________________
ધર્મતીર્થનો મહિમા
૩૧ સભા : એટલે તત્ત્વ સમજીને ધર્મ સ્વીકારવાનો ?
સાહેબજી : ચોક્કસ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, બાળક અણસમજ કે કુળાચારથી ધર્મ કરે તો અમને વાંધો નથી; કેમ કે તેનાથી તેને સંસ્કાર પડશે, પણ પરિપક્વ થાય પછી સાચા ધર્મને ગુણથી ઓળખે તો તેના આત્માનું કલ્યાણ થાય.
સભા : ગુણાનુરાગ અનિવાર્ય જોઈએ ?
સાહેબજી : હા, તે ચકાસવા જ તમને પૂછીએ કે તમને ગૌતમબુદ્ધમાં શું ખામી દેખાઈ ? અને ભગવાન મહાવીરમાં શું વિશેષતા દેખાઈ ? કે જેથી બુદ્ધને છોડીને મહાવીરને ઈશ્વર તરીકે સ્વીકાર્યા ?
સભા અમારે એમાં પડવાનું નહીં.
સાહેબજીઃ આ મૂઢતાની ગ્રંથિ છે, માટે અધ્યાત્મના ક્ષેત્રમાં ઘણું ગુમાવો છો. ઘણા કહે કે ફલાણા અમારા કુળપરંપરાથી ચાલ્યા આવતા ગુરુ છે. ઈશ્વર-ગુરુ-ધર્મને ક્યાંય આ રીતે સ્વીકારવાના છે ? અને આ રીતે જ સ્વીકારે તો તેને ગુણની કોઈ પરવા નથી, ગુણ સાથે મતલબ નથી. વાસ્તવમાં ગુણાનુરાગીએ તો કહેવું જ પડે કે ગમે ત્યાં રહેલા પણ ગુણોથી શ્રેષ્ઠ હોય તેને હું ઈશ્વર માનવા તૈયાર છું. તટસ્થતાથી તમારે કહેવું જ પડે કે અરિહંત-સિદ્ધથી ઊંચા ઈશ્વર મળે તો હું માનવા તૈયાર છું. અરિહંત-સિદ્ધ કોઈ વ્યક્તિ નથી, પણ ગુણમય અવસ્થા છે. સર્વ ધર્મોના ઈશ્વર સાથે સરખાવતાં આ અવસ્થા શ્રેષ્ઠ પુરવાર થાય તો તેને જ ભજવી યોગ્ય છે. તે જ રીતે દુનિયાના ધર્મો સાથે જૈનધર્મની સરખામણી કરતાં, ગુણથી વધારે સંતોષ થાય તેથી તેને અપનાવો, તો અમે કહીશું કે સાચી ભક્તિ છે. અને જેને ગુણનું મૂલ્યાંકન નથી, ગુણની ચિંતા નથી, અને જે ખાલી “આ મારા” અને “પેલા પારકા” એમ માની આરાધના કરે છે, તેના માટે સમજવાનું કે તે દૃષ્ટિરાગથી ભરેલો છે.
સભા : ગુણથી આકર્ષાઈ ગયા હોય અને એ જ ગુરુ સર્વોત્કૃષ્ટ લાગે તો ?
સાહેબજી : સર્વોત્કૃષ્ટ હોય અને લાગે તો વાંધો નથી. પણ ગુણ ન હોય અને ઘેલછાથી અતિરેક કરો તો પાપ લાગે. જૈનશાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે 'ભગવાનમાં પણ જે ગુણ ન હોય તેનાથી ભગવાનની સ્તુતિ કરીએ તો મૃષાવાદનું પાપ લાગે. ઉપાધ્યાયજી મહારાજાએ ચોખું લખ્યું છે કે ઈશ્વરની સ્તુતિ કરવામાં પણ અતિશયોક્તિ ન જોઈએ. .
સભા : તો પછી બહુમાન ન આવે ને ? સાહેબજીઃ કેમ ન આવે ? તમારાથી વધારે ગુણવાળા હોય તેને ગુરુ કરવાના છે કે ઓછા ગુણવાળાને
१ मुख्योपचारधर्माणामविभागेन या स्तुतिः । न सा चित्तप्रसादाय, कवित्वं कुकवेरिव ।।१२७।। अन्यथाऽभिनिवेशेन, प्रत्युताऽनर्थकारिणी । सुतीक्ष्णखड़गधारेव, प्रमादेन करे धृता ।।१२८ ।।
(अध्यात्मसार० अष्टादश आत्मनिश्चयाधिकार)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org