________________
૨૩૬
ભાવતીર્થ - દ્વાદશાંગી કહ્યા છે. અહીં કોઈ અશ્રદ્ધાળુ કહે કે હું આ માનતો નથી. આત્માની સંખ્યાને ગણવા કોણ ગયું છે? જ્ઞાની પણ ગણી ન શકે તેને જ અનંત કહેવાય છે. તેથી સમગ્ર જીવોની સંખ્યા કેવી રીતે નક્કી થાય ? તો આવું બોલનારે સૂત્રનો અસ્વીકાર કર્યો કહેવાય. જ્યારે બીજો કોઈ આત્મા અનંત છે તે વાત સત્ય સ્વીકારે, પરંતુ અનંત શબ્દનો અર્થ એવો કરે કે જેમાં તેની મનઘડંત અનંતની સંખ્યા આવે, પરંતુ શાસ્ત્રકારોને અભિપ્રેત અનંત સંખ્યાનું પ્રમાણ ન સ્વીકારે. તો તેણે અર્થનો અપલાપ કર્યો કહેવાય.
(૩) " સૂત્ર અને અર્થ બંનેનો અપલાપ કરે તે દ્વાદશાંગીની તદુભયથી આશાતના કરનાર કહેવાય ? સભા તદુભયથી આશાતનાનું દૃષ્ટાંત શું ?
સાહેબજી તમને ભારે પડશે. શાસ્ત્રમાં કહ્યું કે નિઃસ્વાર્થભાવે સદ્ગુરુ, શરણમાં રહેલ સાધુ કે શ્રાવકને હિતાહિતનું સમ્યગું જ્ઞાન આપી હિત માટે અનુશાસનરૂપે આજ્ઞા કરે, અને તે ન માને, તો તેવો જીવ દ્વાદશાંગીનો તદુભયથી વિરાધક ગણાય; કારણ કે સૂત્રરૂપ શાસ્ત્ર અને તેના સમ્યગુ અર્થને લક્ષમાં રાખીને જ સદ્ગુરુ અનુશાસન આપે, જે ન સ્વીકારવામાં જ્ઞાની ગુરુના મનમાં રહેલા તે તે સૂત્ર અને તેના અર્થનો અવશ્ય શિષ્ય દ્વારા અનાદર-અપલોપ થાય. આ સૂત્ર-અર્થ ઉભયની આશાતના કહી. ટૂંકમાં એક પણ સૂત્રની, એક પણ અર્થની કે તદુભયની (બંનેની) વિરાધના કરનાર દ્વાદશાંગીની આશાતના દ્વારા મહાપાપનો ભાગીદાર થાય. જીવનમાં જિનવચન વિરુદ્ધ બોલવું, વિચારવું, માનવું આત્મા માટે અતિ જોખમકારક છે, તેમ નિશ્ચય થવો જોઈએ.
સભા ઃ ગુરુ ગજા બહારની આજ્ઞા કરે તો ?
સાહેબજી : સાચા ગીતાર્થ ગુરુને તમારી શક્તિની range-મર્યાદા અવશ્ય ખબર હોય. અહીં અણઘડ ગુરુની વાત નથી. ભગવાને યથાશક્તિની જ આજ્ઞા કરવાનું કહ્યું છે.
१ अहवा आणं ति-पंचविहायारायरणसीलस्स गुरुणो हितोवदेसवयणं आणा, तमण्णधा आयारंतेण गणिपिडगं विराधितं भवति, एवं तीए काले अणंता जीवा संसारं भमितपुव्वा,
(નંતીસુ ) * उभयाज्ञया पुनः पञ्चविधाचारपरिज्ञानकरणोद्यतगुर्वादेशादिलक्षणया गुरुप्रत्यनीकद्रव्यलिङ्गधार्यनेकश्रमणवत्,
(નંતીસુત્રટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org