________________
પ૩
ધર્મતીર્થની વ્યાખ્યા
બધા તીર્થકરોનું ધર્મતીર્થ તત્ત્વથી એક જ પ્રકારનું હોય છે. તેનું શબ્દાર્થથી વિવેચન કરતાં પૂર્વાચાર્યો કહે છે કે ' ધર્મતીર્થ એટલે ધર્મમય તીર્થ છે. તેમાં રહેલા પેટા પ્રત્યેક શબ્દોથી તેનું વિવેચન કરીએ તો ધર્મતીર્થ શબ્દનો સામાસિક ભાવાર્થ પરિપૂર્ણ સમજાય, તેથી ધર્મ અને તીર્થ બંને શબ્દોનું વિવેચન લઈએ. ધર્મનો વ્યુત્પત્તિ અર્થ :
‘ધર્મ” શબ્દ તમે જીવનમાં હજાર વાર સાંભળ્યો છે. તમારા માટે આ અપરિચિત કે નવો શબ્દ નથી. પણ તમને કોઈ કહે કે ધર્મ કોને કહેવાય ? તેનો શબ્દાર્થ શું, તેની વ્યાખ્યા શું ? તો ગલ્લાં-તલ્લાં કરો, પણ સાચો જવાબ ન આપી શકો. ખરેખર તમારે ધર્મ શબ્દની સાચી વ્યાખ્યા જાણવા-સમજવા જેવી છે. શાસ્ત્રમાં ધર્મ શબ્દની એક નહીં પણ વિધવિધ વ્યાખ્યાઓ એક એકથી ચડે એવી કરી છે. તેમાં મૂંઝાઈ-અટવાઈ ન જાઓ તે માટે પ-૨૫ સરળ વ્યાખ્યા લઈને વિવેચન કરીશ. પહેલાં ધર્મ શબ્દની વ્યુત્પત્તિ અર્થ કરે છે. ધર્મ શબ્દ ‘થુ ધાતુ ઉપરથી બનેલો છે. “ધારે તે ધર્મ” આત્માને અવનતિથી ધારી રાખે અને ઉન્નતિ તરફ લઈ જાય તે ધર્મ. આપણો આત્મા અનંત કાળથી અધોગતિ તરફ જઈ રહ્યો છે, અને તે અધોગતિના વેગને અટકાવનારો ધર્મ છે. તમારા જીવનમાં ધર્મ આવ્યો તો તમારા આત્માની અવશ્ય ઉન્નતિ થાય. આત્માનું ઉત્થાન કરાવે અને પતન અટકાવે તે ધર્મ કહેવાય. ધર્મની વ્યાપક વિશાળ વ્યાખ્યા :
હવે ધર્મની વ્યાપક-વિશાળ વ્યાખ્યા એ છે કે આ સંસારમાં જે પણ માનસિક-વાચિક-કાયિક સમ્પ્રવૃત્તિ છે તે બધો ધર્મ છે. સારા વિચારો, સારી વાણીનો પ્રયોગ અને સદ્વર્તન તે બધો ધર્મ છે.” સર્વ ધર્મોને માન્ય, આસ્તિકે કે નાસ્તિક પણ મંજૂર કરવી પડે, તે પણ જેનો ઇન્કાર ન કરી શકે, અરે ! કોઈ પણ સજ્જન જેનો વિરોધ ન કરી શકે તેવી ધર્મની આ વ્યાપક-વિશાળ અને પાયાની વ્યાખ્યા છે. નાસ્તિક પણ સારા વિચારો કરે તો એટલો એના જીવનમાં ધર્મ છે. તે સદ્વર્તન કરે તો તે પણ તેના જીવનગત ધર્મ
१ धर्म एव धर्मप्रधानं वा तीर्थ धर्मतीर्थम्,
(ત્નતિવિસ્તરા ટી) २ तत्र “धृञ धारणे” इत्यस्य धातोर्मप्रत्ययान्तस्येदं रूपं धर्म इति।
(दशवैकालिक सूत्र द्रुमपुष्पिका अध्ययन श्लोक १ टीका) 3 सो धम्मो जो जीवं धारेइ भवण्णवे निवडमाणं। तस्स परिक्खामूलं मज्झत्थत्तं चिय जिणुत्तं ।।२।। (धर्मपरीक्षा मूल) ★ धत्ते वा नर-सुर-मोक्षस्थानेषु जन्तूनिति निरुक्ताद् धर्मः । यदाह- “दुर्गतिप्रसृतान् जन्तून् यस्माद्धारयते ततः। धत्ते चैतान् અમે સ્થાને તમેí રૂતિ મૃત: I” []
(योगशास्त्र प्रकाश २ श्लोक - ११ टीका) ४ बीजभृतं सुधर्मस्य सदाचारप्रवर्तनम्। सदाचारं विना स्वैरिण्युपवासनिभो हि सः।।१७० ।। मूर्तो धर्मः सदाचारः सदाचारोऽक्षयो निधिः। दृढं धैर्य सदाचारः सदाचारः परं यशः।।१७१।।
| (ચોરસાર મૂન) * ધર્મ: સવારરૂપ: ||
( સાર પ્રશ્નો - ૧૦ ટીશ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org