________________
૯૮
ધર્મતીર્થની વ્યાખ્યા સાહેબજી : તમે ઇન્દ્રિયો આદિની તૃષ્ણા તૃપ્ત કરવાની ઇચ્છા રાખો તે સ્વાર્થ છે, અને તેની પૂર્તિ પરપીડન વિના શક્ય નથી, તેથી ભૌતિક સ્વાર્થ ખરાબ છે; જ્યારે આત્માનો સ્વાર્થ પરમાર્થ છે, કેમ કે તમારા આત્માના સુખમાં આખી દુનિયાનું કલ્યાણ-સુખ સમાયેલું છે. તમે જેવા ભૌતિક સ્વાર્થી બન્યા એટલે આખા જગતને અવશ્ય પીડા-ત્રાસરૂપ બનશો, અને તેની સામે આત્મકલ્યાણના ઇચ્છુક બનશો તો આખી દુનિયાને સુખશાંતિના દાતા બનશો. સ્વકલ્યાણમાં જ આખા જગતનું કલ્યાણ છે અને સ્વસ્વાર્થમાં પરપીડનની પરંપરા છે. શાસ્ત્રમાં આત્મિક સ્વાર્થની પેટ ભરીને પ્રશંસા કરી છે અને ભૌતિક સ્વાર્થની ભરપેટ નિંદા કરી છે. આત્માનો સ્વાર્થ ધર્મ છે, ભૌતિક સ્વાર્થ પાપ છે, તમે મગજમાં સ્પષ્ટતા રાખો કે તમારા આત્માનું કલ્યાણ ન થાય, હિત ન થાય તેવા અહિંસા-સત્યનો જેનધર્મને કોઈ આગ્રહ નથી; કેમ કે કોઈ પણ ધર્મ દ્વારા છેલ્લે આત્માની ઉન્નતિ જ કરાવવી છે. જો ધર્મ કરીને આત્માની અવનતિ થતી હોય તો તે ધર્મને પણ શું કરવાનો? તેનો કોઈ મતલબ નથી.
સભા : દરેક વખતે આત્માની અવનતિ-ઉન્નતિ કોણ સમજાવે ?
સાહેબજી : ન સમજાય તો જાણકારને પૂછવાનું. ટૂંકમાં યાદ રાખી શકાય કે જિનાજ્ઞા પ્રમાણેનો ધર્મ જ એકાંતે ઉન્નતિનું કારણ છે, તેની વિરુદ્ધનો ધર્મ ઊંચામાં ઊંચો-મોટામાં મોટી હોય તો પણ તે આત્માની ઉન્નતિનું કારણ નથી.
ધર્મની સર્વ વ્યાખ્યાને સમ્યગુ બનાવનાર આ વ્યાખ્યા છે. તે નહીં સમજો તો ધર્મની બધી વ્યાખ્યા ખોટી થઈ જશે. આ એક વ્યાખ્યામાં સર્વાગી તત્ત્વદૃષ્ટિ છે. આ વ્યાખ્યાના અનુસંધાનથી કરાયેલી ધર્મની સર્વ વ્યાખ્યાઓ સાર્થક બનશે અને આ વ્યાખ્યાના અનુસંધાન વગરની ધર્મની તમામ વ્યાખ્યાઓ નિરર્થક છે. જૈનધર્મને, નૈતિક કર્તવ્યો નકામાં છે, છોડી દેવા જેવાં છે એવું નથી કહેવું; ભગવાને તમારા માટે સામાજિકધર્મ, રાષ્ટ્રધર્મ વગેરે કર્તવ્યો કહ્યાં જ છે, પણ તેનું આચરણ કરનારે સૌ પ્રથમ પ્રાથમિક જિનાજ્ઞામાં તો આવવું જ પડે. તો જ તે સર્વ હિતકારી ધર્મ બને.
જિનાજ્ઞાની ભાવાત્મકતા :
સભા : અજેનો કહે કે પ્રત્યેક ધર્મની વ્યાખ્યાને સમ્યગુ બનાવવા જિનાજ્ઞાનુસારિતાનો જ આગ્રહ કેમ? તો શું કહેવાનું ?
સાહેબજી : અહીં “જિનાજ્ઞા શબ્દમાં “જિન” એ કોઈ વ્યક્તિવાચક નામ નથી, પરંતુ ગુણમય વ્યક્તિત્વ છે. વળી “જિન” કે “જિનાજ્ઞા’ શબ્દ પણ ન સાંભળ્યો હોય, છતાં તેનું વર્તન જિનાજ્ઞા પ્રમાણે હોય તો તેનું અવશ્ય કલ્યાણ થશે. પરંતુ રોજ જિનાજ્ઞા-જિનાજ્ઞા ગોખશો અને જિનની લળી લળીને ભક્તિ કરશો, પણ વર્તન જિનાજ્ઞાવિરુદ્ધ હશે તો સમ્યગુ ધર્મની વ્યાખ્યામાં નહીં આવો. પાયાનું ધોરણ આ છે. દા.ત. કોઈ મહાદેવનો ભગત છે, રસ્તામાં દેરાસર આવે તો તીર્થકરને પગે પણ ન લાગે, વળી મહાદેવને સાષ્ટાંત દંડવત્ પગે લાગી ભક્તિ કરે. પોતે જિનાજ્ઞા પાળે છે કે નહીં તેનો જીવનમાં વિચાર પણ નથી કરતો. ઊલટું તે માને છે કે મહાદેવની આજ્ઞા જ પાળવા લાયક છે. છતાં જો તે મોક્ષમાર્ગાનુસારિતા દ્વારા જિનાજ્ઞામાં વર્તતો હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org