુર્વિધ સંઘની સહાયથી જ વર્તમાનમાં આરાધના કરે છે. ભૂતકાળની અપેક્ષાએ શ્રીસંઘનો ઉપકાર ન હોય તેવા કોઈ તીર્થકર શક્ય નથી. આજ દિવસ સુધીમાં શ્રીસંઘ થકી અનંતા તીર્થકરોની શ્રેણિ સર્જાઈ છે અને ભવિષ્યમાં પણ અનંતા તીર્થકરો શ્રીસંઘરૂપ રત્નભૂમિમાંથી જ પ્રગટશે. જે શ્રીસંઘ પામર સંસારી જીવને તીર્થંકરપદ સુધી પહોંચાડવામાં સહાયક છે તે શ્રીસંઘને તીર્થકરો પણ ઋણસ્વીકારરૂપે નમસ્કાર કરે તે ઉચિત જ છે. તેથી ઉપકારની અપેક્ષાએ શ્રીસંઘ તીર્થકરથી પણ અધિક છે. સભા : તીર્થકરો સમવસરણમાં પ્રથમ નમસ્કાર કરે ત્યારે મૂળ સંઘ તો હજુ સ્થપાયો નથી ને ? સાહેબજી? તે પ્રશ્ન અપ્રસ્તુત છે. જેમ દ્વાદશાંગી સૈકાલિક છે તેમ સંઘ પણ ત્રણ કાળ અને ત્રણ લોકનો વિવક્ષિત છે. તેવા વ્યાપક સંઘના અવિભાજ્ય અંગરૂપે જ તે તે તીર્થકર દ્વારા સ્થપાતો નિયત સંઘ છે. તેથી શાશ્વત સંઘને નમસ્કાર પ્રથમ સમવસરણમાં પણ શક્ય છે. આ અપેક્ષાએ "આ જગતમાં શ્રીસંઘથી અધિક પૂજનીય કશું નથી. આ શ્રીસંઘ મહામહિમાવંત છે. ★ लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः, सर्वेभ्योऽपि जिनेश्वरः समधिको लोकत्रयीनायकः। सोऽपि ३ नमहोदधिः प्रतिदिनं संघं नमस्यत्यहो, वैरस्वामिवदुन्नतिं नयति यः सोऽयं प्रशस्यः क्षितौ।।२।। (उदयवीरगणिकृत पार्श्वनाथचरित्रे ललितांगनृपकथा) ★ तदनु प्राङ्मुखः स्वामी, सिंहासन उपाविशत्। तीर्थाय नम इत्याख्यन्, मान्यः संघो जिनैरपि।।३० ।। (1મવુમાર ચરિત્ર સ-રૂ, સ્નો રૂ૦) १ व्याख्या-एतस्मिन् संघे। पूजिते सति । नास्ति न विद्यते। तकत् पूज्यं । यन्न पूजितमचिंतं भवति, सर्वमेव पूजितं भवतीतिभावः। कुत एतदेवमित्याह-भुवनेऽपि लोकेऽपि। पूजनीयं पूज्यं। न नैव। गुणस्थानं गुणास्पदं । ततः संघात्। अन्यदपरमस्ति। इति થાર્થ: (पंचाशक प्रतिष्ठाप्रकरण टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396