________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૬૬
તો કઈ આત્મિક ઉન્નતિ સારી અને કઈ ખરાબ, તેનો કોઈ નિર્દેશ નથી. તેથી આ વ્યાખ્યાઓ સ્થૂલથી છે, છતાં સર્વ ધર્મશાસ્ત્રો તેને માન્ય કરે છે. વિરોધ કરવાનું કારણ નથી; કેમ કે નય અપેક્ષાએ પણ વાજબી છે.
ભૌતિક ઉન્નતિ એટલે જીવ એકેન્દ્રિયમાંથી નીકળી ધીમે ધીમે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય; તેમાં પણ મનુષ્ય, આર્યદેશ, આર્યકુળ, જૈનકુળ આદિમાં ક્રમશઃ શુભ પરિણામની વૃદ્ધિ દ્વારા ઉત્પત્તિ; આ બધી ભૌતિક ઉન્નતિ છે. આપણા આત્માએ પણ ભૂતકાળમાં અનંતી વાર આ બધું મેળવ્યું, વળી જ્યારે જ્યારે મેળવ્યું ત્યારે ત્યારે શુભ પરિણામરૂપ ધર્મના પ્રભાવે જ મેળવ્યું. એટલે ભૌતિક ઉન્નતિ થઈ તે પણ ધર્મના પ્રભાવે જ. તેમ એક આત્મા પહેલાં મેલો હતો, રાગ-દ્વેષથી અત્યંત સંક્લિષ્ટ હતો, ધીમે ધીમે તેના તીવ્ર સંક્લેશ ઘટ્યા, તેથી આત્મામાં થોડી મલિનતા હટી, નિર્મલતા આવી, તે આત્મિક ઉન્નતિ પણ હિતકારી હતી કે અહિતકારી હતી તેની ચર્ચા નથી; કેમ કે અભવ્યનો જીવ પણ આત્માના તીવ્ર કષાયો ઘટાડી આત્માને દ્રવ્યથી નિરતિચાર ચારિત્રના ગુણોને યોગ્ય નિર્મળ કરે છે, ત્યારે કામચલાઉ ઉન્નતિ થાય છે, પણ તે હિતકારી નથી.
ઉત્તમ પુરુષોનું આચરણ તે ધર્મ, દાન-શીલાદિ ધર્મ અને પંચાચાર તે ધર્મ :
૧
અરે ! એવી પણ સીધી સાદી વ્યાખ્યા કરી કે મજ્ઞાનનો યેન ાત: સ પન્થા:” ૧ જગતમાં ઉત્તમ પુરુષો જે વર્તન કરે તેનું નામ ધર્મ. તમારે બીજું કાંઈ સ્વીકારવાનું નહીં, કરવાનું નહીં, પણ ઉત્તમ પુરુષો જે વર્તન કરે તેનું અનુસરણ કરવાનું. તેમાં સમગ્ર ધર્મ આવી જાય.
એમ પણ લખ્યું કે ૨ દાન, શીલ, તપ, ભાવ એ પણ ધર્મ છે. અથવા ૩ પંચાચારમાં જ બધો ધર્મ સમાઈ જાય છે. · મનની પુષ્ટિ અને શુદ્ધિ કરે તે ધર્મ. તમારું મન શુભ ભાવથી પુષ્ટ થાય અને નિર્મલ ભાવથી
૧ 'महाजनो येन गतः स पन्था', इति प्रसिद्धं वचनं मुनीनाम् । महाजनत्वं च महाव्रतानामतस्तदिष्टं हि हितं मतं ते ।। ८८ ।। (શંઘેશ્વરપાર્શ્વનાથસ્તોત્ર-પે. ઇન્દ્ર (સ્તોત્રાવલી)) ★ तदत्र महतां वर्त्म, समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं, तदतिक्रमवर्जितैः । । १४९ । । (योगदृष्टि समुच्चय मूल) २ धर्मस्तु सम्यग्दर्शनादिरूपो दान-शील- तपो भावनामयः साश्रवानाश्रवो महायोगात्मकः । (ललितविस्तरा टीका) 'सर्वोऽपि धर्मव्यापारः' साधोरालयविहारभाषाविनयभिक्षाटनादिक्रियारूपो ।
૩
(યોગવિશિષ્ઠા શ્તોત્ર - શ્ ટીજા) (યોવિશિષ્ઠા શ્તો - ફ્ ટીજા)
४ धर्मस्तावद्रागादिमलविगमेन पुष्टिशुद्धिमच्चित्तमेव ।
“ધશ્વિત્તપ્રમો, યત: યિાધિશ્રયં ાર્યમ્। મવિમેનેતત્ જીતુ, પુષ્ટાવિમલેષ વિજ્ઞય:।। ।। રયો મા: खल्वागमसद्योगतो विगम एषाम् । तदयं क्रियात एव हि पुष्टिश्चित्तस्य शुद्धस्य (शुद्धिश्च चित्तस्य) । । २ । । पुष्टिः पुण्योपचयः शुद्धि:, पापक्षयेण निर्मलता । अनुबन्धिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः परा ज्ञेया । । ३ । । ” [ षोडशके ३/२-३-४] इत्यादि षोडशकग्रन्थानुसारेण तु पुष्टिशुद्धिमच्चित्तं भावधर्मस्य लक्षणम्। तदनुगता क्रिया च व्यवहारधर्मस्येति पर्यवसन्नम्।
(ધર્મસંપ્રદ ગ્લોવ્ઝ - રૂ ટીા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org