Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 351
________________ ૩૧૪ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ 'આ વ્યવહારને અનુસરીને જ શ્રુતકેવલી, સંઘાચાર્ય પણ સંઘને માન આપે છે. તે અંગે ભગવાન ભદ્રબાહુસ્વામીનું પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. પ્રભુ વીરના શાસનમાં છઠ્ઠા પટ્ટધર શ્રી ભદ્રબાહુસ્વામી થયા. તેમના સમયગાળામાં ભારતવર્ષમાં બાર વર્ષનો જબરદસ્ત દુષ્કાળ પડ્યો. તેમાં લોકોને અતિશય અન્નપાનની દુર્લભતાને કારણે સાધુઓને ભિક્ષાપ્રાપ્તિ દુષ્કર બની. અનેક પવિત્ર મહાત્માઓએ નિર્દોષ સંયમજીવન અર્થે અનશન સ્વીકાર્યું. હયાત રહેલા સાધુઓએ પણ દૂર દૂર વિચરી નિર્વાહ કર્યો. આવા કપરા સંયોગોમાં સમૂહમાં ગચ્છવાસ, સૂત્રપોરિસિ, અર્થપોરિસિ, વાચનાઓનો પ્રવાહ અલિત થયો, જેનો સૌથી મોટો ફટકો સાધુસંસ્થામાં શાસ્ત્રજ્ઞાનને લાગ્યો. જ્યાં જીવનના અસ્તિત્વનો જ પ્રસન્ન થાય તેવો વિક્ષેપ હોય ત્યારે વાચના આદિ સામૂહિક સ્વાધ્યાય તો ગૌણ બને જ. આના પરિણામે શ્રુતજ્ઞાનનો વિશાળ વારસો અવધારણ કરનારા સાધુઓ જ જૂજ થયા. દુષ્કાળ પૂરો થતાં રાજધાનીરૂપ પાટલીપુત્રમાં તે કાળનો સંઘ ભેગો થયો. શ્રીસંઘ કેવો જાગ્રત હોય તેનો આ નમૂનો છે. તે વખતે શ્રીસંઘ વિચારે છે કે શ્રત એ જ આપણી વારસારૂપ મુખ્ય મૂડી છે. તેથી કોની પાસે કેટલું શ્રુતજ્ઞાન ટક્યું છે તેની તપાસ કરતાં ખબર પડી કે ઘણું શ્રુતજ્ઞાન વિસરાઈ ગયું છે. મુનિઓ પાસે અગિયાર અંગનું જ્ઞાન છે, પરંતુ બારમા દૃષ્ટિવાદના જ્ઞાનમાં ઘણો ઘસારો પહોંચ્યો છે. વળી પૂર્વશ્રુતને ધારણ કરનાર પ્રાયઃ કોઈ સાધુ જણાયા નહીં, તેથી ચિંતાતુર સંઘ વિચારે છે કે આટલા અલ્પ કાળમાં આવું અતિશયવંત પૂર્વશ્રુત નાશ પામશે તો શાસન ઝાંખું પડી જશે. મહાપ્રભાવકોની પ્રભાવકતાનો મૂળ સ્રોત શ્રુતજ્ઞાન જ છે. એટલે સૌ ભેગા મળીને વિચારે છે કે શ્રુતની રક્ષા માટે અવશ્ય કાંઈક કરવું પડશે. વર્તમાન કાળમાં શાસ્ત્ર નાશ પામે કે મુનિઓમાંથી શ્રુતજ્ઞાન ઓછું થાય તો તમારે કોઈ નાહવા-નિચોવાનો પણ સંબંધ ખરો ? સભા : સાંભળીએ ત્યારે દુઃખ થાય. સાહેબજી : તમે જાણો તો દુઃખ થાય ને ? તમને તો ખબર જ નથી કે રોજ કેટલા શ્રુતનો વિચ્છેદ થઈ રહ્યો છે ? ઊંઘમાં જ છો. દિવસે દિવસે પ્રવચનપ્રભાવક ગ્રંથોનો અભ્યાસ શ્રીસંઘમાં દુર્લભ થઈ રહ્યો છે, અને અવિચ્છિન્ન પરંપરા વિના પ્રજ્ઞાસંપન્ન નવી વ્યક્તિને પણ બોધ દુર્લભ બને. તેથી વારસો વિચ્છિન્ન થતો જાય. સભા : ગ્રંથો re-print કરીને-ફરી છપાવી દઈએ તો વારસો જળવાય ને ? સાહેબજી : પરંપરાના આધારે ગ્રંથમાં લખેલું ઉકેલનારા શ્રીસંઘમાં ન હોય તો દર્શન કરવારૂપે વારસો भगवान्सङ्घः किं तु करोत्वदः।।६६।। मयि प्रसादं कुर्वाण: श्रीसङ्घः प्रहिणोत्विह। शिष्यान्मेधाविनस्तेभ्यः सप्त दास्यामि वाचनाः।।६७ ।। तत्रैकां वाचनां दास्ये भिक्षाचर्यात आगतः। तिसृषु कालवेलासु तिस्रोऽन्या वाचनास्तथा।।६८ ।। सायाह्नप्रतिक्रमणे जाते तिस्रोऽपराः पुनः। सेत्स्यत्येवं सङ्घकार्यं मत्कार्यस्याविबाधया।।६९।। ताभ्यामेत्य तथाऽऽख्याते श्रीसंघोऽपि प्रसादभाक् । प्राहिणोत्स्थूलभद्रादिसाधुपञ्चशतीं ततः।।७० ।। तान्सूरिर्वाचयामास तेऽप्यल्पा वाचना इति। उद्भज्येयुनिजं स्थानं स्थूलभद्रस्त्ववास्थित।।७१।। (fશષ્ટ પર્વ નવમો સT) १ संभाष्य-सम्बोध्य श्रमणसंघं गमनं कालार्थं-चरमकालाराधनानिमित्तमे (उपदेशपद श्लोक २०६ टीका) ★ उक्तं च- "खामेइ तओ संघ सबालवुड्ढं जहोचियं एवं । अच्चंतं संविग्गो पुव्वविरुद्ध विसेसेणं ।।१।।[पंचवस्तुक-१४१५] जं किंचि पमाएणं न सुट्ठ भे वट्टियं मए पुट्विं । तं भे खामेमि अहं निस्सल्लो निक्कसाओ त्ति।।२।।" [पंचवस्तुक-१४१६] (पंचाशक० प्रतिमाकल्पप्रकरण पंचाशक श्लोक ७ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396